Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

સ્પોર્ટ્સ અને ટેકનોલોજીનો સુભગ સમન્વયઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડ્રીમ ટેકનોલોજીના નવા ગ્લોબલ એમ્બેસેડર બન્યાં

‘ડ્રીમ ટુ વિન’ થીમ હેઠળ કરવામાં આવેલી આ ઐતિહાસિક સહભાગીદારી શ્રેષ્ઠતા, શિસ્ત અને સંપૂર્ણતાનેપામવાની સામુહિકકટિબદ્ધતાનામાધ્યમથી વૈભવી જીવનશૈલીને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે


ભારત | ૨૫મી મે ૨૦૨૬ | ઇનોવેટિવ હૉમ એપ્લાયન્સિસ અને સ્માર્ટ હૉમ સોલ્યુશન્સ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી ડ્રીમ ટેકનોલોજીએ આજે ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે ઐતિહાસિક વૈશ્વિક સહભાગીદારી કરવાની જાહેરાત કરી હતી.આ સહયોગ કંપનીની વિકાસયાત્રામાં એક નિર્ણાયક સીમાચિહ્ન સમાન છે, જે વિશ્વના સૌથી શિસ્તબદ્ધ ખેલાડીઓમાંથી એક એવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને એવી બ્રાન્ડ સાથે સાંકળે છે, જે ટેકનોલોજીની સંપૂર્ણતા અને ગુણવત્તામાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટેના અવિરત પ્રયાસો માટે જાણીતી છે.

ગ્લોબલ એમ્બેસેડર તરીકે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનીનિમણૂક ડ્રીમનેવ્યૂહાત્મક રીતે એક વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપે છે અનેકંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત કરેલી પરિપક્વતાને દર્શાવે છે.હાઈ-સ્પીડ મોટર ટેકનોલોજી અને એઆઈદ્વારા સંચાલિત સિસ્ટમ્સમાં વર્ષોથી કરેલા ઝડપી વિસ્તરણ તથા નિરંતરપણે હાંસલ કરેલી સફળતાઓ બાદ ડ્રીમે વૈશ્વિક સીમાચિહ્ન તરીકેની પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે, જેને હવે આ હાઈ-પ્રોફાઇલ સહભાગીદારી દ્વારા વધુ બળ મળ્યું છે. ડ્રીમની વિકાસયાત્રાના પરિણામે સાધવામાં આવેલોઆ સહયોગ વૈભવી હૉમ એપ્લાયન્સિસના બજારમાં વૈશ્વિક અગ્રણી તરીકેની ભૂમિકા ભજવવા માટેની તેની સજ્જતાનો સંકેત આપે છે.

આ સહભાગીદારી મૂલ્યોના ઊંડા સામંજસ્ય પર આધારિત છે.ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના ક્ષેત્રમાં અડગ સ્વ-શિસ્ત, ખંત અને વ્યવસાયિક મર્યાદાઓને પાર કરવાની કટિબદ્ધતાના બળે વૈશ્વિક આઇકન તરીકેની પોતાની ઓળખ ઊભી કરી છે.આ જ સિદ્ધાંતો ડ્રીમની કૉર્પોરેટ ફિલોસોફીના આધારસ્તંભ સમાન છે, જેમાં દૂરંદેશીપણા, ટેકનોલોજીના ક્ષેત્રમાં નેતૃત્વ અને યુઝરના અનુભવને સતત સુધારવાની કટિબદ્ધતાનો સમાવેશ થાય છે.

આ સહભાગીદારી અંગે વાત કરતાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જણાવ્યું હતું કે, ‘હું હંમેશાં એવા ભાગીદારોનેશોધતો હોઉં છું, જેઓ શ્રેષ્ઠતા હાંસલ કરવાના મારાદૃઢ નિશ્ચય અને આકરી મહેનત પ્રત્યેની મારી કટિબદ્ધતાની સાથે સંમત હોય.ડ્રીમ એવી બ્રાન્ડ છે, જે નવીનીકરણની સાથે શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે અને લોકોના જીવનને વધુ સરળ તથા ઉન્નત બનાવે છે. હું ડ્રીમ પરિવાર સાથે જોડાવા અને વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન હાંસલ કરવાના તેમના મિશનને સમર્થન આપવા ખૂબ જ ઉત્સાહિત છું.”

 ડ્રીમ ટુ વિનઃ સ્માર્ટ જીવનશૈલીના ભવિષ્યને નવેસરથી વ્યાખ્યાયિત કરતો એક નવો દ્રષ્ટિકોણ

આ સહભાગીદારીના કેન્દ્રબિંદુ તરીકે વિકસાવવામાં આવેલું ‘ડ્રીમ ટુ વિન’વિજેતા બનવાની વિશ્વસ્તરીય માનસિકતા અને અદ્યતન નવીનીકરણના સુભગ સમન્વયને પ્રતિબિંબિત કરે છે, જે યુઝર્સને તેમના રોજિંદા જીવનમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટેના એક શક્તિશાળી સાધન તરીકે સ્માર્ટ જીવનશૈલીને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે.

