Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર

ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૮ જૂન નક્કી કરાઈ

૧૮ જૂન ૨૦૨૬ના રોજ સવારે મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ જૂન ૨૦૨૬ — ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડી વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

જે મુજબ ગુજરાતની ૪ મહત્વની રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૮ જૂન ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. જ્યારે ભરાયેલા ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૧ જૂન ૨૦૨૬ રહેશે. ૧૮ જૂન ૨૦૨૬ના રોજ સવારે મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે.

ગુજરાત કયા ચાર રાજ્યસભાના સાંસદ થઈ રહ્યા છે નિવૃત?
-રામભાઈ હરજીભાઈ મોકરીયા
-અમીન નરહરિ હીરાભાઈ
-ગોહિલ શક્તિસિંહ હરિચંદ્રસિંહ
-રમીલા બેચરભાઈ બારા

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ચૂંટણી જાહેરનામું (NOification):૧ જૂન ૨૦૨૬
નામાંકન (Nomination) ભરવાની છેલ્લી તારીખઃ ૮ જૂન ૨૦૨૬
નામપત્રોની ચકાસણી Scrutiny: ૯ જૂન ૨૦૨૬
નામ ખેંચવાની છેલ્લી તારીખઃ ૧૧ જૂન ૨૦૨૬
મતદાન અને પરિણામઃ ૧૮ જૂન ૨૦૨૬

ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ ૨૧ જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોઈપણ પક્ષને ૩૭ ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જ્યારે હાલમાં કોંગ્રેસ પાસે માત્ર ૧૨ ધારાસભ્યો જ છે. જો કોંગ્રેસ પાસે ૧૦ ધારાસભ્યો હોય તો તેઓ માત્ર પોતાની દાવેદારી નોંધાવી શકે છે, પરંતુ જો ભાજપ થોડો પણ પ્રયાસ કરશે તો કોંગ્રેસ માટે ઉમેદવારી ફોર્મ ભરવું પણ મુશ્કેલ બની જશે. પરિણામે, જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.

આ ચૂંટણીમાં જે ૧૦ રાજ્યો સામેલ છે તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ, કર્ણાટક અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૌથી વધુ ૪-૪ બેઠકો ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ખાલી થઈ રહી છે. જ્યારે રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીત સિંહની બેઠકો ખાલી થશે.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પહેલા ભાજપની મોટી કાર્યવાહી

Master Admin

રાજનીતિક સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો

Master Admin

પોલીસે દરોડો પાડતા પતિ ફરાર, પત્ની દારૂના જથ્થા સાથે ઝડપાઈ

Master Admin

Leave a Comment

Translate »