Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

BNI અમદાવાદ સિમ્પોઝિયમ 2026 માં 10,000 થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગસાહસિકો એકત્રિત થયા

અમદાવાદ, ગુજરાત | ૧૧મી મે ૨૦૨૬ | BNI અમદાવાદની ફ્લેગશિપ વાર્ષિક ઇવેન્ટ સિમ્પોઝિયમ 2026 શનિવારે પૂર્ણ થઇ. બે દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં નેટવર્કિંગ, ચર્ચાઓ અને વિવિધ ઇન્ટરૅક્શન્સ દ્વારા ઉદ્યોગસાહસિકો, પ્રોફેશનલ્સ અને બિઝનેસ લીડર્સ એકત્રિત થયા હતા.

‘Upward, Forward and Beyond’ થીમ આધારિત આ સિમ્પોઝિયમમાં 50થી વધુ ઉદ્યોગ ક્ષેત્રોના 10,000થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો, જેના કારણે તે પ્રદેશના સૌથી મોટા બિઝનેસ ઇવેન્ટ્સમાંનું એક બન્યું છે. BNI અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સુવ્યવસ્થિત નેટવર્કિંગ સેશન્સ, નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળની ચર્ચાઓ, બિઝનેસ ઇન્ટરૅક્શન્સ તેમજ 150થી વધુ સ્ટોલ્સ ધરાવતો સિસિલિયન એક્સ્પો મુખ્ય આકર્ષણ રહ્યા હતા.

આ વર્ષના સિમ્પોઝિયમના મુખ્ય હાઇલાઇટ્સમાંનું એક એઆઈ આધારિત નેટવર્કિંગ ટૂલ્સનું લોન્ચિંગ રહ્યું જે સહભાગીઓને સંબંધિત બિઝનેસ કનેક્શન્સ શોધવામાં અને વધુ ઇન્ટરૅક્શન્સ કરવામાં મદદરૂપ બન્યા હતા. આ ઇવેન્ટમાં ઇન્ડસ્ટ્રી પાવર ડેટ્સ અને સીધી બિઝનેસ ચર્ચાઓ અને ભાગીદારીની તકોને સરળ બનાવવાના હેતુથી પૂર્વ-નિર્ધારિત વન-ટુ-વન મીટિંગ્સ પણ શામેલ હતી.

કાર્યક્રમના સમાપન પર બોલતા, BNI અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે, “સિમ્પોઝિયમ 2026 ને મળેલો પ્રતિસાદ અદ્ભુત રહ્યો છે. જ્યારે 10,000 થી વધુ બિઝનેસ માઇન્ડ્સ એક છત નીચે ભેગા થાય છે, ત્યારે વિચારો આપોઆપ તકોમાં ફેરવાય છે. છેલ્લા બે દિવસ દરમિયાન લોકોએ ફક્ત વિઝિટિંગ કાર્ડની આપ-લે જ કરી નથી, પરંતુ તેમણે સંબંધો બનાવ્યા છે, ભાગીદારીની સંભાવનાઓ શોધી છે અને નવા બિઝનેસ શક્યતાઓ માટે દરવાજા ખોલ્યા છે. તે એનર્જી અને નેટવર્કિંગ એ જ BNI અમદાવાદની ઓળખ છે.”

“BNI અમદાવાદ 13 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હતું અને આ વર્ષોમાં તેણે શહેરના બિઝનેસ લેન્ડસ્કેપને બદલી નાખ્યો છે, જ્યારે રૂ. 13,400 કરોડના વ્યવસાયને પ્રોત્સાહન આપ્યું છે. અમારો ઉદ્દેશ્ય હંમેશા એક એવું પ્લેટફોર્મ બનાવવાનો રહ્યો છે જ્યાં યોગ્ય લોકો મળે અને વિકાસ થાય અને અમને BNI સમુદાયનો ભાગ હોવાનો ગર્વ છે,” યશ વસંતે વધુમાં જણાવ્યું હતું.

સિમ્પોઝિયમના બીજા દિવસે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, બિઝનેસ એજ્યુકેટર અને બેસ્ટસેલિંગ લેખક સીએ સાર્થક આહુજાના કીનોટ સેશન્સ યોજાયા હતા. ઉપરાંત ઉદ્યોગસાહસિકતા, લીડરશિપ અને બદલાતા બિઝનેસ ટ્રેન્ડ્સ વિષયક ચર્ચાઓ પણ યોજાઈ હતી. લેખક અને વક્તા જય વસાવડાએ પણ બિઝનેસ, માઇન્ડસેટ અને સફળતા વિષય પર વિશેષ માસ્ટરક્લાસ સંબોધન આપ્યું હતું.

દિવસનું બીજું એક મુખ્ય આકર્ષણ iHub ના CEO હિરણમય મહંતા અને CricHeroes ના સ્થાપક કુંતલ શાહ વચ્ચે “આઈડિયા ટુ ઇન્વેસ્ટમેન્ટ: ધ એન્ટરપ્રેન્યોર’સ રોડમેપ” પર ચર્ચા હતી, ત્યારબાદ સમાપન સમારોહ અને એવોર્ડ પ્રેઝન્ટેશન યોજાયું હતું.

ઉદઘાટન દિવસના પ્રથમ ચરણમાં બિઝનેસ સત્રો અને પેનલ ચર્ચાઓ યોજાઈ હતી, જેમાં એ. શ્રીધર ગ્રુપના શર્વિલ શ્રીધર, પીએસપી પ્રોજેક્ટ્સના પ્રહલાદ પટેલ અને આર્કિટેક્ટ હિરેન પટેલે ભાગ લીધો હતો. જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી અજય તોમરે ‘ મોડર્ન મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ ધ ભગવત ગીતા ‘ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. સાંજ દરમિયાન કોમેડિયન મનન દેસાઈ અને ‘લવારી’ની ટીમ દ્વારા પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.

૩,૦૦૦ થી વધુ સભ્યો સાથે, BNI અમદાવાદ રેફરલ્સ અને સંબંધ-આધારિત નેટવર્કિંગ દ્વારા વ્યવસાયોને જોડવાનું ચાલુ રાખે છે. આ સિમ્પોઝિયમ એ. શ્રીધર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને શ્યામ ગ્રુપ દ્વારા સંચાલિત હતું.

Related posts

એએમ/એનએસ ઈન્ડિયા અને આઇઆઇટી રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પરહસ્તાક્ષર કર્યા

Master Admin

FOREVERMARK DIAMOND JEWELLERY LAUNCHES IN INDIA

Reporter1

વડોદરાના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના વિદ્યાર્થીએ GUJ-CET 2026 માં પરફેક્ટ સ્કોર સાથે ટોપ રેન્ક મેળવ્યો

Master Admin

Leave a Comment

Translate »