Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

હાર્પિકે એક દાયકામાં બાથરૂમની સફાઈમાં તેનું સૌથી મોટું સંશોધન ‘નવું હાર્પિક બાથરૂમ અલ્ટ્રા ક્લિનર’ લોન્ચ કર્યું; રોહિત શેટ્ટીએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેને આવકાર્યું

નવા અભિયાન કૈસા ભી હો દાગ, પૂરા બાથરૂમ અલ્ટ્રા સાફસાથે ભારતના સૌથી કઠિન ડાઘ દૂર કરવાના સ્પેશિયાલિસ્ટને રજૂ કરાયું 

રાષ્ટ્રીય | ફેબ્રુઆરી ૨૦૨૬ — ભારતના નંબર 1 ટોઇલેટ અને બાથરૂમ ક્લિનર અને 100 મિલિયનથી વધુ પરિવારોનો વિશ્વાસ જીતનારા હોમ હાઇજિન સોલ્યૂશનોમાં પ્રણેતા હાર્પિકે તેના સૌથી અદ્યતન બાથરૂમ ક્લિનિંગ ઇનોવેશન – ન્યૂ હાર્પિક બાથરૂમ અલ્ટ્રા ક્લિનરના લોન્ચિંગની જાહેરાત કરી છે. એક દાયકાથી વધુ સમયમાં બાથરૂમ ક્લિનિંગની કેટેગરીમાં હાર્પિકના સૌથા મોટા ઇનોવેશન તરીકે, આ પ્રોડક્ટ બાથરૂમને અલ્ટ્રા ક્લિન કરવા માટે સૌથી મુશ્કેલ અને સૌથી પ્રચલિત બાથરૂમના ડાઘ દૂર કરી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. બોલિવૂડના ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી કંપની સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે, જેઓ આ પ્રોડક્ટના શક્તિશાળી અને આત્મવિશ્વાસપૂર્ણ ડાઘ દૂર કરવાના વચનને મજબૂત બનાવે છે.

તમામ શહેરી વિસ્તારોમાં ભારતીય ઘરોમાં સતત પીળા ડાઘ, ચૂનાના ભીંગડા જમા થવા લાગે છે અને કાટ જેવા કઠિન ડાઘની સમસ્યા પણ થાય છે. સમય જતાં, ગ્રાહકો મનથી એવું પ્રબળપણે માનવા લાગે છે કે આ ડાઘ દૂર કરવા અશક્ય છે અને તેમને ખરેખર દૂર કરી શકે તેવા કોઈ ભરોસાપાત્ર સોલ્યુશનઉપલબ્ધ ન હોવાથી, ઘણા લોકો ડિટર્જન્ટ, બ્લિચ અને ફિનાઇલ જેવા સામાન્ય સોલ્યુશનો પર આધાર રાખે છે. જોકે, ઘણીવાર સખત પાણીના ડાઘ સામે આ પ્રોડક્ટ્સની કોઈ અસર થતી નથી અને સપાટી પર ઘર્ષક બની શકે છે, જેના કારણે બાથરૂમ ઝાંખુ દેખાવા લાગે છે.

ભરોસાપાત્ર, બહુ-ઉપયોગી અને અસરકારક સફાઈ સોલ્યુશન માટેની ગ્રાહકોની લાંબા સમયથી ચાલી રહેલી જરૂરિયાતને પૂરી કરવા માટે, ન્યૂ હાર્પિક બાથરૂમ અલ્ટ્રા ક્લિનર રજૂ કરવામાં આવ્યું છે જે ખાસ કરીને ભારતીય બાથરૂમમાટે હેતુપૂર્વક બનાવવામાં આવ્યું છે. ભારતના સૌથી કઠિન ડાઘ દૂર કરવાના સ્પેશિયાલિસ્ટ તરીકે, તે પીળા, સખત પાણીના નિશાન અને ચૂનાના સ્કેલ જેવા રોજિંદા ડાઘ તેમજ કાટ જેવા કઠિન ડાઘ દૂર કરે છે, જેથી દેખીતી રીતે અલ્ટ્રા ક્લિન અને ચમકદાર બાથરૂમ મળે છે. “ન્યૂ હાર્પિક બાથરૂમ અલ્ટ્રા ક્લિનર – કૈસા ભી હો દાગ, પૂરા બાથરૂમ અલ્ટ્રા સાફ” –પોતાના આ વચન પર ખરા ઉતરતા, આ લોન્ચિંગ ઝુંબેશ ગ્રાહકોને એક શક્તિશાળી સોલ્યુશન પૂરું પાડીને બાથરૂમ ક્લિનરની કેટેગરીમાં હાર્પિકના નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે.

