Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratnational

અમદાવાદના આર્કિટેક્ટ જયેશ હરિયાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ (RIBA)ના ફેલો (Fellow) તરીકે સન્માન

FAIA તરીકેના અગાઉ સન્માન સાથે, RIBA અને અમેરિકન ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેક્ટ્સ (AIA)  બંનેના ફેલો (Fellow) તરીકે સન્માનિત થનાર ભારતના માત્ર ત્રીજા આર્કિટેક્ટ બન્યા જયેશ હરિયાણી 

અમદાવાદ, ગુજરાત | ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ | ભારતની વૈશ્વિક ડિઝાઇન પરંપરાને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અમદાવાદ સ્થિત INI Design Studioના સ્થાપક અને સિનિયર પ્રિન્સિપલ આર્કિટેક્ટ જયેશ હરિયાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ (Royal Institute of British Architects – RIBA) દ્વારા ઇન્ટરનેશનલ ફેલો (FRIBA) તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં વિશ્વના સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માનોમાં આ એક ગણાય છે.

આ પ્રતિષ્ઠિત સન્માન એવા આર્કિટેક્ટ્સને આપવામાં આવે છે, જેમણે પોતાના દેશની સીમાઓથી આગળ જઈને આર્કિટેક્ચર અને સમાજના વિકાસમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત પીઅર-રિવ્યુ પ્રક્રિયા દ્વારા આપવામાં આવતું FRIBA આર્કિટેક્ચર ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત આજીવન સન્માનોમાંનું એક માનવામાં આવે છે.

આ માન્યતા હરિયાણીના આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક દરજ્જામાં વધારો કરે છે. આ સન્માન સાથે જયેશ હરિયાણી ભારતીય મૂળના એવા અત્યંત મર્યાદિત આર્કિટેક્ટ્સના સમૂહમાં સામેલ થયા છે, જેમને RIBA ફેલોશિપ પ્રાપ્ત થઈ છે. આ પહેલાં, 2021માં, તેમને  અમેરિકન ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેક્ટ્સ (AIA) ના કોલેજ ઓફ ફેલોનું પણ સન્માન પ્રાપ્ત થયેલ છે.

FRIBA અને FAIA બંનેને વિશ્વના આર્કિટેક્ચર ક્ષેત્રના બે સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માનોમાં ગણવામાં આવે છે. ભારતીય મૂળના આર્કિટેક્ટ્સમાં બંને ફેલોશિપ પ્રાપ્ત કરવી એ એક સિદ્ધિ છે.  FRIBA અને FAIA બંને સાથે, જયેશ હરિયાણી ભારતીય મૂળના આર્કિટેક્ટ્સના એક દુર્લભ જૂથમાં જોડાયા જેમણે બંને સન્માન મેળવ્યા છે. સ્વર્ગસ્થ બી. વી. દોશી, સ્વર્ગસ્થ ચાર્લ્સ કોરિયા અને જયેશ હરિયાણી ભારતના એવા માત્ર ત્રણ આર્કિટેક્ટ્સ છે, જેમને RIBA અને AIA બંનેના ફેલોનું સન્માન પ્રાપ્ત થયેલ છે.

આ સન્માન અંગે બોલતા, જયેશ હરિયાણીએ કહ્યું કે, “આર્કિટેક્ચરનો હેતુ એવા સ્થળો બનાવવાનો છે જે બદલાતા સમાજના લોકો, સંદર્ભ અને જરૂરિયાતોને પ્રતિભાવ આપે છે. RIBA જેવી સંસ્થા દ્વારા સન્માન મેળવવી એ એક દુર્લભ છે, પરંતુ હું તેને વ્યક્તિગત સીમાચિહ્ન તરીકે ઓછું અને અમારા કાર્યના લોકોએ વર્ષોથી જે કાર્યમાં યોગદાન આપ્યું છે તેના સન્માન તરીકે વધુ જોઉં છું. તે ડિઝાઇન કેવી રીતે કાયમી મૂલ્ય બનાવી શકે છે તેનું અન્વેષણ કરવાનું ચાલુ રાખવાની જવાબદારીને પણ મજબૂત બનાવે છે.”

