શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત
યુવાનો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને આર્થિક રીતે નબળા વર્ગોને કેન્દ્રમાં રાખીને વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા,તા.૨૨ જૂન ૨૦૨૬ — પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે વર્ષ ૨૦૨૬ માટે યુવાનો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને આર્થિક રીતે નબળા વર્ગોને કેન્દ્રમાં રાખીને એક અત્યંત મહત્વકાંક્ષી અને વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું છે. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને સામાજિક કલ્યાણના સંકલ્પ સાથે રજૂ કરાયેલા આ બજેટમાં રોજગારી અને ભથ્થાઓને લઈને અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
રોજગાર અને સરકારી ભરતીઃ ૧ લાખ નોકરીઓની જાહેરાતઃયુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા બજેટમાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છેઃવિભાગીય ભરતીઃ રાજ્યના વિવિધ વિભાગોમાં કુલ ૧ લાખ નવી સરકારી નોકરીઓ આપવામાં આવશે. જેમાંથી ૫૦૦૦૦ પદો શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફ માટે તથા ૨૦૦૦૦ પદો પોલીસ વિભાગમાં ભરવામાં આવશે.
મહિલા અનામતઃ આ તમામ સરકારી ભરતીઓમાં મહિલાઓ માટે ૩૩% અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
અગ્નિવીરોને પ્રાધાન્યઃ લાયકાત મુજબ ૨૦ % પદો અગ્નિવીરો માટે અનામત રહેશે. આ ઉપરાંત સરકારી નોકરીઓમાં ઉપલી વય મર્યાદામાં ૫ વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જે આગામી ૨ વર્ષ સુધી લાગુ રહેશે.
મોંઘવારી ભથ્થું ૨૦% વધ્યુંઃ સરકારી કર્મચારીઓ માટે ડીએમાં ૨૦% નો તોતિંગ વધારો જાહેર કરાયો છે, જે ૧ ઓક્ટોબર ૨૦૨૬ થી લાગુ થશે. આ વધારા સાથે કુલ ડીએ ૩૮% થઈ જશે, જેનાથી કેન્દ્રીય અને રાજ્યના કર્મચારીઓ વચ્ચેનો તફાવત ૨૨% જેટલો ઘટી જશે.
આશા વર્કર્સઃ આશા કાર્યકર્તાઓના માસિક માનદ વેતનમાં ૫૦૦૦ રૂપિયાનો વધારો કરાયો છે.
પોલીસ અને વોલન્ટિયર્સઃ સિવિક વોલન્ટિયર્સ, વિલેજ પોલીસ, ગ્રીન પોલીસ અને હોમગાર્ડના વેતનમાં દર મહિને ૨૦૦૦ રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોનો પગાર વધારીને ૧૬૦૦૦ રૂપિયા કરવામાં આવશે.
પેન્શનમાં વધારોઃ વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગોના માસિક ભથ્થામાં ૫૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.યુવાનો માટે ’ભરોસા’ બેરોજગારી ભથ્થું અને મફત કોચિંગઃ’ભરોસા’ યોજનાઃ ૨૧ થી ૪૫ વર્ષના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ઓક્ટોબર મહિનાથી ’ભરોસા’ યોજના શરૂ થશે. ૧ લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોના સ્નાતક (ગ્રેજ્યુએટ) બેરોજગારોને ૩૦૦૦ અને અન્ય લાયક બેરોજગારોને ?૨૦૦૦ માસિક ભથ્થું મળશે.
શિક્ષણ ક્ષેત્રઃ ઝાડગ્રામ અને બાંકુડામાં બે સેન્ટ્રલ યુનિવર્સિટી (જેમાં ઝાડગ્રામમાં ટ્રાઇબલ યુનિવર્સિટી સામેલ છે) સ્થાપવામાં આવશે. આદર્શ શાળાઓ માટે ૨૧૦૦ કરોડ અને સંસ્કૃત કોલેજ તેમજ ભાષાના પ્રચાર માટે ?૫૦ કરોડ ફાળવાયા છે.
મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને અન્નપૂર્ણા યોજનાઃપિંક કાર્ડઃ મહિલાઓને મફત બસ પ્રવાસની સુવિધા આપવા માટે બજેટમાં ૫૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેના માટે ટૂંક સમયમાં ’પિંક કાર્ડ’ જાહેર કરાશે.
અન્નપૂર્ણા યોજનાઃ ગરીબોને પોષણ ક્ષમ આહાર પુરો પાડવા માટે આ યોજના હેઠળ ?૩૬૦૦૦ કરોડનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે.મિડ-ડે મીલ અને રમતગમતઃ પ્રાથમિક શાળાઓમાં મિડ-ડે મીલના ભોજનની કિંમત વધારીને પ્રતિ બાળક ૧૦ કરાશે. ઇસ્કોન ના સહયોગથી કોલકાતામાં પૌષ્ટિક ભોજન અપાશે. ઉત્તર બંગાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ બનશે અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં ૫ કરોડના ખર્ચે મિની ઇન્ડોર સ્ટેડિયમ તૈયાર કરાશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની જૂની તમામ સામાજિક સુરક્ષા યોજનાઓ ચાલુ રહેશે, પરંતુ વહીવટને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ’આપકી સરકાર, આપકે દ્વાર’ (આપના સરકાર, આપના પાસે) નામની નવી પહેલ શરૂ કરાશે. આ ઉપરાંત ધારાસભ્ય ફંડ ૭૦ લાખથી વધારીને ૧ કરોડ કરવામાં આવ્યું છે. નાણાં મંત્રીએ માહિતી આપી હતી કે હાલમાં રાજ્ય પર કુલ દેવું ૮૧૫૮ ૮૯૧ કરોડ છે.

