Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

હીરો મોટોકોર્પ દ્વારા આંધ્ર પ્રદેશમાં 3200 કરોડ રૂપિયાના રોકાણની ઘોષણા

તિરુપતિમાં ફ્યુચર રેડી ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર માટે ભૂમિપૂજન


  • રોકાણ રોડમેપ: આંધ્ર પ્રદેશમાં 3200 કરોડ રૂપિયાથી વધુના સંચિત રોકાણની ઘોષણા.
  • નેક્સ્ટ-જનરેશન લોજિસ્ટિક્સ: તિરુપતિમાં તેનું બીજું ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર સ્થાપિત કરવા માટે 750 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ.
  • ભવિષ્યની પ્રતિભાને પ્રોત્સાહન: ટેકનિકલ શિક્ષણને ટેકો આપતો મેરિટ- આધારિત શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કરવા માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે ભાગીદારી.
  • યુનિફોર્મમાં મહિલાઓને સશક્ત બનાવવી: વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર તહેનાત કરીને અને મહિલા પોલીસ કર્મચારીઓને વિશેષ સલામતી તાલીમ આપીને સમુદાય સલામતી અને ટકાઉ ગતિશીલતાને આગળ ધપાવવી.

તિરુપતિ | ૦૧ જુલાઈ ૨૦૨૬ | ટકાઉ વિકાસ અને સમુદાય સશક્તિકરણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતાં મોટરસાયકલ અને સ્કૂટર્સના વિશ્વની સૌથી મોટી ઉત્પાદક હીરો મોટોકોર્પે આજે આંધ્ર પ્રદેશના તિરુપતિમાં તેના બીજા ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર (જીપીસી) માટે શિલાન્યાસ સમારોહ સાથે તેના રાષ્ટ્રનિર્માણ મિશનમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહન હાંસલ કર્યું. 750 કરોડ રૂપિયાથી વધુના નોંધપાત્ર રોકાણનું પ્રતિનિધિત્વ કરતી આ સીમાચિહનરૂપ સુવિધા 3,200 કરોડ રૂપિયાથી વધુના વિશાળ રોકાણ રોડમેપના પાયા તરીકે સેવા આપે છે. આ રોકાણનો ઉદ્દેશ તિરુપતિને વિશ્વ- સ્તરીય ઉત્પાદન અને ઇલેક્ટ્રિક ગતિશીલતા હબમાં રૂપાંતરિત કરવાનો છે, જ્યારે હીરો મોટોકોર્પની વૈશ્વિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાનો અને ઓટોમોટિવ અને EV ઇકોસિસ્ટમમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવાનો છે.

આંધ્ર પ્રદેશના માનનીય મુખ્ય મંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે, “હીરો મોટોકોર્પ આંધ્ર પ્રદેશની વિકાસ યાત્રામાં અને ખાસ કરીને રાયલસીમાના પરિવર્તનમાં એક મૂલ્યવાન ભાગીદાર રહ્યું છે. તિરુપતિમાં ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર સ્થાપિત કરવાનો તેમનો નિર્ણય આ રાજ્યની પ્રગતિશીલ નીતિઓ, વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા, રોકાણકાર- મૈત્રીપૂર્ણ ઇકોસિસ્ટમ અને સ્પીડ ઓફ ડુઇંગ બિઝનેસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું મજબૂત સમર્થન છે. વર્ષોથી હીરો મોટોકોર્પની હાજરીએ હજારો નોકરીઓ ઊભી કરી છે, સ્થાનિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવી છે, કુશળતામાં વધારો કર્યો છે અને રાયલસીમા અને આંધ્ર પ્રદેશમાં આર્થિક વિકાસને ગતિ આપી છે. આ ભાગીદારીને વધુ મજબૂત બનતી જોઈને અમને આનંદ થાય છે.

આ સીમાચિહનરૂપ રોકાણ આપણા યુવાનો માટે નવી તકો ઊભી કરશે, રાયલસીમાના ઔદ્યોગિક અર્થતંત્રને મજબૂત બનાવશે અને તિરુપતિને ભારતના અગ્રણી ઉત્પાદન, ગતિશીલતા અને લોજિસ્ટિક્સ હબમાંના એક તરીકે સ્થાપિત કરશે. રાયલસીમા ઉદ્યોગ, નવીનતા અને અદ્યતન ઉત્પાદન માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે તેમ આવી ભાગીદારી તેના ભવિષ્યને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. અમે આંધ્ર પ્રદેશમાં હીરો મોટોકોર્પના સતત વિશ્વાસની ખૂબ પ્રશંસા કરીએ છીએ અને નિર્માણ માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ. આ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઔદ્યોગિક ઇકોસિસ્ટમ નવીનતાને આગળ ધપાવશે, ગુણવત્તાયુક્ત રોજગારનું સર્જન કરશે અને બધા માટે ટકાઉ સમૃદ્ધિ પ્રદાન કરશે.”

હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉ. પવન મુંજાલે જણાવ્યું હતું કે, “હીરો મોટોકોર્પમાં અમે હંમેશાં માનીએ છીએ કે વ્યવસાય વૃદ્ધિ અને રાષ્ટ્રનિર્માણ એકસાથે ચાલે છે. તિરુપતિમાં અમારા બીજા ગ્લોબલ પાર્ટ્સ સેન્ટરનો શિલાન્યાસ અમારી યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહન છે અને ભારતના ભવિષ્ય અને આંધ્ર પ્રદેશના વિકાસ માટેના દ્રષ્ટિકોણમાં અમારા ઊંડા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તિરુપતિને ભવિષ્ય માટે તૈયાર ઉત્પાદન અને ઇલેક્ટ્રિક ગતિશીલતા હબમાં રૂપાંતરિત કરીને આ રોકાણ અમારી વૈશ્વિક સપ્લાય ચેઇનને વધારશે, બજારોમાં અમારા વિસ્તરણને ટેકો આપશે અને ‘મેડ ઇન ઇન્ડિયા, ફોર ઇન્ડિયા એન્ડ વર્લ્ડ’ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટિ આપશે.

મારા પિતા, અમારા સ્થાપક અને ચેરમેન એમેરિટસ ડૉ. બ્રિજમોહન લાલ મુંજાલની જન્મજયંતી પર આ સીમાચિહનરૂપ ઉજવણી ખૂબ જ અર્થપૂર્ણ છે. તેઓ સ્થાયી સંસ્થાઓ બનાવવામાં અને હંમેશાં ભવિષ્ય માટે તૈયારી કરવામાં માનતા હતા. એક સાચા સ્વપ્નદ્રષ્ટા તેમણે આ માન્યતાને સમર્થન આપ્યું હતું કે મહાન સંસ્થાઓ ફક્ત વર્તમાનમાં ટકી રહેવા માટે બનાવવામાં આવતી નથી પરંતુ ભવિષ્યનું નેતૃત્વ કરવા માટે સક્રિય રીતે ઘડવામાં આવે છે. આ કેન્દ્ર તેમના દ્રષ્ટિકોણ, મૂલ્યો અને ભારતની ક્ષમતામાં સ્થાયી વિશ્વાસને નમ્ર સલામી છે. મને ખાતરી છે કે આ નવું કેન્દ્ર ગર્વથી રાષ્ટ્ર પ્રત્યેના તેમના સાહસ, હેતુ અને સેવાના વારસાને આગળ ધપાવશે.”

ભારત માટે નિર્માણ, વિશ્વને સપ્લાય

આગામી ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર હીરો મોટોકોર્પના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્પેરપાર્ટ્સ કામગીરી માટે એક વ્યૂહાત્મક મુખ્ય સેન્ટર તરીકે સેવા આપશે. અમારા ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોનો 100% સંપૂર્ણપણે તિરુપતિ પ્લાન્ટમાં ડિઝાઇન, એન્જિનિયર્ડ અને ઉત્પાદિત છે. આ રોકાણ સાથે પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા આક્રમક રીતે 1.2-1.5 મિલિયન યુનિટ સુધી વધવાની અપેક્ષા છે, જે ભવિષ્યમાં ગતિશીલતા માટે ભારતના અગ્રણી ઉત્પાદન કેન્દ્રોમાંના એક તરીકે તિરુપતિની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

રોજગારીની તકોનું સર્જન

આ વિસ્તરણથી લગભગ 4,000 રોજગારની તકો ઊભી થવાની અપેક્ષા છે. આ રોજગારીનું સર્જન વિકાસ ભારત 2047ના રાષ્ટ્રીય વિઝન અને આંધ્ર પ્રદેશ સરકારના સ્વર્ણ આંધ્ર વિઝન બંને સાથે સુસંગત છે. રોજગાર ઉપરાંત પ્રદેશમાં સક્ષમ લાભો પહોંચાડવા માટે આ ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર આર્થિક ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે.

સમુદાયોનું સશક્તિકરણ

ટકાઉ વિકાસ માટેના તેના પ્રયાસો ચાલુ રાખીને હીરો મોટોકોર્પે આંધ્ર પ્રદેશ સરકાર સાથે ભાગીદારીમાં બે પરિવર્તનશીલ સમુદાય પહેલ શરૂ કરી. “ડૉ. બ્રિજમોહન લાલ મુંજાલ હીરોઝ ઑફ ટુમોરો સ્કોલરશિપ” કાર્યક્રમ 28 જિલ્લાઓમાં ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીઓને સશક્ત બનાવશે. આ પહેલ રાજ્ય IIITsમાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવનારા મેરીટ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ટ્યુશન કવરેજ પૂરું પાડશે, ટેક લીડર્સની આગામી પેઢીને પ્રોત્સાહન આપશે. વધુમાં સ્થાનિક સમુદાય કલ્યાણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતાં કંપની વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર તહેનાત કરશે અને તિરુપતિ જિલ્લામાં મહિલા પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ માર્ગ સલામતી તાલીમ પૂરી પાડશે, ટકાઉ ગતિશીલતા દ્વારા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે.

== સમાપ્ત ==

Related posts

FSSAI દ્વારા ગુજરાતમાં રાજ્ય સ્તરીય પરામર્શ બેઠક સંપન્ન, મલ્ટી-સેક્ટરલ પોષણ સુરક્ષા માટેનો રોડમેપ તૈયાર કરાયો

Master Admin

Kotak Mahindra Bank Launches 3rd Edition of ‘Sehat Ka Safar’ – Nationwide Health Check-Up Camps for Commercial Vehicle Drivers 45 Health Camps Across India to Enhance Drivers’ Health and Wellbeing

Reporter1

લખનૌ અગ્નિકાંડઃ તંત્રના પાપે જ ૧૫ જીવ હોમાયા

Master Admin

Leave a Comment

Translate »