Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
AwarenessbusinessGujarat

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

  • સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી યોજનાઓનું એકત્રીકરણ કરે છે

અમદાવાદ, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં પોતાના ફ્લેગશિપ ઈન્ટીગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (આઈવીડીપી)ને મજબૂત બનાવતાંટાટા મોટર્સ ફાઉન્ડેશન દ્વારા સાણંદ અને ધોળકા બ્લોક્સમાં સરકારી યોજનાઓનું એકત્રીકરણ કરીને ૧૯,૦૦૦ જીવન પર હકારાત્મક પ્રભાવ પાડવામાં આવ્યો હતો. આ પહેલ કંપનીના સિદ્ધ સંપાત પ્રેરિત ગ્રામીણ વિકાસ મોડેલની પ્રતિકૃતિ અનુકરણ છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારી યોજનાઓનો સુમેળ સાધીને સ્થાનિક શાસન મજબૂત બનાવે છે, મહત્ત્વપૂર્ણ સેવાઓની પહોંચ વિસ્તારે છે અને તળિયાના સ્તરે સક્ષમ અને સમુદાય પ્રેરિત પરિવર્તન લાવે છે.

સાણંદમાં તેના ઉત્પાદન એકમ આસપાસ ગ્રામીણ અને આદિવાસી સમુદાયોનો ઉદ્ધાર કરતાંટાટા મોટર્સ ફાઉન્ડેશને ગરીબી નાબૂદ કરવા, ઘરેલુ આવક વધારવા અને તાણ હેઠળ હિજરત કરવાનું રોકવા માટે નવાપરા અને નાના શાહપુર એમ બે ગામમાં ઈન્ટીગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પ્રતિકૃત કર્યા છે. ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ભાગીદારીમાંટાટા મોટર્સ ફાઉન્ડેશને દેવથદલ ગ્રામ પંચાયતમાં એક સમયે નિર્જન ગામડું નવાપરામાં મૂળ આદિવાસી સમુદાયો સાથે સહભાગ કર્યો હતો. આઈવીડીપીથી વૈકલ્પિક આજીવિકા તકો ઊભી થઈ અને સ્થાનિક ઉદ્યોજકતાને પ્રોત્સાહન મળતાં નવાપરામાં હિજરતનું પ્રમાણ લગભગ ૮૦ ટકા ઓછું થયું છે. મોજૂદ ડેમનો કાયાકલ્પ કરાતાં આસપાસના વિસ્તારમાં ૧૫૦ બોરવેલ રિચાર્જ થયા છે, જેનાથી પાણીની ઉપલબ્ધતા અને કૃષિ ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો થયો છે. મત્સ્યપાલન, ઓર્ગેનિક કિચન ગાર્ડન અને ઈકો- ટુરીઝમ જેવી મધ્યસ્થીએ સ્થિતિસ્થાપકતાને વધુ મજબૂત બનાવી છે.

આ ગતિ પર સવારી કરતાંટાટા મોટર્સ ફાઉન્ડેશને મોનો- ક્રોપિંગ, માટીની કથળતી સ્થિતિ, હેલ્થકેરને મર્યાદિત પહોંચ અને મર્યાદિત આજીવિકાની તકો જેવા પડકારોનો સમુદાયો દ્વારા સામનો કરાય છે તે ધોળકા બ્લોકમાં આઈવીડીપી વિસ્તારવા માટે અંબુજા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. આ પ્રોગ્રામ છ ગામને આવરી લે છે, જેમાં ખાતરીપુર, અંબેઠી, અંધારી, વીરપુર, ભેટાવાડા અને નેસડાનો સમાવેશ થાય છે, જ્યાં પાણી સંસાધન વ્યવસ્તાપન, આજીવિકા ડાઈવર્સિફિકેશન, મહિલા સ્વ- સહાય સમૂહો, હેલ્થકેર અને શિક્ષણને સુધારિત પહોંચ તેમ જ યુવા કૌશલ્ય વિકાસ જેવી લક્ષ્યની મધ્યસ્થીઓ થકી ગુજરાતમાં સ્વ- સક્ષમ ગામડાંઓના લક્ષ્યને આગળ ધપાવ્યું છે.

