Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ખભાની દુખાવો અવબાહુક

ડૉ. શ્રીરામ વૈદ્ય
Mob: ૯૮૨૫૦૦૯૨૪૧

Email: sgvaid19@outlook.com

હાથની હલનચલનની ક્રીયામાં ભારે પીડા થાય છે. હાથ સીધો કરી શકાતો નથી કે પાછળ પણ લઇ જઇ શકાતો નથી. હાથ ઉંચો પણ કરી શકાતો નથી. ફ્રોઝન શોલ્ડરને આયુર્વેદમાં અવબાહુકના નામથી ઓળખવામાં આવે છે. આ રોગ માં ખભા નાં મૂળ પાસે થી માંસપેશી ઓ ની ક્રિયા ખૂબ ઘટવા લાગે છે, જેથી હાથ નાં હલન ચલન ની ક્રિયા ખૂબ તકલીફ થી થાય છે, ઘણી વખત હાથ સીધો કરવા માં કે હાથ ને પાછળ ની તરફ લઈ જવામાં પણ ખૂબ કષ્ટ અનુભવાય છે. ઘણી વખત હાથ ને માથા તરફ ઊંચે પણ લઈ જઈ શકાતો નથી. તકલીફ ખૂબ હોવાથી દર્દી પડખું ફરી ને સૂઈ પણ શકતો નથી. તેણે બીજા પડખે કે પછી ચત્તા જ સૂવું પડે. છે. ઘણી વખત તો દર્દી નાની એવી વસ્તુ ઉચકવા માં પણ અસમર્થતા દર્શાવે છે. આ રોગની શરૂઆતમાં હાથની આકુંચન પ્રસરણની ક્રિયામાં અવરોધ થાય છે. ધીમે ધીમે હાથ ઊંચો ન કરી શકાય તે પરિસ્થિતિએ પહોંચી જવાય છે. હાથની નાની મોટી ચીજો પકડવામાં મુશ્કેલી પડે છે જેવી કે કપડા પહેરવા,માથુ ઓળવું,રસોઇ બનાવવી,વસ્તુઓ એક જ્ગ્યાએથી બીજી જગ્યાએ મૂકવી,લખવું વગેરે ક્રિયામાં ખૂબજ મુશ્કેલી પડે છે.

આ રોગ કફ વાતજ દોષથી થાય છે. આ રોગમાં ખભામાં તથા હાથનાં ઉપરના ભાગમાં દુખાવો જોવા મલે છે. હાથની રોજીંદી ક્રિયાઓ આ રોગમાં થઇ શકતી નથી. આખો દિવસ સતત દુખાવો રહ્યા કરે છે અને રાત્રે દુખાવાની તીવ્રતા વધી જાય છે. જના લઇને ઊંઘ બરાબર આવતી નથી. હાથમાં થોડો પણ જાટકો લાગેતો તે સહન થતું નથી. જે હાથ પકડાઇ ગયો હોયકે ઝ્‌લાઇ ગયો તે બાજુ સૂઇ શકાતુ નથી.કંઇક વાગવાથી કે પછી બીજા કારણોસર હાથમાં દુખાવો ચાલુ થઇ જાય છે. આ દુખાવો ધીમે ધીમે વધવા લાગે છે. હાથ આગળનો અને પાછળનો ભાગ એમ બે ભાગમાં વહેંચાયેલો છે આ બે ભાગમાં બે પ્રકારની માંશપેશીઓ આવેલી છે સંકોચ કરાવનાર પેશીઓ આગળના ભાગમાં અને પ્રસારણ કરાવનાર પેશીઓ પાછળના ભાગમાં આવેલી છે.
હાથને ઉંચો નીચો આગળ પાછળ લઇ જવાની ક્રિયાઓ આ માંશપેશીઓ કરાવે છે.વાયુનુ કાર્ય ચેષ્ટા કરવાનુ છે.વાયુ નડીઓ દ્રારા ચેષ્ઠા કરાવે છે જેને આધુનિક તબીબી વિજ્ઞાન મુજબ નર્વસ સિસ્ટમ કહે છે. આમાંની કેટલીક ચેષ્ઠાઓ ઐચ્છિક હોય છે. અને કેટલીક અનૈચ્છિક હોય છે, છતા પણ બધી ચેષ્ઠાઓના મૂળમાં વાયુ જ રહેલો છે. આ નાડીઓમાં સોજો કે આઘાત લાગે અથવા માંશપેશીઓ વિકૃતિ કે ઇજા થાયતો હાથની કાર્યશક્તિ નાશ પામે છે. આ અવબાહુક રોગમાં પણ માંશપેશીની ક્રિયાશીલતાનો નાશ થાય છે અને ચેતનાશક્તિ ઘટી જાય છે.જેના લીધે ઉપર વર્ણવેલા લક્ષણો ઉદ્દભવે છે. આમા ક્યારેક દુખાવો ખભાથી શરૂ કરીને કાંડાં સુધી પણ ફેલાઇ જાય છે. શરૂઆતમાં હાથ હલાવતા જ દુખાવો થાય છે. જ્યારે ખભો અક્કડ થઇ જાય છે ત્યારે દુખાવાનુ પ્રમાણ ઘટી જાય છે. આ રોગની શરૂઆતમાં ચિકિત્સા ન કરવામાં આવે, દુર્લક્ષ થાયતો અંશપ્રદેશ અને બાહુની પેશીઓને ધીમે ધીમે કાર્યહ્રાશ થઇ પેશીઓ સુકાવા લાગે છે. કોશોમાં જે સ્નિદ્ઘતા હોવી જોઇએ તે રહેતી નથી જેના કારણે શોષ થાય છે. જેમાં ધીમેધીમે હાથ સુકાતો જાય છે.આને અંશશોષ કહેવામાં આવે છે.

