Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

સુરતમાં દારૂના નશામાં કારે એક પછી એક ત્રણ વાહનોને લીધા અડફેટે

ઓલિવ સર્કલ નજીક મોડી સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી

પોલીસે કાર કબજે લઈ સંબંધિત વ્યક્તિને પૂછપરછ માટે લઈ જતાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧ જૂન ૨૦૨૬ — સુરત શહેરના પોશ વિસ્તારમાં આવેલા ઓલિવ સર્કલ નજીક મોડી સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલ્ડર તેમજ ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા અને અગાઉથી વિવાદોમાં રહેલા એક વ્યક્તિએ દારૂના નશામાં વાહન હંકારીને એક પછી એક ત્રણ વાહનોને ટક્કર મારતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ તાત્કાલિક વાહન રોકીને પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ઓલિવ સર્કલ વિસ્તારમાં ઝડપથી પસાર થઈ રહેલી કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી. કાર ચાલકે માર્ગ પર ઊભેલા તેમજ પસાર થઈ રહેલા ત્રણ અલગ-અલગ વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતના અવાજ સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચલાવનાર વ્યક્તિ સ્પષ્ટપણે દારૂના ચિક્કાર નશામાં જણાતો હતો. અકસ્માત બાદ લોકોએ તેને કારમાંથી બહાર કાઢ્યો હતો. તેની બોલચાલ અને વર્તન પરથી તે નશાની હાલતમાં હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. લોકોએ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્થળ પર જ પોલીસને બોલાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

પોલીસે કાર કબજે લઈ સંબંધિત વ્યક્તિને પૂછપરછ માટે લઈ જતાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. નશાની સ્થિતિની પુષ્ટિ કરવા માટે મેડિકલ તેમજ અન્ય જરૂરી પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અકસ્માતમાં સંડોવાયેલા વ્યક્તિની ઓળખ મંજુ સિંગ રાઠોડ તરીકે થઈ હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. મંજુ સિંગ રાઠોડ બિલ્ડર તેમજ ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.

શહેરમાં તે વિવાદિત ફાઇનાન્સર તરીકે ઓળખ ધરાવતો હોવાની ચર્ચા છે. તેના વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પ્રકારની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ હોવાના આક્ષેપો સ્થાનિક સ્તરે થઈ રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં દારૂના નશામાં વાહન ચલાવવાના વધતા બનાવો સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Related posts

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની દિલ્હીમાં બેઠક

Master Admin

‘નલ સે જલ’ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ

Master Admin

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી,૫ વર્ષમાં ૩૦% કેસ વધ્યાં

Master Admin

Leave a Comment

Translate »