Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઓડિશાના ચાંદીપુરમાં નિબે લિમિટેડે સૂર્યાસ્ત્ર ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું

સૂર્યાસ્ત્ર એક લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ આર્ટિલરી સિસ્ટમ છે

ભારતે સૂર્યાસ્ત્રના બે વેરિઅન્ટ- ૧૫૦ કિલોમીટર અને ૩૦૦ કિલોમીટર રેન્જ ધરાવતી ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ મે ૨૦૨૬ — ભારતની સૈન્ય તાકાત હવે માત્ર બ્રહ્મોસ મિસાઈલ પૂરતી સીમિત નથી રહી. દેશે હવે એક એવી સ્વદેશી લાંબા અંતરની રોકેટ સિસ્ટમ તૈયાર કરી છે, જે ૩૦૦ કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનને માત્ર બે મીટરની સચોટતાથી નિશાન બનાવી શકે છે. ઓડિશાના ચાંદીપુર ટેસ્ટ રેન્જમાં ખાનગી ભારતીય કંપની નિબે લિમિટેડ (દ્ગૈહ્વી ન્ૈદ્બૈીંઙ્ઘ)એ ‘સૂર્યાસ્ત્ર’ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આનાથી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે જો આ સિસ્ટમ મોટા પાયે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવે, તો સરહદ પાર બેઠેલા દુશ્મનના કમાન્ડ સેન્ટર, રડાર સ્ટેશન અને સૈન્ય ઠેકાણાઓને પહેલા કરતાં વધુ સચોટતાથી નિશાન બનાવી શકાશે.

ભારતે સૂર્યાસ્ત્રના બે વેરિઅન્ટ- ૧૫૦ કિલોમીટર અને ૩૦૦ કિલોમીટર રેન્જ ધરાવતી ગાઇડેડ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. બંને રોકેટોએ પોતાના લક્ષ્ય પર અત્યંત સચોટ હુમલો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૫૦ કિલોમીટરવાળા વેરિઅન્ટનો સર્ક્‌યુલર એરર પ્રોબેબલ (ઝ્રઈઁ) માત્ર ૧.૫ મીટર રહ્યો, જ્યારે ૩૦૦ કિલોમીટર રેન્જવાળા વેરિઅન્ટે માત્ર બે મીટરની ત્રુટિ સાથે લક્ષ્યને ભેદ્યું હતું. સૈન્ય જગતમાં આટલી સચોટતા અત્યંત ખતરનાક માનવામાં આવે છે.

સૂર્યાસ્ત્ર એક લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ આર્ટિલરી સિસ્ટમ છે, જેને દુશ્મનના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર ઝડપી અને સચોટ હુમલો કરવા માટે વિકસાવવામાં આવી છે. આ પરંપરાગત તોપોની જેમ માત્ર ભારે ગોળા નથી દાગતી, પરંતુ એડવાન્સ ગાઇડન્સ અને નેવિગેશન ટેકનોલોજી દ્વારા લક્ષ્ય સુધી પહોંચે છે.

૧૫૦ કિલોમીટરવાળું વેરિઅન્ટ ટેક્ટિકલ બેટલફિલ્ડ સપોર્ટ માટે તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે યુદ્ધક્ષેત્રની આસપાસ દુશ્મનની ગતિવિધિઓને ખતમ કરવા માટે. વળી ૩૦૦ કિલોમીટર રેન્જવાળું વેરિઅન્ટ ભારતની ડીપ સ્ટ્રાઈક કેપેબિલિટીને નવી તાકાત આપે છે. આનો અર્થ એ છે કે ભારતીય સેના હવે સરહદથી ઘણી દૂર બેઠેલા દુશ્મનના વ્યૂહાત્મક ઠેકાણાઓને પણ સૈનિકોને જોખમમાં મૂક્યા વિના નિશાન બનાવી શકે છે.

