Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

આરએસબી ટ્રાન્સમિશન્સ અને સેટકો ઓટો સિસ્ટમ્સએ તેમના સહિયારા ભવિષ્યની શરૂઆત કરી

આ સંપાદન સેટકો ઓટો સિસ્ટમ્સના મજબૂત ઉત્પાદન વારસાને વધુ આગળ ધપાવશે અને સિસ્ટમ્સ-સંચાલિત, મલ્ટિ-પ્રોડક્ટ ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ પ્લેટફોર્મ તરીકે આરએસબી ના વિકાસને પ્રોત્સાહન આપશે.

કલોલ, ગુજરાત | ૧૦મી જુલાઈ ૨૦૨૬ | આરએસબી ટ્રાન્સમિશન્સ (આઈ) લિમિટેડ અને સેટકો ​​ઓટો સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ (એસએએસપીએલ) એ ગુજરાતના કલોલ ખાતે સેટકોની ઉત્પાદન સુવિધામાં એક નવા અધ્યાયની શરૂઆત કરી.આ પ્રસંગે બંને સંસ્થાઓની નેતૃત્વ ટીમોને એક સાથે લાવવામાં આવી અને વ્યવસાય, તેના લોકો, ગ્રાહકો, ભાગીદારો અને વ્યાપક ઓટોમોટિવ ઉત્પાદન ઇકોસિસ્ટમ માટે એક નવા અધ્યાયની શરૂઆત થઈ.

આ નવી શરૂઆતના ભાગરૂપે, કલોલ ફેસિલીટી ખાતે એક પરંપરાગત પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિરંતરતા, સહિયારી પ્રતિબદ્ધતા અને આરએસબી પ્લેટફોર્મ હેઠળ સેટકો ઓટો સિસ્ટમ્સ માટે વિકાસના આગામી તબક્કાની શરૂઆતનું પ્રતીક છે.

એસએએસપીએલ એ ભારતમાં MHCV ક્લચ સિસ્ટમ્સ અને આફ્ટરમાર્કેટ ડ્રાઇવટ્રેન સોલ્યુશન્સ સપ્લાય કરતી અગ્રણી કંપનીઓમાંની એક છે, જે OEM અને આફ્ટરમાર્કેટ બંને સેગમેન્ટમાં મજબૂત પકડ ધરાવે છે. એસએએસપીએલને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરીને, આરએસબી એક સિસ્ટમ્સ-સંચાલિત, મલ્ટિ-પ્રોડક્ટ ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ પ્લેટફોર્મ ઊભું કરવાની પોતાની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવે છે, સાથે જ તે એસએએસપીએલના મેન્યુફેક્ચરિંગ ફાઉન્ડેશન, ગ્રાહકો સાથેના સંબંધો અને માર્કેટ પ્રેઝન્સનો પણ લાભ લેશે.

સેટકો ઓટો સિસ્ટમ્સની સફરમાં ગુજરાત કેન્દ્રસ્થાને રહ્યું છે, જેમાં કલોલ ફેસિલીટી તેના ઉત્પાદન અને કામગીરીના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે, આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ તેની એક ફેસિલીટી આવેલી છે. આરએસબી  ટ્રાન્સમિશન્સની પ્લેટફોર્મ ક્ષમતાઓ અને SASPL ની સ્થાપિત પ્રોડક્ટ કુશળતા સાથે મળીને સમગ્ર ભારતમાં કોમર્શિયલ વ્હીકલ ગ્રાહકોને સેવા આપવાની કંપનીની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.

આ જોડાણ  થકી સામુદાયિક વિકાસના કાર્યો, પ્રાદેશિક સપ્લાયર ઇકોસિસ્ટમ સાથે મજબૂત સહયોગ, ટકાઉપણું વધારતા પ્રોગ્રામ્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે શ્રેષ્ઠતા લાવતા વિવિધ પ્રયાસો દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્તરે જોડાણ વધારવાની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે. આ તમામ પ્રયાસો કંપનીઓના જવાબદાર વિકાસ, સ્થાનિક ઇકોસિસ્ટમના ઉત્થાન અને હિતધારકો માટે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણના વ્યાપક વિઝનને અનુરૂપ રહેશે.

આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતા આરએસબી ગ્રુપના ચેરમેન આર. કે. બેહરાએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ આરએસબી અને સેટકો ઓટો સિસ્ટમ્સ બંને માટે એક ઉત્સાહભર્યા નવા અધ્યાયની શરૂઆત સમાન છે. ઉત્કૃષ્ટતા, નવીનતા અને ગ્રાહક-કેન્દ્રીયતા પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા સાથે આગળ વધતા, અમે સેટકોની ટીમને આરએસબી પરિવારમાં આવકારતા ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ. આ સંપાદન  અમારી લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અમારી ક્ષમતાઓને મજબૂત બનાવશે અને કોમર્શિયલ વ્હીકલ કમ્પોનન્ટ્સ ઇકોસિસ્ટમમાં અમારી હાજરીનો વિસ્તાર કરશે. સેટકોના મજબૂત વારસાને આગળ ધપાવીને અને તેને આરએસબીની એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ સાથે જોડીને, અમે ટકાઉ વિકાસ, અમારા ગ્રાહકો તથા ભાગીદારો માટે વધુ સારા મૂલ્ય અને ભવિષ્ય માટે નવી તકોનું નિર્માણ કરતું એક વધુ મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છીએ.”

આરએસબી ગ્રુપના વાઇસ ચેરમેન એસ. કે. બેહેરાએ જણાવ્યું હતું કે, “જ્યારે અમે સેટકો ઓટો સિસ્ટમ્સ સાથે આ નવી સફરની શરૂઆત કરી રહ્યા છીએ, ત્યારે કામગીરીની નિરંતરતા અમારા અભિગમના કેન્દ્રમાં રહેશે. આ પ્લાન્ટ્સ, તેના કર્મચારીઓ, ભાગીદારો અને ગ્રાહકો એ સેટકોની શક્તિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અમે આગામી તબક્કાના વિકાસને વેગ આપવા માટે આરએસબીના અનુભવ, ઓપરેશનલ શિસ્ત અને પ્લેટફોર્મ-બિલ્ડિંગની ક્ષમતાઓ લાવવાની સાથે સાથે, આ ટ્રાન્ઝિશન એકદમ સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવા માટે હાલની ટીમ સાથે મળીને નજીકથી કામ કરીશું.”

સેટકો ઓટોમોટિવ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હરીશ શેઠએ જણાવ્યું હતું કે, “સેટકો ઓટો સિસ્ટમ્સનો વિકાસ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ, તેના કર્મચારીઓ, ગ્રાહકો અને ભાગીદારોના સહયોગથી થયો છે. આજે એક અર્થપૂર્ણ શરૂઆત થઈ રહી છે કારણ કે આ વ્યવસાય હવે આરએસબી ટ્રાન્સમિશન્સ સાથે તેના વિકાસના આગામી તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે. અમને વિશ્વાસ છે કે આ પગલું સેટકોએ વર્ષોથી જે શક્તિઓનું નિર્માણ કર્યું છે તેને જાળવી રાખશે, અને સાથે જ તે સ્કેલ, વૃદ્ધિ તથા લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ માટે નવી તકો પણ ઊભી કરશે.”

આ જોડાણ આરએસબી ટ્રાન્સમિશન્સ દ્વારા એસએએસપીએલ ના સંપાદન પછી થયું છે, જે અગાઉ સેટકો ઓટોમોટિવ લિમિટેડની એક મહત્વપૂર્ણ પેટાકંપની હતી. આ સોદાને અનુરૂપ, સેટકો ઓટોમોટિવ લિમિટેડ પણ “સેટકો”બ્રાન્ડથી અલગ થવા અને જરૂરી મંજૂરીઓને આધીન તેનું કોર્પોરેટ નામ બદલીને “શિલાયન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ” કરવા માટેની દરખાસ્ત પર સંમત થઈ છે.

આરએસબી ટ્રાન્સમિશન્સ અને સેટકો ઓટો સિસ્ટમ્સનું આ જોડાણ ડ્રાઇવટ્રેન, ટ્રાન્સમિશન અને ક્લચ સિસ્ટમ્સ ક્ષેત્રે બંને કંપનીઓની પૂરક ક્ષમતાઓને એકસાથે લાવે છે. આ સાથે જ, તે OEM અને આફ્ટરમાર્કેટ બંને સેગમેન્ટમાં ક્વોલિટી , ગ્રાહક સેવા, ઓપરેશનલ શ્રેષ્ઠતા અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર બંને સંસ્થાઓના સહિયારા ધ્યાન ને વધુ મજબૂત બનાવે છે.

== સમાપ્ત ==

Related posts

Experience the Magic of Diwali in Dubai

Reporter1

ABB India Launches Rare Earth-Free IE5 Motors for Industrial Applications; Invests INR 140 Cr for Motors Manufacturing Expansion

Reporter1

વેજ પિઝાના 1.64 લાખ ઓર્ડરથી સ્વિગી ડાઇનઆઉટ પર 2.53 કરોડ રૂપિયાની બચત સુધી… અહીં જુઓ 2025માં વડોદરાએ કેવી રીતે સ્વિગી કર્યું

Master Admin

Leave a Comment

Translate »