Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of Indianational

સરકારના ખાતામાં રૂ.૩.૫ લાખ કરોડ જમા કરાવશે RBI

કેન્દ્ર સરકાર માટે આર્થિક મોરચે રાહતના સમાચાર

RBI બોર્ડની શુક્રવારે એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે જેમાં આ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી શકે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ મે ૨૦૨૬ — કેન્દ્ર સરકાર માટે આર્થિક મોરચે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવી રહ્યા છે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સરકારને અત્યાર સુધીનું સૌથી રૅકોર્ડબ્રેક સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર, આ ચૂકવણી ૨.૭ લાખ કરોડ રૂપિયાથી લઈને ૩.૫ લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

RBI બોર્ડની શુક્રવારે(૨૨ મે) એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. જેમાં આ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી શકે છે. જો આ રકમ અંદાજ મુજબ ૩.૫ લાખ રૂપિયા કરોડની આસપાસ રહેશે, તો તે દેશના ઈતિહાસમાં RBI દ્વારા સરકારને આપવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્ડ હશે.

ગયા નાણાકીય વર્ષમાં પણ આરબીઆઈએ સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું રૅકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું હતું. પરંતુ આ વર્ષે તેમાં ધરખમ વધારો થવાની આશા છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં RBI દ્વારા સરકારને અપાતા ડિવિડન્ડમાં ત્રણ ગણો વધારો થયો છે. જે કેન્દ્ર સરકાર માટે નોન-ટેક્સ રેવન્યુનો એક મોટો સ્ત્રોત બની ગયો છે. તમને પ્રશ્ન થશે કે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે તો RBI આટલી કમાણી ક્યાંથી કરી રહ્યું છે? નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયામાં આશરે ૧૦ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે ઇમ્ૈં પાસે રહેલી વિદેશી ચલણની સંપત્તિનું મૂલ્ય વધી ગયું છે. રૂપિયાને વધુ ગગડતો અટકાવવા માટે RBIએ ચલણ બજારમાં સક્રિયપણે હસ્તક્ષેપ કરીને મોટા પાયે ડૉલરનું વેચાણ કર્યું હતું, જેનાથી બૅંકને મોટો નફો થયો છે. પડકારો છતાં નાણાકીય વર્ષ ૨૦૨૬માં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ૩ ટકા વધીને લગભગ ૬૮૮ અબજ ડૉલર પર પહોંચી ગયું છે. આ સિવાય વિદેશી રોકાણોમાંથી મળેલી ઊંચી ઉપજ અને કરન્સી પ્રિન્ટિંગ પ્રવૃત્તિઓમાંથી થયેલી આવકે પણ RBIના નફામાં મોટો ભાગ ભજવ્યો છે. આ અઢળક નાણાં મળવાથી સરકારને દેશના વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં ખૂબ જ મોટી મદદ મળશે. જોકે, આ સંભવિત ચૂકવણી અંગે રિઝર્વ બૅંક દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી અને શુક્રવારની બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

Related posts

RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત

Master Admin

બંગાળમાં દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ખોલાશે : મોદી

Master Admin

અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ

Master Admin

Leave a Comment

Translate »