ત્રણ દાયકાથી વધુની વૈશ્વિક વ્યાવસાયિક સફર

ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન જયેશ હરિયાણીએ આર્કિટેક્ચર પ્રત્યેના એક સંકલિત અભિગમને સતત પ્રોત્સાહન આપ્યું છે, જેમાં અર્બન પ્લાનિંગ, એન્જિનિયરિંગ, લેન્ડસ્કેપ આર્કિટેક્ચર, સસ્ટેનેબિલિટી અને રિસર્ચનો સમાવેશ થાય છે.

તેમના નેતૃત્વ હેઠળ અમદાવાદ મુખ્ય મથક ધરાવતું INI Design Studio ભારતની અગ્રણી અને બહુવિષયક એવોર્ડવિનિંગ ડિઝાઇન સંસ્થાઓમાં વિકસ્યું છે. સંસ્થામાં આશરે 500 પ્રોફેશનલ્સ કાર્યરત છે અને તેમના દ્વારા ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિવિધ ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. તેમાં એજ્યુકેશનન, હેલ્થકેર, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, અર્બન ડેવલોપમેન્ટ, ટુરીઝમ, એરપોર્ટ્સ, સીવીક અને મ્યુઝીયમ, હોસ્પિટાલિટી, સ્પોર્ટસ, વોટરફ્રન્ટ, પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્ચરલ હેરિટેજ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

INI Design Studio દ્વારા ભારતના પરિવર્તનશીલ બિલ્ટ એન્વાયર્નમેન્ટમાં યોગદાન આપતા કેટલાક નોંધપાત્ર પ્રોજેક્ટ્સ:

  • પવિત્ર નગરોના માસ્ટરપ્લાન: કેદારનાથ, બદ્રીનાથ, અંબાજી અને બેટ દ્વારકા
  • વોટરફ્રન્ટ માસ્ટરપ્લાન: ડુમસ સી ફેસ, ધરોઈ ડેમ વિસ્તાર, વિશાખાપટ્ટનમ બીચફ્રન્ટ-બે સિટી, અટલ સરોવર, શિવરાજપુર બીચફ્રન્ટ અને ચેન્નાઈ શોરલાઇન રિવાઇટલાઇઝેશન
  • રાજકોટ સ્માર્ટ સિટી માસ્ટરપ્લાન
  • રાજકોટ અને ભુજ ખાતે સાયન્સ સેન્ટર્સ
  • ગુજરાત સાયન્સ સિટી માસ્ટરપ્લાન, જેમાં એક્વેટિક ગેલેરી તેમજ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે
  • મહત્વપૂર્ણ શૈક્ષણિક કેમ્પસ: શિવ નાદર યુનિવર્સિટી, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)
  • સિવિક અને એડમિનિસ્ટ્રેટીવ કેમ્પસ: મેઘાલય સેક્રેટરીએટ એન્ડ ડીરેક્ટોરેટ કોમ્પલેક્સ તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ભવન
  • મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોના વિકાસ: મવખાનુ-ન્યૂ શિલોંગ માસ્ટરપ્લાન, અમદાવાદ આઇકોનિક સિટી સ્ક્વેર તેમજ મહાબલીપુરમ, કુમારકોમ અને ધોળાવીરા ખાતેના પ્રોજેક્ટ્સ
  • હેલ્થકેર કેમ્પસ: બારામતી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ગુજરાત કેન્સર સોસાયટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિન, પુણે
  • સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમ રિડેવલપમેન્ટ, નિરમા યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો વિઝન પ્લાન

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જયેશ હરિયાણીની વ્યાવસાયિક સફરમાં અનેક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં:

