Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઈબોલા વાઈરસ અંગે ભારત સરકાર એલર્ટ, એડવાઈઝરી જાહેર

એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધારાયું

હાઈ-રિસ્ક દેશો જેવા કે ડીઆર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા કરનારા મુસાફરોમાં જો ઇબોલા સંબંધિત કોઈ પણ લક્ષણો દેખાય, તો પર પગલાં લેવા સૂચના

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ મે ૨૦૨૬ — દિલ્હી એરપોર્ટ પર ઇબોલા વાયરસને લઈને સ્વાસ્થ્ય સંબંધી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. DGHS (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ) એ આ ખતરનાક વાયરસને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, ઇબોલા વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવતા અથવા ત્યાંથી પસાર થતા મુસાફરોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હાઈ-રિસ્ક (વધુ જોખમ ધરાવતા) દેશો જેવા કે ડીઆર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા કરનારા મુસાફરોમાં જો ઇબોલા સંબંધિત કોઈ પણ લક્ષણો દેખાય, તો તેના પર તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ દેશોમાંથી દિલ્હી એરપોર્ટ પર આવતા મુસાફરોમાં જો તાવ, નબળાઈ અથવા થાક, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉલ્ટી-ઝાડા, અસ્પષ્ટ રક્તસ્રાવ (બ્લીડિંગ), ગળામાં ખરાશ જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં. આ સાથે જ, ઇબોલા રોગના દર્દીઓ અથવા શંકાસ્પદ દર્દીઓના લોહી કે શારીરિક પ્રવાહી (બોડી ફ્લૂઇડ્‌સ) ના સીધા સંપર્કમાં આવેલા મુસાફરોએ ઇમિગ્રેશન ક્લિયરન્સ પહેલાં એરપોર્ટ પર હેલ્થ ઓફિસર અથવા હેલ્થ ડેસ્કને તરત જ જાણ કરવી જોઈએ. આ સાથે જ DGHS એ આવા લોકો માટે જરૂરી સલાહ આપતા કહ્યું છે કે, કોઈ પણ મુસાફર ભારત આવ્યાના ૨૧ દિવસની અંદર જો ઇબોલા સંબંધિત કોઈ પણ લક્ષણો અનુભવે, તો તરત જ તબીબી સહાય લે અને સ્વાસ્થ્ય અધિકારીઓને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી (મુસાફરીના ઇતિહાસ) ની માહિતી આપે. મુસાફરોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમો (IHR) ના હિતમાં, સ્વાસ્થ્ય તપાસ અને સાર્વજનિક સ્વાસ્થ્યના પગલાંઓમાં સહયોગ આપો. એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (APHO) તરફથી આ વાત કહેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી ઇબોલા વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા તેને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકારે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. એરપોર્ટ અને અન્ય પ્રવેશ દ્વારો (એન્ટ્રી પોઈન્ટ્‌સ) પર દેખરેખ અને સ્ક્રિનિંગ વધુ કડક કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઇબોલા એક ખતરનાક અને જીવલેણ રોગ છે. તે મનુષ્યોની સાથે-સાથે અન્ય પ્રાઈમેટ્‌સ (વાંદરા જેવી પ્રજાતિઓ) ને પણ પ્રભાવિત કરે છે. આ વાયરસ સામાન્ય રીતે જંગલી પ્રાણીઓ જેવા કે ચામાચીડિયા, શાહુડી (સાહુડી) અને વાંદરાની કેટલીક પ્રજાતિઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. ત્યારબાદ, તે સંક્રમિત વ્યક્તિના લોહી, શરીરના પ્રવાહી, અંગો અથવા અન્ય સ્ત્રાવના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ઉપરાંત, સંક્રમિત વ્યક્તિના દૂષિત બિસ્તર કે કપડાંથી પણ તે ફેલાઈ શકે છે.

Related posts

કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો

Master Admin

ભારતે સિંધુ જળ સંધિ પર આંતર રાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો

Master Admin

મહિલા અનામતની વાત સૌથી પહેલા કોંગ્રેસે કરી હતી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો

Master Admin

Leave a Comment

Translate »