કારણોઃ તેમાં આહાર વિહારની વિષમતા, અન્ન્શન, અતિજાગરણ, અતિપરિશ્રમ, રક્તસ્ત્રાવ વગેરે થવાથી ધાતુઓ ક્ષય થઇ રોગ ઉત્પન્ન થાય છે. અતિશિલ જલ અને વાયુને લીધે અન્નવાહીની સ્ત્રીનસની શ્ર્‌લેષ્મ કલામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે જેથી આહારની રસક્રિયાનું શુધ્ધીકરણ થયા વગર કાચો રસ એટલે કે આમને ઉત્પન્ન કરે છે. આ આણદોષ જ્યારે કફની અધિષ્કાત હોય તેવી સંધેઓના અવસ્થિત થાય.વાયુદોષથી આવૃત્ત થાય ત્યારે રોગને ઉત્પન્ન કરે છે. એ હાથના અંશસંધિઓના અવસ્થિત થાય. વાયુદોષથી આવૃત્ત થાય ત્યારે રોગને ઉત્પન્ન કરે છે. એ હાથના અંશસંધિ ઉપર આવેલા શ્ર્‌લેષ્માવરણના પડની બહાર આમનો સંચય સૂચવે છે. આ આમના ભરાવાને લીધે અંશપ્રદેશની સંધીઓમાં હલનચલનથી હાથ ઊંચો નીચો કરવાથી તેના પર આમના દબાણને લીધે દુખાવો થાય છે અને આમ કરવાના કારણે સાંધા ઉપર સોજો આવે છે અને ત્યાં વાયુની ગતી રોકાવાથી ખૂબજ પીડા થાય છે. એક ભાઇ જે દર્દી તરીકે આવેલા, જેમના ડાબા હાથમાં ઉપરના ભાગમાં ખૂબજ વેદના થતી હતી. હલનચલનતો બિલકુલ થતુ જ ન હતુ તેમ કરવાથી પીડાઅનેકગણી વધી જતી હતી કોઇ કામ કરી ન શકતા, કોઇ વસ્તુ પકડી શકતા નહીં.
આ રોગ ની સારવાર વિશે વાત કરીએ તોઃ-આ રોગ માં સરળ કસરતો, યોગ નાં આસન કે હાથ અને ખભા ની કસરત પણ ખૂબ મદદ રૂપ થાય છે. મહારાસ્નાદી ક્વાથ માં ૧ ચમચી દિવેલ મેળવી ને દર્દી ને આપવું, અભ્યંતર સારવાર નિષ્ણાત ની સલાહ મુજબ જ કરવી. કપૂર કાચલી નું ચૂર્ણ બનાવી પાણી સાથે ખૂબ લસોટવું., પછી તેની ચણા જેટલી ગોળી ઓ બનાવી સૂકવી લેવી, આ ગોળી એક એક સવાર સાંજ લેવી, જો ખભા ની વેદના વધુ હોય તો નિષ્ણાત ની સલાહ મુજબ તે વધારી પણ શકાય છે. આ ઉપરાંત સિંહનાદ ગૂગળ અને યોગરાજ ગૂગળ પણ અવબહુક માં સારું કામ આપે છે.

આ રોગમાં દર્દીએ ખોરાકમાં મગ, ભાત, ખીચડી જેવો સાદો જ ખોરાક લેવા નો છે. લસણ, આદુ વગેરે નું સેવન ખૂબ જ હિતકર છે. સારવારમાં સંજોગો અનુસાર ઔષધોનુ આયોજન જુદાજુદા તબક્કવાર કર્યુ તેમા સુ.વાતચિંતામણી ૨-૨ ગોળી સવાર-સાંજ આપવાની કરી, વિષતુંડક વટી ૨-૨ સવાર-સાંજ આપવી, એકાંગવીર રસ ૨-૨ જમ્યા પછી આપવી.સાથો સાથ નગોડમાંથી બનાવવામાં આવતી ટેબલેટ ૨-૨ સવાર સાંજ લેવી જે વાતજ્ન્ય રોગ પર ખૂબજ અકસીર સાબીત થઇ છે.વાતારી તેલનું મસાજ હાથ પગ પર કરવાથી ખુબજ સુંદર પરિણામ મળે છે. અહી મેથી નો એક અદ્ભુત પ્રયોગ સૂચવું છું. જે આ રોગ નાં દર્દીઓ એ કરવા જેવો છે.

