Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાનનો અત્યાર સુધીનો સૌથી મોટો વળતો પ્રહાર

૩ દેશોમાં ૧૮ અમેરિકન સૈન્ય ઠેકાણા હચમચાવ્યા

જૉર્ડને પોતાની સરહદમાં આવતી ૫ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાની પુષ્ટિ કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
તહેરાન, તા.૧૧ જૂન ૨૦૨૬ — પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી અને અમેરિકન સેના દ્વારા ટૉમહૉક ક્રૂઝ મિસાઇલોના પ્રહાર બાદ, ઈરાને પણ અમેરિકા સામે આરપારની લડાઈનું એલાન કરીને જોરદાર વળતો પ્રહાર કર્યો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ દાવો કર્યો છે કે તેણે બહેરીનમાં સ્થિત અમેરિકન નૌકાદળના પાંચમા બેડાના હેડક્વાર્ટરને નિશાન બનાવીને ‘શાહિદ-૧૩૬’ વિનાશક આત્મઘાતી ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. ઈરાને ફરી એકવાર બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને હચમચાવી નાખ્યા હતા. ઈરાની ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, IRGC ની એરોસ્પેસ ફોર્સ અને નેવીએ બે તબક્કામાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ હુમલામાં અમેરિકાના અલ-સલેમ એર બેઝ, અહમદ અલ-જાબેર એર બેઝ અને શેખ ઇસા એર બેઝ પર આવેલા અંદાજે ૧૮ જેટલા મહત્વના સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કરવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત, બહેરીનમાં અમેરિકન સેનાની કમ્યુનિકેશન સિસ્ટમ અને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમના રડાર લોકેશનને પણ નિશાન બનાવાયા છે, જેના કારણે સમગ્ર બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે. જૉર્ડને પણ પોતાની સરહદમાં આવતી ૫ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાની પુષ્ટિ કરી છે.

Related posts

અમેરિકા-ઈઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ વિનાશક બન્યું

Master Admin

અમેરિકા, ઈઝરાયેલ અને યુરોપના દેશોના ઓઈલ ટેન્કર નહીં પસાર થવા દઈએઃ ઈરાન

Master Admin

‘ઈરાનના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ’

Master Admin

Leave a Comment

Translate »