Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsPolitics

અમદાવાદ મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

૪ બેઠકો હાથમાંથી ગઈ

થલતેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રમીલા ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર રીટા ઠાકોર બિનહરીફ ચૂંટાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૫ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા પહેલાં જ પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં ચાર મહત્વપૂર્ણ બેઠકો ગુમાવી દીધી છે, જેનાથી સંગઠન માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે.

થલતેજ વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર રમીલા ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. જેના પરિણામે ભાજપના ઉમેદવાર રીટા ઠાકોર બિનહરીફ ચૂંટાઈ ગયા છે. આ ઘટનાએ કોંગ્રેસના સ્થાનિક સંગઠન પર સવાલો ઊભા કર્યા છે. તે જ રીતે, સરખેજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી વારિસ સૈયદ ગુમ હોવાનું પણ ચર્ચામાં રહ્યું હતું. આ પહેલાં સરખેજમાં ભરત ભરવાડે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી, જેના કારણે આ બેઠક પર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના કુલ ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે વાસણા વોર્ડમાંર્ ંમ્ઝ્ર મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાતા પાર્ટીએ એક બેઠક ગુમાવી હતી.

આ રીતે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસે ચાર બેઠકો ગુમાવી દીધી છે અને બપોરે ત્રણ વાગ્યા સુધી વધુ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ગદ્દાર કહેનારાઓ પર ભજ્જી ભડક્યો, AAP પર લગાવ્યો મોટો આરોપ

Master Admin

ઓર્ગન ડોનર ક્રિશ અકબરીની યાદમાં રક્તદાન શિબિરનું આયોજન

Master Admin

શેલા રોડ પર મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે અકસ્માત

Master Admin

Leave a Comment

Translate »