રાત્રે ૧ તોલો મેથી ૧ કપ પાણી માં પલાળવી, સવારે તેમાં ૨ થી ૩ ગ્રામ સૂંઠ નું ચૂર્ણ અને ૧૦ ગ્રામ ગોળ નાખી ઉકાળવું., પછી તેની ગાળી નવશેકું ગરમ ગરમ હોય ત્યારે જ તેનો ઉકાળો પીવાથી બધો જ આમ ઝાડા વાટે નીકળી જશે, અને પકડાઈ ગયેલો હાથ એકદમ છૂટો થઇ જશે, સાથે સાથે નિષ્ણાત ની સલાહ મુજબ દવાઓ પણ ચાલુ રાખવા ની છે. આ રોગમાં લગાવવાની દવામાં શેકનો પાઉડરનો ઉપયોગ કપડાની પોટલીમાં ભરીને કરાય છે. વાતારી તેલને તવા ઉપર સાધારણ ગરમ કરી તેમાં આ પોટલી બોળી દુખતા ખભાના ભાગ ઉપર દઝાય નહીં એ રીતે લગાવવું. આ પ્રયોગ સવારે ન્હાતા પહેલા ૧૫ મિનિટ કરવો.આ રીતે શેક કરવાથી દુખાવામાં ઘણી જ રાહત મળી તથી આ આડઅસર રહીત પ્રયોગ લાંબાં સમય સુધી કરવામાં આવેતો સુંદર પરિણામ આવશે.

એક અકસીર પરિણામ આપતી આમવાતહર, શોથહર, વેદનાહર ટીકડીઃ
પ્રત્યેક ટીકડીના ઘટકોમાં શુધ્ધ ગુગળ, સુવર્ણભસ્મ, ત્રિભંડી, સુરંજાનશીરી, હિરાબોળ, શુધ્ધ કારસ્કર, લસણ અને ચંદ્રોદય છે. આયુર્વેદનું કથન છે કે વાયુના પ્રકોપ વગર પીડા થતી નથી, વિકૃત બનેલા વાયુ વૃધ્ધિ પામી આમ રક્ત સાથી મળી શરીએઅના જે જે ભાગમાં જાય છે તે તે ભાગમાં વેદના પેદા કરે છે. આ ટીકડીમાં વાતહર દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથેઆ દ્રવ્યો વિશેષ અસરકારક બનેતે માટે ચંદ્રોઅદય અને સુવર્ણભસ્મનુ સૌમ્ય પ્રમાણ આ યોગમાં યોજવામાં આવ્યુ છે. જેથી તેની અસર ખૂબજ ઝડપી બને છે.

ગુગળ સાથેના અન્ય દ્રવ્યો જેવાકે લસણ, વાતહરગુણ, સુરજાનનો સંધીવાતહર ગુણ, હીરાબોળનો પીડા શામક ગુણ, કારસ્કરનો નાડી સંસ્થાન ઉપરનો પ્રભાવ તથા ત્રિભંડીનો આમદોષ નિઃસારણ ગુણનો સુમેળ આ ટીકડીમાં કરવામાં આવ્યો છે. જેનું સેવન વાતરોગ માટે અનુભવે એક પ્રભાવી ઔષધ જણાયુ છે. પાશ્ચાત્ય વૈદકમાં વાતજન્ય વ્યાધિઓને જ્ઞાનતંતુઓ સાથે સંબંધ છે. તેમ મનાય છે. જ્યારે આયુર્વેદના મત મુજબ જ્ઞાનતંતુઓના દર્દી વાત રોગમાં જ આવે છે. જેથી વાતજન્ય તેમજ જ્ઞાનતંતુઓ સાથે સંબંધીત વાતરોગમાં આ ટીકડી લાભપ્રદ ઔષધ પૂરવાર થયું છે. આ ટીકડી સાથે ઉપરોક્ત ઔષધ પણ લેવાથી અકસીર પરિણામો મળે છે. ગુગળ વાતરોગનુ પ્રમાણિત ઔષધ છે. એટલુજ નહીં પણ તેનો પ્રભાવ વેદનાહર, વાતહર શેથહર ઉપરાંત નાડી સંસ્થાન ઉપર પડતો હોવાથી શરીર વાયુની વિકૃતીઓને મટાડી નાડી સંસ્થાનને બળ પ્રદાન કરે છે.

Related posts

ઈરાન-ઈઝરાયલ-યુએસ યુદ્ધઃ એક વૈશ્વિક કટોકટી જે જીવનને જોખમમાં મૂકે છે-નોંધપાત્ર માળખાગત સુવિધાઓ, વીજળી, પાણી, ઉર્જા અને સામાન્ય નાગરિક 

Master Admin

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે

Master Admin

હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

Reporter1

Leave a Comment

Translate »