Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

‘ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટ (ગ્રામ) – 2026’ રોકાણકારોની મીટ: અમદાવાદમાં કૃષિ નવીનતા અને રોકાણ માટે નવી તકોનો પ્રારંભ

કૃષિ, ડેરી અને સહકારી ક્ષેત્રોમાં સંભાવનાઓ પર વ્યાપક ચર્ચા

અમદાવાદ, ગુજરાત | ૨૮ એપ્રિલ ૨૦૨૬ — રાજ્ય સરકાર રાજસ્થાનને કૃષિ નવીનતા અને રોકાણ માટે અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના પ્રયાસોમાં સતત સક્રિય રહ્યાં છે. આ ઉદ્દેશ્યને આગળ ધપાવવા માટે, રાજસ્થાનનો કૃષિ વિભાગ – ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) સાથે મળીને – ‘ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટ (ગ્રામ) – 2026’ ના નેજા હેઠળ એક રોકાણકારોનીમીટનું આયોજન કરી રહ્યો છે. આ કાર્યક્રમ અમદાવાદના સેટેલાઇટ સ્થિત હોટેલ લે મેરિડિયન ખાતે યોજાશે, જ્યાં કૃષિ, એગ્રીટૅક અને સહકારી ક્ષેત્રોમાં રોકાણ અને ભાગીદારીની અપાર સંભાવનાઓ અંગે વ્યાપક ચર્ચા થશે.

જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. વધુમાં, કૃષિ અને બાગાયતી મંત્રી ડૉ. કિરોડી લાલ મીણા અને પશુપાલન અને ડેરી મંત્રી શ્રી જોરારામકુમાવત – બંને રાજસ્થાન સરકારના – આ કાર્યક્રમના ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ દરમિયાન રાજસ્થાન સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો પણ પોતાના વિચારો રજૂ કરશે. કૃષિ અને બાગાયતી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મંજુ રાજપાલ અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગના અગ્ર સચિવ શ્રી રમેશ ચંદ મીણાસહિતના અગ્રણી વક્તાઓ પણ પોતાના વિચારો રજૂ કરશે.

આ રોડ શો નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને ડેરી અને સહકારી ક્ષેત્રનાનિષ્ણાતોને એક જ પ્લેટફોર્મ પર લાવશે.

સંભવિત ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમના ભાગ રૂપે રોકાણકારો સાથે એક-એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, “પશુપાલન, ડેરી અને સહકારી ક્ષેત્રોમાં તકો અને રોકાણની સંભાવના” શીર્ષકવાળી એક મુખ્ય પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવશે, જે દરમિયાન નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરશે.

‘ગ્રામ- 2026’ ના માળખા હેઠળ આયોજિત, આ રોડ શો રાજસ્થાનના કૃષિ અને એગ્રીટેક ક્ષેત્રોમાં રોકાણકારો, ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે તકોના નવા રસ્તા ખોલવા માટે તૈયાર છે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને ટેકનોલોજી-સંચાલિત, આત્મનિર્ભર અને રોકાણ-મૈત્રીપૂર્ણઇકોસિસ્ટમમાંપરિવર્તિત કરવાનો છે. આ ઇવેન્ટ માત્ર રોકાણ આકર્ષિત કરશે નહીં પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે રાજસ્થાનને એક મજબૂત કૃષિ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું પણ સાબિત થશે.

Related posts

Toyota Kirloskar Motor Expands Flagship ABCD Program in Ramanagara District to Enhance Sanitation and Hygiene Education in Government Schools

Reporter1

Amazon.in નવરાત્રિ, ગુડી પડવા અને ઇદની ઉજવણી માટે AIની મદદથી થતી તહેવારોની ખરીદીની સુવિધા લઇને આવી

Master Admin

રાજકોટમાં ભાનુ કુમાર મહેતાના 6 વૈવિધ્યસભર પુસ્તકોના લોકાર્પણ પ્રસંગે સાહિત્ય પ્રેમીઓનો મેળાવડો જામ્યો

Master Admin

Leave a Comment

Translate »