Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે

પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર

આ આર્થિક ફટકો દેશના મોટા ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીને નહીં લાગે કે ન તો પીએમ મોદીને આનાથી કોઈ ફરક પડવાનો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૯ મે ૨૦૨૬ — કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા છે. ’બડા મંગલ’ના ખાસ પ્રસંગે તેમણે ચુરુઆ હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી બજરંગબલીના દર્શન કર્યા હતા. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન વિશે સવાલ કર્યો, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ અત્યારે મુખ્ય મુદ્દા પરથી ભટકવા નથી માંગતા અને આ સમયે દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો જ સૌથી મોટો અને ગંભીર મુદ્દો છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને લઈને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે સીધા પીએમ મોદીની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, ’આજે જ્યારે દેશ અને દુનિયા સામે આટલો મુશ્કેલ સમય આવી રહ્યો છે, ત્યારે આપણા પીએમ મોદી આખી દુનિયાના લોકોને કહી રહ્યા છે કે તમે બહાર ન જાઓ, પરંતુ તેઓ ક્યારેક વિમાન લઈને નોર્વે ચાલ્યા જાય છે, તો ક્યારેક જાપાન કે અન્ય કોઈ જગ્યાએ જતા રહે છે.’

રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, ’સરકારની ખોટી નીતિઓના કારણે આગામી દિવસોમાં દેશની સામે ઘણો કપરો સમય આવવાનો છે.’ સરકાર અને દેશના મોટા ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, ’દેશમાં જે આ મોટો આર્થિક આંચકો આવી રહ્યો છે, તેની અસર ઉપર બેઠેલા લોકો પર બિલકુલ નહીં થાય.’

તેમણે વધુમાં કહ્યું કે, આ આર્થિક ફટકો દેશના મોટા ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીને નહીં લાગે કે ન તો પીએમ મોદીને આનાથી કોઈ ફરક પડવાનો છે, કારણ કે તેઓ તો આરામથી પોતાના મહેલોમાં બેઠા રહેશે. આ ખોટી નીતિઓનો હિન્દુસ્તાનના મજૂરો, યુવાનો અને નાના વેપારીઓને સહન કરવો પડશે.

Related posts

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હાલની વ્યવસ્થામાં કોઇ ફેરફાર નહીંઃ સુપ્રીમ કાર્ટ

Master Admin

નવા મંત્રીમંડળનું સમીકરણ: મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ

Master Admin

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન

Master Admin

Leave a Comment

Translate »