આ પહેલ અંગે બોલતાં ટાટા મોટર્સ ફાઉન્ડેશનના સીઈઓ વિનોદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “ઈન્ટીગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગ્રામીણ વિકાસનું સક્ષમ, વિસ્તારક્ષમ અને પ્રતિકૃત મોડેલ છે, જેણે પરિવર્તનકારી અને માપક્ષમ પરિણામો પ્રદાન કર્યાં છે. પ્રોગ્રામથી મોજૂદ સરકારી યોજનાઓ સાથે સામાજિક મધ્યસ્થીઓનો સુમેળ સાધીને વ્યૂહાત્મક રીતે સાણંદ અને ધોળકા બ્લોક્સમાં ૧૯,૦૦૦ જીવનને પ્રત્યક્ષ લાભ કરાવ્યો છે. પ્રોગ્રામનું ગુજરાતમાં વિસ્તરણ રાજ્યમાં સક્ષમ ગ્રામીણ પરિવર્તન માટે સમુદાયની માલિકીની, ઉચ્ચ સ્તરીય કાર્યરેખા વિકસાવવાની અમારી કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.”

૨૦૧૮માં લોન્ચ કરાયેલી આઈવીડીપી પ્રતિકૃતિક્ષમ અને ઉચ્ચ સ્તરીય ગ્રામીણ વિકાસ કાર્યરેખામાં ઉત્ક્રાંતિ પામી છે, જે મનરેગા, જળ જીવન મિશન અને પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના જેવી સરકારી યોજનાઓને જોડે છે અને ઘણાં બધાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) પર પ્રગતિ કરી રહી છે. ચાર રાજ્યની ૨૪ ગ્રામ પંચાયતમાં હાજરી સાથેટાટા મોટર્સ ફાઉન્ડેશન પ્રોગ્રામને ગ્રામ સ્તરે અમલબજાવણીથી પ્રણાલીગત પરિવર્તન પ્રેરિત કરવા સક્ષમ નીતિ આધારિત મોડેલમાં ઉચ્ચ સ્તરે લઈ જવા રાજ્ય સરકારો સાથે નજીકથી કામ કરી રહી છે.

2018 માં લોન્ચ કરાયેલ, ઈન્ટીગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IVDP) ગ્રામીણ વિકાસ અને સમુદાય સ્વ-નિર્ભરતા માટે એક રાષ્ટ્રીય મોડેલ તરીકે વિકસિત થયો છે, જે 5 રાજ્યોમાં 103 ગ્રામ પંચાયતોના લગભગ 200 ગામડાઓને આવરી લે છે. નાણાકીય વર્ષ 2025-26 માં, આ કાર્યક્રમનો 1,15,000 થી વધુ લોકો પર સકારાત્મક પ્રભાવ પડ્યો અને 20 કરોડ રૂપિયાની 50 સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાણ કરીને પાયાના શાસન અને સંસ્થાકીય ક્ષમતાને મજબૂત બનાવવામાં આવી, સાથે સાથે જાહેર સંસાધનોની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવી. જ્યારે સરકારી કલ્યાણ સ્થાપત્ય વ્યાપક છે, ત્યારે IVDP સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવીને, દસ્તાવેજીકરણની ખામીઓને દૂર કરીને અને શાસન ક્ષમતાનું નિર્માણ કરીને છેલ્લા માઇલ સુધી પહોંચ સુનિશ્ચિત કરે છે જે ગામડાઓને સ્વતંત્ર રીતે પ્રગતિ ટકાવી રાખવા સક્ષમ બનાવે છે.

== સમાપ્ત ==

Related posts

ગુટખા અને પાનમસાલા પર એક વર્ષ માટે પ્રતિંબધ લંબાવવામાં આવ્યો

Master Admin

સી મનસુખલાલ જ્વેલર્સ ખાતે અમદાવાદ ટાઈમ્સ ફૅશન વીકના 5 મા એડિશનનાં લોગોનું અનાવરણ કરવામાં આવ્યું

Master Admin

84% of B2B marketing leaders in India say real voices matter more as AI floods the internet with content: LinkedIn

Reporter1

Leave a Comment

Translate »