Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

ઇન્ટેલીસ્માર્ટ દ્વારા MGVCL પ્રોજેક્ટ અંતર્ગત નડિયાદ, ગુજરાત ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરાયું, સ્કિલ્ડ મેનપાવર તૈયાર કરાશે

  • સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન MGVCLના ચીફ એન્જીનિયર શ્રી આર.જી. નગરીયાના હસ્તે કરાયું
  • આ પહેલનો હેતુ ભવિષ્ય માટે ઊર્જા ક્ષેત્રના કુશળ વ્યાવસાયિકો તૈયાર કરવાનો અને ભારતના ડિજિટલ વીજળી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાનો છે

નડિયાદ (ખેડા), ગુજરાત | ૧૩મી જુલાઈ ૨૦૨૬ | ભારતની અગ્રણી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ભારતના વીજ વિતરણ ક્ષેત્રમાં આગામી વર્ષોમાં થનારી અંદાજિત USD 30 બિલિયનની વૃદ્ધિને ટેકો આપવા માટે જરૂરી કુશળ માનવબળ તૈયાર કરવાની પોતાની પ્રતિબદ્ધતા અંતર્ગત ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સ્માર્ટ મીટરિંગ તાલીમ માટે તેના પાંચમા સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)નું ઉદ્ઘાટન કર્યું છે.

ઇન્ટેલીસ્માર્ટે તેનું પ્રથમ CoE ઉત્તર પ્રદેશના દાદરી ખાતે 5 જૂન 2025ના રોજ શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તેના વિવિધ સેન્ટર ઑફ એક્સેલન્સ મારફતે કુલ 1,630 વ્યક્તિઓને તાલીમ આપી છે. ત્યારબાદ કંપનીએ મેરઠ અને બરેલી ખાતે બીજા અને ત્રીજા CoE શરૂ કર્યા હતા. ગુજરાતમાં કંપનીનું પ્રથમ CoE સુરત જિલ્લાના પાલસાણા ખાતે 10 જુલાઈ 2026ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે નડિયાદ ખાતે શરૂ કરાયેલું આ CoE ગુજરાતનું બીજું અને દેશભરમાં કંપનીનું પાંચમું સેન્ટર ઑફ એક્સેલન્સ છે.

સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન શ્રી આર.જી. નગરીયા ચીફ એન્જિનિયર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા કરવામાં આવ્યું. ભારતના ઝડપથી વિકસતા વીજ વિતરણ ક્ષેત્ર માટે કુશળ કાર્યબળ તૈયાર કરવાની દિશામાં ઇન્ટેલીસ્માર્ટના પ્રયત્નોમાં આ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ પ્રસંગે એમજીવીસીએલના એડિશનલ ચીફ એન્જીનિયર શ્રી ડી.વી. પટેલ, એસઈ આણંદ શ્રી કેતન એમ શાહ, શ્રી એસ.પી. સાગર (ઈઈ એન્ડ એસઈ ડેપ્યુટેડ નડિયાદ), પ્રોજેક્ટ ડિરેક્ટર ઇન્ટેલીસ્માર્ટ શ્રી આશિષ શ્રીવાસ્તવ, સીનિયર ડીજીએમ PESL શ્રી રોનેલ સિંહ પણ હાજર રહ્યા હતા.

આ સેન્ટરનો હેતુ યુવાનોને ડીટી (ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર) મીટરની સ્થાપના અને કન્ફિગરેશન અંગે પ્રાયોગિક તથા હેન્ડ્સ-ઓન તાલીમ આપવાનો છે. આ કાર્ય જટિલ અને જોખમસભર હોવાથી પ્રશિક્ષિત અને પ્રમાણિત વ્યાવસાયિકોની જરૂરિયાત રહે છે. ઉપરાંત, તાલીમમાં ગ્રાહક મીટર, ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર મીટર અને ફીડર મીટરની સ્થાપના, રૂફટોપ સોલાર સિસ્ટમ, નવીનીકરણીય ઊર્જાનું એકીકરણ તથા ઊર્જાની માંગના ચોક્કસ અંદાજ જેવી ભારતના ઊર્જા પરિવર્તન માટે જરૂરી કુશળતાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને ભારતના કોઈપણ રાજ્યમાંથી ઉમેદવારો તેમાં ભાગ લઈ શકે છે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારો પોતાની પસંદગીના કોઈપણ AMISP સાથે મીટર ઇન્સ્ટોલર તરીકે કામ કરી શકે છે અથવા ઇન્ટેલીસ્માર્ટ સાથે જોડાઈ શકે છે. આ રીતે આ સેન્ટર તાલીમથી રોજગાર સુધીનો સીધો માર્ગ પૂરું પાડે છે.

આ પ્રસંગે ઇન્ટેલીસ્માર્ટના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અનિલ રાવલએ જણાવ્યું કે, “ભારતનું ઊર્જા પરિવર્તન માત્ર ટેક્નોલોજીના આધારે સફળ નહીં બને. તે એવા લોકોના કારણે સફળ બનશે, જે આ ટેક્નોલોજીને અમલમાં મૂકી શકે, તેનું સંચાલન કરી શકે અને તેને વ્યાપક સ્તરે વિસ્તારી શકે. ભારત 500 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા અને 25 કરોડ સ્માર્ટ મીટરના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દિશામાં અમે એવા નવા ઊર્જા વ્યાવસાયિકોને તૈયાર કરી રહ્યા છીએ, જેમને આ પરિવર્તન માટે જરૂરી મહત્વપૂર્ણ કુશળતાઓ પ્રાપ્ત થાય અને તેઓ લાંબા ગાળાની કારકિર્દી બનાવી શકે.”

સેન્ટર ઓફ એક્સેલન્સમાં ગ્રાહક ઇન્ડેક્સિંગ, મીટર ઇન્સ્ટોલેશન તાલીમ, ડીટી મીટરિંગ તાલીમ, ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M), બિહેવિયરલ ટ્રેનિંગ તેમજ બે દિવસીય સર્ટિફિકેશન કાર્યક્રમ સહિત વિવિધ પ્રકારની વ્યાપક તાલીમ આપવામાં આવશે.

ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ 25 કરોડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની યોજનાને સફળ બનાવવા માટે પ્રશિક્ષિત અને પ્રમાણિત ટેકનિશિયન તથા ઊર્જા ક્ષેત્રના વ્યાવસાયિકોની ઉપલબ્ધતા અત્યંત જરૂરી છે. આ સેન્ટર આ દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ તાલીમ કાર્યક્રમ 18 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના ITI, ડિપ્લોમા અથવા B.Tech લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખુલ્લો છે. તાલીમ પૂર્ણ થયા બાદ એક કલાકની પરીક્ષા લેવામાં આવશે. સફળ ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવશે, જે ઊર્જા ક્ષેત્રમાં તેમની રોજગારક્ષમતા વધારશે.

== સમાપ્ત ==

Related posts

શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ રેકોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યું

Master Admin

ભારતના પ્રથમ કાર ખરીદદારો મૂલ્યની દ્રષ્ટિએ આગળ વધી રહ્યા છે: કોટક પ્રાઇમ

Master Admin

Tata Motors registered total sales of 69,131 units in July 2025 Total CV Sales of 28,956 units, 7% YoY Total PV Sales of 40,175 units, -11% YoY

Reporter1

Leave a Comment

Translate »