Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગાંધીનગર જિલ્લામાં ખરીફ વાવેતરનો આંકડો ૮૨ હજાર હેક્ટર ઉપર પહોંચ્યો

મેઘરાજાએ મહેર વરસાવતા અઠવાડિયામાં ૧૧ હજાર હેક્ટર વાવેતર વધ્યુ

જિલ્લામાં અતિ ભારે સુધીના વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ ખેડૂતોએ વર્તવાની સાવચેતી સંબંધિ માર્ગદર્શિકા જાહેર કરાઇ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧ ઓગસ્ટ ૨૦૨૬ — જુલાઇના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગર જિલ્લામાં છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર અને ઝાપટા સ્વરૂપે વરસાદ થતાં ખેડૂત પરિવારોએ ખરીફ વાવેતરના શ્રીગણેશ કર્યા હતાં. તે પછી વાવણી લાયક વરસાદ થતાં ૧૦ જુલાઇ સુધીમાં વાવેતરનો આંકડો ૫૩,૫૦૦ હેક્ટરથી વધુ પહોંચ્યો હતો. દરમિયાન ગત અઠવાડિયા દરમિયાન મેઘરાજાએ મહેર વરસાદવતા હાલના તબક્કે જિલ્લામાં વાવેતરનો આંકડો ૮૨ હજાર હેક્ટરે પહોંચ્યો છે. તેમાં સૌથી વધુ કપાસ અને મગફળીનું ૧૮-૧૮ હજાર હેક્ટરમાં વધુવાવેતર થયુ છે. ચોમાસાના આરંભે વરસાદ નહીં થતાં જિલ્લાના ચારેય તાલુકાના ખેડૂતો ભારે મુંજવણમાં મુકાયા હતાં. પરંતુ વિખેરાઇ ગયેલા વાદળાએ માફકસરનો વરસાદ વરસાવતા ખેડૂતોમાં ખૂશીની લહેર ફરી વળી છે અને ખેડૂતો દ્વારા કપાસ, દિવેલા, મગફળી અને તલ સહિત તેલીબિયાનું વાવેતર કરવામાં આવ્યુ છે.જિલ્લામાં અતિ ભારે સુધીના વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ ખેડૂતોએ વર્તવાની સાવચેતી સંબંધિ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. ખેડૂતોને પોતાના ઉભા પાક, કાપણી કરેલો પાક અને ખેત-સંસાધનોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવાયું છે. પાકમાં હાલ પૂરતુ પિયત આપવાનું કે રાસાયણિક ખાતર અને દવાઓનો છંટકાવ કરવાનું મુલતવી રાખવું. ખેતરમાં વધારાના પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે નિકાલની વ્યવસ્થા કરવી.જિલ્લામાં અતિ ભારે સુધીના વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ ખેડૂતોએ વર્તવાની સાવચેતી સંબંધિ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. ખેડૂતોને પોતાના ઉભા પાક, કાપણી કરેલો પાક અને ખેત-સંસાધનોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવાયું છે. પાકમાં હાલ પૂરતુ પિયત આપવાનું કે રાસાયણિક ખાતર અને દવાઓનો છંટકાવ કરવાનું મુલતવી રાખવું. ખેતરમાં વધારાના પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે નિકાલની વ્યવસ્થા કરવી.ખરીફ ઋતુમાં અત્યાર સુધીમાં કયા પાકમાં કેટલુ વાવેતર થયુ છે, તેની ઉપર દ્રષ્ટી કરીએ તો કપાસ-૧૮,૨૫૦ હેક્ટર, મગફળી- ૧૮,૧૦૦, બાજરી- ૨૦૦ હેક્ટર, મગ- ૫૦૦ હેક્ટર, અડદ- ૧૦૩૦ હેક્ટર, ગુવાર- ૧૬૫૦ વાવેતર થયુ છે.ખરીફ ઋતુમાં અત્યાર સુધીમાં કુલ ૮૨ હજાર હેક્ટરમાં વાવેતર થયુ છે. તેમાં દહેગામ તાલુકામાં ૫૧ હજાર હેક્ટર, ગાંધીનગર તાલુકામાં ૫૦ હજાર હેક્ટર, માણસા તાલુકામાં ૩૭ હજાર હેક્ટર અને કલોલ તાલુકામાં ૩૦ હજાર હેક્ટરમાં થયુ છે.

Related posts

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી

Master Admin

JCAF અમદાવાદની ઝવેરી હોમ લોન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026માં 100+ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ભાગ લીધો

Master Admin

ટિકિટ બાબતે શહેર ભાજપ પ્રમુખ ઉપર પથ્થરમારો

Master Admin

Leave a Comment

Translate »