Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

સ્થાનિક સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મોટો ફિયાસ્કો થયો

હળવદમાં ભાજપનું સાવરણા નાટક

ઉત્સાહી નેતાઓએ માત્ર ફોટો સેશન અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં ખુદ પોતાના જ સાંસદને પણ અંધારામાં રાખ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી,તા.૧૦ જૂન ૨૦૨૬ — મોરબી જિલ્લાના હળવદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મોટો ફિયાસ્કો થયો છે. શહેરમાં પર્યાવરણની જાગૃતિ માટે ‘એક પેડ મા કે નામ’અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના સાંસદ ચંદુભાઈ સિહોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જોકે, ભાજપ સંગઠનના કેટલાક ઉત્સાહી નેતાઓએ માત્ર ફોટો સેશન અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં ખુદ પોતાના જ સાંસદને પણ અંધારામાં રાખ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે હવે આખું સંગઠન ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે.બન્યું એવું કે, સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સાંસદ ચંદુભાઈ સિહોરાના હસ્તે હાથમાં સાવરણો આપીને સફાઈ કામગીરીની શરૂઆત કરાવવામાં આવી હતી. સાંસદ અને અન્ય નેતાઓએ કેમેરા સામે પોઝ આપીને સાવરણા ફેરવ્યા હતા અને ફોટા પડાવ્યા હતા.

જો કે નેતાઓનું આ આભાસી સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો સેશન પૂરતું જ સીમિત હતું તેની પોલ મિનિટોમાં જ ખુલી ગઈ હતી.

જેવા સાંસદ અને નેતાઓના ફોટા પડી ગયા, કે તુરંત જ સ્થાનિક પદાધિકારીઓએ જનતાની આંખમાં ધૂળ નાખવા માટે તે જ જગ્યા પર નગરપાલિકાનું હાઇટેક સ્વીપર મશીન દોડાવી દીધું હતું.

આ ઘટનાના લાઈવ દ્રશ્યો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં હળવદ સહિત સમગ્ર મોરબી જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સ્થાનિક નાગરિકો સોશિયલ મીડિયા પર ભાજપના આ ’સાવરણા નાટક’ પર ફિટકાર વરસાવી રહ્યા છે

Related posts

અમદાવાદમાં ‘સેક્રેડ રાસ’નું ભવ્ય લોન્ચિંગ; નવરાત્રી 2026 માટે હરિઓમ ગઢવી મુખ્ય ગાયક તરીકે જાહેર

Reporter1

ગુજરાત માથે રૂપિયા ૩.૮૦ લાખ કરોડનું દેવું

Master Admin

ભારત-યુરોપ વચ્ચે મધર ઓફ ડીલ્સ પહેલા અમેરિકા અકળાયું

Master Admin

Leave a Comment

Translate »