ડ્રીમના ગ્લોબલ પ્રેસિડેન્ટ શ્રી કોમ ચાંગે જણાવ્યું હતું કે, ‘આ ફક્ત સ્પોન્સરશિપ નથીપરંતુ ટેકનોલોજીના ક્ષેત્રની અગ્રણી બ્રાન્ડ અને વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ આઇપી વચ્ચેનું એક શક્તિશાળી જોડાણ છે.અમે એકબીજાનાસામર્થ્ય, વિઝન અને દીર્ઘદૃષ્ટિને માન્યતા આપીએ છીએ.ક્રિસ્ટિયાનોનીફૉકસ અને ઉત્કૃષ્ટતાનીભાવના ઇન્ટેલિજેન્ટ ટેકનોલોજીના માધ્યમથી ઉદ્યોગજગતનુંનેતૃત્વ કરવાના તથા વિશ્વ પર પ્રભાવ પાડવાના અમારા મિશનની સાથે બિલકુલ સુસંગત છે.અમે સાથે મળીને સમગ્ર વિશ્વના પરિવારો સુધી ઉચ્ચ ગુણવત્તાસભર અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ જીવનશૈલીનો અનુભવ પૂરો પાડવા માટે કટિબદ્ધ છીએ.”

આ વૈશ્વિક સહભાગીદારીના માધ્યમથી ડ્રીમ તેની વ્યાપક પ્રોડક્ટ કેટેગરીઝમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ઇમેજને સાંકળશે, જે અત્યાધુનિક, કાર્યક્ષમ અને ઉચ્ચ ગુણવત્તાસભર જીવનશૈલી પૂરી પાડવાની બ્રાન્ડની ક્ષમતાને ઉજાગર કરશે.ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના અલગ-અલગ સંસ્કૃતિઓ પર રહેલા પ્રભાવ અને ડ્રીમની અત્યાધુનિક ઇકોસિસ્ટમના સમન્વય દ્વારા આ સહયોગ એ વાતને ઉજાગર કરશે કે, ઇન્ટેલિજેન્ટ ટેકનોલોજી રોજિંદા જીવનમાં ‘ડ્રીમ ટુ વિન’ માટે યુઝર્સનુંકેવી રીતે સશક્તિકરણ કરી શકે છે.

આ સહયોગ ડ્રીમની સમગ્ર ઇન્ટેલિજેન્ટ ઇકોસિસ્ટમને આવરી લે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

  • ઇન્ડોર અને આઉટડોર સ્માર્ટ ક્લીનિંગ
  • મુખ્ય સ્માર્ટ એપ્લાયન્સિસ
  • પર્સનલ કૅર
  • કિચનના નાના એપ્લાયન્સિસ

ડ્રીમ ટેકનોલોજી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનુ શર્માએ આગળ જણાવ્યું કે, ‘નવીનીકરણના માધ્યમથી મર્યાદાઓને પાર કરવાની ડ્રીમની કટિબદ્ધતા એ એક એવી બાબત છે, જેમાં અમને ખરેખરો વિશ્વાસ છે.અમે લોકોના જીવનને સુધારવા માટે શિસ્ત અને ટેકનોલોજીની શક્તિમાં વિશ્વાસ ધરાવીએ છીએ.આ સહભાગીદારી ઉચ્ચ સ્તરની ટેકનોલોજી અને વિજેતા માનસિકતા કેવી રીતે સૌ કોઈ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે, તેને રજૂ કરવાની એક રોમાંચક તક છે.’

આ સહભાગીદારી અને ડ્રીમનાઅદ્યતન ઉત્પાદનોઅંગે વધુ માહિતી મેળવવા માટેhttps://in.dreametech.com/ની મુલાકાત લો.

Related posts

Step into the festivities with Amazon Fashion and Beauty: Elevate your style and be #HarPalFashionable

Reporter1

કોટક બિઝલેબ્સ સીઝન 2 માં 71 સ્ટાર્ટઅપ્સની પસંદગી, મેટ્રોની બહાર પણ ફંડનો વિસ્તાર

Master Admin

Step into the Future of Cooking with the Imelda BLDC Chimney by Hindware Smart Appliances– High Suction Power of 2000 m³/hr for a Smoke-Free Kitchen!

Reporter1

2 comments

Alexia4130 May 26, 2026 at 11:16 pm Reply
Destiny372 May 27, 2026 at 2:53 am Reply

Leave a Comment

Translate »