  • કાર્નેગી મેલોન યુનિવર્સિટીડોહર્ટી હોલ, પેન્સિલવેનિયા
  • કોર્નેલ યુનિવર્સિટી ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ ફેસિલિટી, ન્યૂ યોર્ક
  • રેન્સલેર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર બાયોટેકનોલોજી એન્ડ ઇન્ટરડિસિપ્લિનરી સ્ટડીઝ, ન્યૂ યોર્ક
  • ફયેઝ એસ. સરોફિમ રિસર્ચ બિલ્ડિંગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોલેક્યુલર મેડિસિન (IMM), હ્યુસ્ટન
  • અલ મફરાક હોસ્પિટલ, અબુ ધાબી
  • મોટરસિટી, દુબઈ

આ તમામ પ્રોજેક્ટ્સ એવી ફિલસૂફીનું પ્રતિબિંબ છે કે આર્કિટેક્ચર લોકો, સ્થળ અને પર્યાવરણની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ, સાથે સાથે સમુદાયોને મજબૂત બનાવવું અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો જોઈએ.

જયેશ હરિયાણીને મળેલું આ સન્માન ભારતીય આર્કિટેક્ચરલ પ્રેક્ટિસની વધતી જતી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને પણ પ્રતિબિંબિત કરે છે. આજે ભારતના આર્કિટેક્ટ્સ સસ્ટેનેબિલિટી, રેસીલીયન્ટ સીટી, પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને કલ્ચરલ પ્રીસર્વેશનના સંરક્ષણ અંગેની વૈશ્વિક ચર્ચાઓમાં વધુને વધુ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

જયેશ હરિયાણીની RIBA ફેલો તરીકેની પસંદગી આ ઉભરતા નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે. તે દર્શાવે છે કે ભારતીય ડિઝાઇનને માત્ર વ્યક્તિગત પ્રોજેક્ટ્સની ઉત્કૃષ્ટતા માટે જ નહીં, પરંતુ સમાજ અને આર્કિટેક્ચર વ્યવસાયમાં તેના લાંબા ગાળાના યોગદાન માટે પણ આંતરરાષ્ટ્રીય માન્યતા મળી રહી છે.

ભારતીય આર્કિટેક્ચરલ ક્ષેત્ર, શૈક્ષણિક સંસ્થાઓ અને યુવા વ્યાવસાયિકો માટે પણ આ સન્માન એક પ્રેરણાદાયી સિદ્ધિ છે. તે આ વિચારને વધુ મજબૂત બનાવે છે કે ભારતના આર્કિટેક્ટ્સ સ્થાનિક સંસ્કૃતિ, પરિપ્રેક્ષ્ય અને સમુદાય સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા રહીને વૈશ્વિક આર્કિટેક્ચર ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે.

ભારત શિક્ષણ, આરોગ્યસંભાળ, પ્રવાસન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ ક્ષેત્રે મહત્વાકાંક્ષી યોજનાઓ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે જયેશ હરિયાણીને મળેલું FRIBA સન્માન એ યાદ અપાવે છે કે વિશ્વસ્તરીય આર્કિટેક્ચરનું મૂલ્યાંકન માત્ર આઇકોનિક ઇમારતોના નિર્માણથી થતું નથી, પરંતુ લોકો, સ્થળો અને સમાજના ભવિષ્ય માટે તેના લાંબા ગાળાના યોગદાનથી થાય છે.

Related posts

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ આગામી પેઢીના ઓટોમોટિવ ઉત્પાદન માટે વિશ્વકક્ષાનું પેટન્ટ ધરાવતું, આયાત પૂરકને ટેકો આપતું સ્ટીલ ઝાગ્નેલિસ પ્રોટેક્ટ લોન્ચ કર્યું

Master Admin

ભાજપ સરકારે ચારધામ દર્શનના નિયમ બદલ્યા

Master Admin

યામાહા સુરતમાં હાઇબ્રિડ માઇલેજ ચેલેન્જનું આયોજન કરે છે

Master Admin

Leave a Comment

Translate »