Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને શ્રી ઇન્ફો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી

અમદાવાદ, ગુજરાત | ૦૫ જુલાઈ ૨૦૨૬ | ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (જેનું નામ બદલીને ફોક્સ ડેન્યુબ ટેક્નોલોજીસ લિમિટેડ કરવાનો પ્રસ્તાવ છે) એ અમદાવાદ સ્થિત અગ્રણી ટેક્નોલોજી કંપની શ્રી ઇન્ફો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ ઐતિહાસિક સહયોગ ભારતના ઝડપથી વિકસતા ઇન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં નોંધપાત્ર યોગદાન આપવાના બંન્ને સંસ્થાઓના સહિયારા વિઝનમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન છે.

ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું (પ્રસ્તાવિત ફોક્સ ડેન્યુબ ટેક્નોલોજીસ લિમિટેડ) પ્રતિનિધિત્વ કરતાં ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપના ચેરમેન, પીએચડી, ડો. અજય કુમાર અને શ્રી ઇન્ફો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નૃપલ શાહે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં હતાં.

વર્ષ 1996માં સ્થાપિત શ્રી ઇન્ફો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડે સોફ્ટવેર-એઝ-અ-સર્વિસ (SaaS) પ્રોડક્ટ્સ, આઇટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ, હાર્ડવેર અને સોફ્ટવેર સોલ્યુશન્સ, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોફ્ટવેર ડેવલપમેન્ટ, એક્ઝામિનેશન પ્રોસેસિંગ સિસ્ટમ્સ, અસેસમેન્ટ સોલ્યુશન્સ, કોન્ફિડેન્શિયલ એસાઇનમેન્ટ્સ અને એન્ડ-ટુ-એન્ડ એક્ઝામિનેશન મેનેજમેન્ટ સિસ્ટમ સહિત આઇટી સોલ્યુશન્સના વિશાળ સમૂહના વિશ્વસનીય પ્રોવાઇડર તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. કંપનીએ ગુજરાત, ઓડિશા, આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આન્ધ્ર પ્રદેશ સહિતના રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગોને સફળતાપૂર્વક પ્રોજેક્ટ્ ડિલિવર કર્યાં છે.

આ વ્યૂહાત્મક સમજૂતી અંતર્ગત ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પ્રસ્તાવિત ફોક્સ ડેન્યુબ ટેક્નોલોજીસ લિમિટેડ)  શ્રી ઇન્ફો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના સતત વિસ્તરણ અને વૃદ્ધિને સપોર્ટ કરવા માટે જરૂરી નાણાકીય સહયોગ પૂરો પાડશે. આ ભાગીદારીથી નોંધપાત્ર તકો અનલોક થવાની આશા છે તેમજ બંન્ને સંસ્થાનો તેમની કામગીરીના સ્તરમાં વધારો કરવા તથા વ્યાપક સ્તરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી પહેલ હાથ ધરવા માટે સક્ષમ બનશે.

એક સહિયારા વિઝન માટે બંન્ને સંસ્થાનો તેમની નાણાકીય મજબૂતાઇ, ટેક્નોલોજી ક્ષેત્રે ઉત્કૃષ્ટતા અને સમગ્ર ભારતમાં વિશ્વ-સ્તરીય ડિજિટલ સોલ્યુશન્સ ડિલિવર કરવાના ક્ષમતાઓ દ્વારા દેશના વિકાસમાં અર્થસભર યોગદાન આપવા માટે કટીબદ્ધ છે.

આ ભાગીદારી ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપ અને ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મજબૂત નાણાકીય આધાર તેમજ શ્રી ઇન્ફો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડની ટેક્નિકલ કુશળતાઓ અને ડિલિવરીના સફળ ટ્રેક રેકોર્ડને એકીકૃત કરતાં મજબૂત સિનિર્જી તૈયાર કરે છે.

ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપ તેમના નિર્ણાયક કરારને પૂર્ણ કરવાના આખરી તબક્કામાં છે. તેના અમલીકરણ બાદ કંપની ફોક્સ ડેન્યુબ ટેક્નોલોજીસ લિમિટેડ તરીકે કામગીરી નિભાવશે, જે બાદ શ્રી ઇન્ફો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડમાં નાણાકીય રોકાણને આગળ ધપાવવાની યોજના છે. આ પ્રક્રિયા નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવાની આશા છે, જેનાથી ઇનોવેશન, ડિજિટલ ઉત્કૃષ્ટતા અને લાંબાગાળાની વ્યૂહાત્મક વૃદ્ધિ માટેના નવા યુગનો માર્ગ મોકળો બનશે.

== સમાપ્ત ==

Related posts

‘સ્પ્રાઈટ ટ્રુથ એન્ડ સ્પાઈસ’ સાથે સ્પ્રાઈટ ગરમાવો લાવે છેઃ સેલિબ્રિટી, ફૂડ અને પડકારોને એકત્ર લાવે છે

Master Admin

આગામી બે દિવસમાં ૨-૩ ડિગ્રી વધશે તાપમાન

Master Admin

ભારત જહાજની માલિકી, લીઝિંગ અને મેરીટાઇમ ફાઇનાન્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે: સર્વાનંદ સોનોવાલ

Master Admin

Leave a Comment

Translate »