Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

રાજસ્થાન હાઈવે પર બસ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલાં હરિદ્વારથી ઈન્દોર જતી બસનો રાજસ્થાન હાઈવે પર અકસ્માત થયો હતો અને તેમાં ૮ લોકોનાં મોત નિપજયા છે. દૌસા નજીક હાઇવે પર રાત્રીનાં ૨.૩૦ વાગ્યે ઈન્દોર જતી બસ આગળ જતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં જોતજોતામાં બસમાં આગ લાગી હતી અને તેમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ડીએનએ ટેસ્ટ કરાવી વારસદારોને શબ સોંપવામાં આવશે. પૂજ્ય મોરારિબાપુએ આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસહજારની ) સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના શ્રોતા દ્વારા મધ્યપ્રદેશ સીએમ રિલિફ ફંડમાં જમા કરાવવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

== સમાપ્ત ==

Related posts

ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Master Admin

પરમસાધુ પંચશીલથી સુશોભિત હોય છે.

Master Admin

વિશ્વશાંતિ મિશન માટે દિલ્હી ખાતે જૈનાચાર્યજી દ્વારા રામકથાનું થયું આયોજન

Reporter1

Leave a Comment

Translate »