રોહિત શેટ્ટીએ બ્રાન્ડ સાથેના પોતાના જોડાણ વિશે વાત કરતાકહ્યું હતું કે, “મને ખબર છે કે જ્યારે લોકો તમને કોઈ ચોક્કસ સ્ટાઇલ સાથે જોડે છે ત્યારે કેવું લાગે છે, તેનો અર્થ એવો થાય કે તેઓ દરેક વખતે તમારા પર ભરોસો મૂકે છે. અને તે ભરોસો તમને વધુ કરવા, વધુ સારું કરવા અને સ્તર વધારવા માટે પ્રેરે છે. કોમેડી હોય, એક્શન હોય કે પછી હાર્પિકની વાત હોય, પાક્કી સફાઈ. સફાઈ મામલે હાર્પિક વર્ષોથી એક ભરોસાપાત્ર નામ છે, તે બાથરૂમની સફાઈનો પર્યાય પણ બની ગયું છે. ન્યૂ હાર્પિક બાથરૂમ અલ્ટ્રા ક્લિનર સાથે, બ્રાન્ડ બાથરૂમની સફાઈને આગલા સ્તર પર લઈ જઈ રહી છે. મને એવી પ્રોડક્ટ સાથે જોડાવાનો આનંદ છે જે કઠિન કાર્યને પાર પાડે તેવી, ભરોસાપાત્ર છે અને વાસ્તવિક ભારતીય ઘરો માટે બનાવવામાં આવી છે.”

રેકિટ – દક્ષિણ એશિયાના હાઇજીન માર્કેટિંગ ડિરેક્ટર ગૌતમ ઋષિએઆ લોન્ચ પર ટિપ્પણી કરતાજણાવ્યું હતું કે, “હાર્પિક બાથરૂમ અલ્ટ્રા ક્લિનર એ ભારતના સૌથી મુશ્કેલ હાર્ડવોટર ડાઘ, જ્યાં મોટાભાગના સામાન્ય ક્લિનર્સ કામ નથી આપતી શકતા, તેને દૂર કરવા માટે તૈયાર કરાયેલું એક મજબૂત ઇનોવેશન છે. આ લોન્ચ હાર્પિકના સ્ટેન રિમૂવલ લીડરશીપને મજબૂત બનાવે છે અને બાથરૂમ હાઇજીનને ઉપલા સ્તરે લઈ જાય છે. રોહિત શેટ્ટી સાથે, અમે ભારતીય ઘરો માટે તૈયાર કરાયેલું વધુ એક કઠિન સફાઇ કરી શકે તેવું, ઉચ્ચ કામગીરી આપતું સોલ્યુશન પ્રદાન કરી રહ્યા છીએ.”

હવાસ ક્રિએટિવ ઇન્ડિયાના MD અને ચીફ ક્રિએટિવ ઓફિસર અનુપમા રામાસ્વામીએ જણાવ્યું હતું કે, “હાર્પિક પાસે તેના યુનિવર્સમાં ‘હાર્પિક બાથરૂમ અલ્ટ્રા ક્લિનર’નામનો એક નવો હીરો છે. તે કઠિન સફાઇ કરે તેવું અને અસરકારક છે. અને તેથી જ તેને એક એવા લોન્ચની જરૂર હતી જે ચૂકી ન શકાય તેવું હોય અને બ્રાન્ડનાચહેરા રોહિત શેટ્ટીની જેમ તેનો પ્રભાવ ખૂબ જ મોટો હોય. ટીમ હવાસ ક્રિએટિવ ઇન્ડિયાએ વધુ એક પાવર-પેક્ડ ઝુંબેશ બનાવી છે જે ખૂબ જ ટૂંક સમયમાં સ્ક્રીન પર આવશે.”

આ લોન્ચ સાથે, હાર્પિક ગ્રાહકની ઊંડી સમજ, અદ્યતન ઇનોવેશન અને શક્તિશાળી કમ્યુનિકેશનને જોડીને બાથરૂમ ક્લિનરની કેટેગરીમાંનિરંતર અગ્રેસર રહ્યું છે, જે ભારતીય ગ્રાહકોને સામાન્ય ક્લિનર્સથી આગળ વધીને ખરેખર શ્રેષ્ઠ બાથરૂમની સફાઈપૂરી પાડે તેવા સોલ્યુશનની દિશામાં આગળ વધવામાં મદદ કરે છે.

TVCની લિંક: https://youtu.be/O3vecQ8Er5U

Related posts

એનીટાઇમ ફિટનેસ ઇન્ડિયા એ અમદાવાદના ગોતામાં નવા ક્લબના લોન્ચ સાથે પશ્ચિમ ભારતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી

Master Admin

Galaxy M16 5G, Galaxy M06 5G Set to Launch in India Soon

Reporter1

3.13 લાખ વેજ બર્ગરના ઓર્ડરથી લઇને સ્વિગી ડાઇનઆઉટ ઉપર રૂ.4.32 કરોડની બચત સુધી… સુરત સ્વિગીનાવર્ષ 2025 પર એક નજર

Master Admin

Leave a Comment

Translate »