સૂર્યાસ્ત્રની સરખામણી હવે ભારતની સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ સાથે કરવામાં આવી રહી છે. જોકે બંને સિસ્ટમ અલગ ટેકનોલોજી પર કામ કરે છે, પરંતુ તેમની સચોટ મારક ક્ષમતા તેમને અત્યંત ઘાતક બનાવે છે. બ્રહ્મોસ પોતાની સુપરસોનિક સ્પીડ અને ભારે વિનાશ ક્ષમતા માટે જાણીતી છે. આ દુશ્મનના હાઈ-વેલ્યુ ટાર્ગેટ્‌સને ગણતરીની મિનિટોમાં તબાહ કરી શકે છે. બીજી તરફ સૂર્યાસ્ત્ર ઓછી કિંમત ધરાવતી, પરંતુ અત્યંત સચોટ ગાઇડેડ રોકેટ સિસ્ટમ છે. આ સતત સચોટ હુમલા માટે તૈયાર કરવામાં આવી છે.

નિષ્ણાતોના મતે સૂર્યાસ્ત્ર ભારત માટે એ જ ભૂમિકા ભજવી શકે છે, જે અમેરિકાની ૐૈંસ્છઇજી સિસ્ટમ આધુનિક યુદ્ધોમાં ભજવી રહી છે. યુક્રેન યુદ્ધમાં દુનિયાએ જોયું કે લાંબા અંતરની સચોટ રોકેટ સિસ્ટમ કેવી રીતે દુશ્મનના એરબેઝ, હથિયાર ડેપો અને કમાન્ડ સેન્ટરને તબાહ કરીને યુદ્ધનું વલણ બદલી શકે છે.

૩૦૦ કિલોમીટરની રેન્જનો અર્થ એ છે કે સરહદ નજીક તહેનાત ભારતીય સિસ્ટમ પાકિસ્તાનની અંદર ઘણી ઊંડાઈ સુધી રહેલા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. ખાસ વાત એ છે કે આટલી લાંબી રેન્જ હોવા છતાં સૂર્યાસ્ત્રની સચોટતા માત્ર બે મીટર સુધી સીમિત રહી. એટલે કે આ સિસ્ટમ માત્ર મોટા વિસ્તારને જ નહીં, પરંતુ કોઈ ખાસ સૈન્ય બંકર, રડાર યુનિટ કે કમાન્ડ પોસ્ટને પણ સીધું નિશાન બનાવી શકે છે. આવા હથિયારો દુશ્મનના એર ડિફેન્સ અને કમાન્ડ સ્ટ્રક્ચરને નબળું પાડવામાં અત્યંત અસરકારક માનવામાં આવે છે.

સૂર્યાસ્ત્રનું સફળ પરીક્ષણ ભારતના સંરક્ષણ ઉત્પાદન મોડલમાં આવી રહેલા બદલાવને પણ દર્શાવે છે. પહેલા અત્યાધુનિક હથિયારોનો વિકાસ મુખ્યત્વે સરકારી સંસ્થાઓ પૂરતો સીમિત હતો, પરંતુ હવે ખાનગી ભારતીય કંપનીઓ પણ મિસાઈલ, ડ્રોન અને એડવાન્સ આર્ટિલરી સિસ્ટમ્સ તૈયાર કરી રહી છે. આ પરીક્ષણ ઇન્ડિયન આર્મીના ખરીદી ઓર્ડર હેઠળ કરવામાં આવ્યું છે, જે એ વાતનો સંકેત છે કે સેના હવે ખાનગી કંપનીઓની સ્વદેશી ટેકનોલોજી પર ભરોસો વધારી રહી છે. બ્રહ્મોસ, પિનાકા, પ્રલય અને આકાશ જેવી સિસ્ટમ પછી હવે સૂર્યાસ્ત્ર પણ ભારતની સ્વદેશી સ્ટ્રાઈક ક્ષમતાને મજબૂત કરનારું નવું હથિયાર માનવામાં આવી રહ્યું છે.

Related posts

ધર્મેન્દ્ર શિક્ષણ, નિર્મલા નાણાં ખાતું ગુમાવી શકે

Master Admin

અમેરિકાથી ૩૫ હજારથી વધુ ગુજરાતીઓએ ૧ વર્ષમાં સ્વદેશ પરત ફરવું પડશે, ટ્રમ્પ

Master Admin

યુદ્ધ વચ્ચે સરકારની મોટી જાહેરાત, ૪૦થી વધુ સામાનો પર ઇમ્પોર્ટ ડ્યૂટી ખતમ

Master Admin

Leave a Comment

Translate »