Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

વિદ્યુત નિરિક્ષક કચેરીના ક્લાસ વન અધિકારીનો કાળો કારોબાર

એ. બી. ચૌધરીને લાંચ લેવાના કેસમાં ઝડપાયા

ગાંધીનગરમાં એસીબીએ વિદ્યુત નિરિક્ષક કચેરીના ક્લાસ-વન અધિકારીને પાંચ લાખની લાંચ લેતા ઝડપ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧ જૂન ૨૦૨૬ — એન્ટી કરપ્શન બ્યૂરોએ ગાંધીનગરમાંથી ક્લાસ વન અધિકારી એ. બી. ચૌધરીને લાંચ લેવાના કેસમાં ઝડપી પાડ્યા છે. તેમની પર સોલર પેનલની મંજૂરી માટે લાખોની લાંચ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે અંગેની તપાસ કરતા તેમની કારમાંથી પાંચ લાખની રોકડ રકમ મળી આવી હતી. જે બાદ એસીબીની ટીમે અધિકારીના ગાંધીનગર અને સુરતના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. એસીબીને તપાસ કરતા તેમના બંને મકાન તથા ગાડીમાંથી ૧ કરોડ ૭૬ લાખ રોકડા મળ્યા છે. આ સાથે સોના-ચાંદી ૮૮ લાખ ૮૨ હજારની કિંમતના દાગીના મળ્યા છે. તેમની પાસેથી કુલ ૨ કરોડ ૬૪ લાખની મત્તા મળી આવી છે. જેથી તેમની પર અપ્રમાણસર મિલકત હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ક્લાસ વન અધિકારી એ. બી. ચૌધરી અંગે એવી પણ માહિતી મળી રહી છે કે, તેઓ અહીં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતા હતા. એક અઠવાડિયામાં ૧૦૦ ફાઇલ ક્લિયર કરી છે. તેમની નોકરીના માત્ર આઠ મહિના જ બાકી હતા.

ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ (એસીબી) વિદ્યુત નિરિક્ષક કચેરીના ક્લાસ-વન એ.બી.ચૌધરી પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. એ.બી.ચૌધરીએ સોલાર પેનાલ નાખવા માટે લાંચ માંગી હતી. જે બાદ છઝ્રમ્એ અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એસીબીને આ અંગેની બાતમી મળી હતી કે, ઉદ્યોગ ભવનની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી તેમણે સોલર પ્રોજેક્ટમાં સ્થળ તપાસ વગર જ એનઓસી ઈશ્યુ કરે છે અને લાંચ મેળવે છે. આ લાંચ તે રોજ પોતાની સરકારી કારમાં ઘરે લઈ જાય છે. જેથી તપાસ કરતા તેમની કારમાંથી પાંચ લાખથી વધુ રૂપિયા રોકડ મળ્યા હતા. તેમના ઘરે પણ અમે તપાસ કરી હતી. જેમાં ગાંધીનગર અને સુરત મકાનોમાં સર્ચ કર્યુ હતુ. જેમાં ગાંધીનગર અને સુરતના મકાનો અને ગાડીમાંથી કુલ એક કરોડ ૭૬ લાખ ૧૪ હજારની રોકડ રકમ અને ૮૮ લાખ ૮૨ હજારની કિંમતના સોના ચાંદીના દાગીના, લગડીઓ અને સિક્કાઓ મળ્યા છે. જેથી કુલ બે કરોડ ૬૪ લાખથી વધુની મત્તા મળી આવી છે.

Related posts

ગુજરાતમાં વાહનચાલકો બેફામઃ પાંચ વર્ષમાં હિટ એન્ડ રનના ૯૫૯૭ બનાવ

Master Admin

કેન્દ્રિય ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા તળાવોને સજીવન અને ઇન્ટરલિકિંગ કરવાનું અભિયાન ધરવામાં આવ્યું છે તે પૈકી આજરોજ આનંદમ્ જેડવા તળાવનું લોકાર્પણ કરવામાં આવશે

Master Admin

માતૃશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ

Master Admin

Leave a Comment

Translate »