Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

લખનૌમાં કોચિંગ સેન્ટરમાં લાગી ભીષણ આગ, ૧૪ લોકોના મોત

જીવ બચાવવા લોકો છત પરથી કૂદ્યા

અલીગંજના પૂર્ણિયા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો : ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા.૨૨ જૂન ૨૦૨૬ — લખનૌના અલીગંજના પૂર્ણિયા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ ફાટી નીકળવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને થોડીવારમાં જ આખી બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગઈ હતી. આગમાં ૧૪ લોકોના મોત થયાના અહેવાલ છે. શરૂઆતના અહેવાલોમાં કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે,ગ્રાઉન્ડ ફ્લોર પર એક પેટ શોપ હતી અને ઉપરના માળે ગેમિંગ ઝોન આવેલું છે.

આગ લાગ્યા બાદ ઉપરના માળે રહેલા લોકો ગભરાઈ ગયા હતા. લોકો બાથરૂમમાં ફસાયેલા હોવાના અહેવાલો હતા, પરંતુ બચાવ કામગીરી દરમિયાન તમામ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગનો કોલ મળતાં જ ફાયર અને પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોએ પણ બચાવ પ્રયાસોમાં મદદ કરી હતી. આગની તીવ્રતાને જોતાં ઘણા લોકો બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માટે છત પરથી કુદ્યા હતા. તો ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. ઁર્સ્ંએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ.૨ લાખ અને ઘાયલોને રૂ.૫૦,૦૦૦ની સહાય આપવામાં આવશે.

અગ્નિશામકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. હાલમાં કુલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બાબતની નોંધ લીધી અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવા નિર્દેશ આપ્યો. તેમણે વહીવટીતંત્રને સતર્ક રહેવા અને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી.

નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ ઘટના અંગે પૂછપરછ કરી અને રાહત પ્રયાસોનું નિરીક્ષણ કર્યું. પ્રારંભિક આશંકા વચ્ચે, ૪-૫ લોકો ફસાયેલા હોવાની શક્યતા હોવાના અહેવાલો હતા. ઘટના બાદ વિસ્તારમાં ફેલાયેલી અરાજકતા ઓછી થઈ ગઈ છે અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

ઘટના બાદ ચૌદ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, બાળકો અને અન્ય લોકોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી.

અધિકારીઓનું કહેવું છે કે બચાવ કામગીરી પૂર્ણ થયા પછી અને તમામ ઘાયલોની સ્થિતિ સ્પષ્ટ થયા પછી જ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. જોકે, કેટલાક લોકોને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હોવાને કારણે, મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાતી નથી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની કડક નોંધ લઈને ડીજીપી અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સ્થળની મુલાકાત લઈને વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ડીએમ વિશાખ અને એડીસીપી નોર્થ ટિ્‌વંકલ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યોની સીધી દેખરેખ રાખી હતી. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને તપાસ ચાલુ છે.

Related posts

ભારત આ વર્ષે જ અંતરિક્ષમાં પોતાનું AI ડેટા સેન્ટર ઉભું કરીને નવો ઇતિહાસ રચશે

Master Admin

અલગ દેખાવા માટે ડિઝાઇન: POVA 8 નું વેચાણ 18 જૂનથી સમગ્ર ભારતમાં શરૂ થશે

Master Admin

૨૦૨૬ દુનિયાનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે

Master Admin

Leave a Comment

Translate »