Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

સાયબર ગઠિયાઓ બેફામઃ શહેરીજનો પાસેથી લાખો રૂપિયા ચાલાકીથી સેરવ્યા

બેંકના ક્રેડિટ મેસેજ જેવો જ મેસેજ મોકલીને ગઠિયાએ વૃદ્ધ પાસે ૯૯૦૦૦ પડાવી લીધા

વૃદ્ધને છેતરપિંડી થયાની જાણ થતાં તેમણે એલિસબ્રિજ પોલીસમથકે ફરિયાદ નોંધાવી : પોલીસે વધુ તપાસ હાથ ધરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧ ઓગસ્ટ ૨૦૨૬ –– શહેરમાં રહેતા એક વૃદ્ધને ગઠિયાએ ફોન કરીને અગાઉ તેમના ત્યાં કલરકામ કર્યું હોવાની ખોટી ઓળખ આપીને વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં ગઠિયાએ તેના મિત્રએ વૃદ્ધના ખાતામાં ભૂલથી નાણાં ટ્રાન્સફર કર્યા હોવાનું કહીને બેંક તરફથી મોકલાતા મેસેજ જેવો જ મેસેજ મોકલીને ૯૯ હજાર પડાવી લીધા હતા. વૃદ્ધને છેતરપિંડી થયાની જાણ થતાં તેમણે એલિસબ્રિજ પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે.એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધ સીજી રોડ પરની એક ઓફિસમાં કન્સલટન્ટ તરીકે નોકરી કરે છે. ગત તા.૨૩મીએ એક ગઠિયાએ વૃદ્ધને ફોન કરીને બહુ સમય પહેલા તમારા ત્યાં કલરકામ કર્યું હોવાનો દાવો કરીને પોતાનું નામ મનોજ શર્મા જણાવ્યું હતું. બાદમાં તેના મિત્રે ભૂલથી વૃદ્ધના ખાતામાં ૪૫,૫૦૦ રૂ. મોકલ્યા હોવાનું કહીને બેન્કનો મેસેજ કર્યો હતો. વૃદ્ધે ફોનમાં તપાસ કરતા બેંકમાંથી આવતા મેસેજ જેવો આબેહુબ મેસેજ તેમને આવ્યો હતો. જે બાદ ગઠિયાએ એક નંબર આપ્યો અને તેમાં નાણાં ટ્રાન્સફર કરવાનું કહેતા વૃદ્ધે ૪૫,૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જે બાદ ફરી ગઠિયાએ ફોન કર્યો અને આ જ મોડસઓપ્રેન્ડીથી ૫૩,૫૦૦ ભૂલથી તેના મિત્રએ મોકલ્યા હોવાનો દાવો કરીને વૃદ્ધને જાળમાં ફસાવ્યા હતા. વૃદ્ધે આ ગઠિયાને ઠપકો આપતા તેણે હોસ્પિટલના ફોટો મોકલીને તેના પુત્રનું ઓપરેશન છે, પૈસા નહિ ભરે તો તેનું મૃત્યુ થશે તેમ કહીને પૈસા પડાવી લીધા હતા. પરંતુ બાદમાં વૃદ્ધને શંકા જતા તેમણે બેંક એકાઉન્ટ એપ્લિકેશનમાં તપાસ કરતા તેમના ખાતામાં કોઇ નાણાં જમા થયા જ નહોતા. આમ, ગઠિયાએ બેંક તરફથી કરવામાં આવતા મેસેજ જેવા જ ભળતા મેસેજ કરીને વૃદ્ધ પાસેથી ૯૯ હજાર પડાવી લેતા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એલિસબ્રિજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related posts

શેલા રોડ પર મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે અકસ્માત

Master Admin

ઓર્ગન ડોનર ક્રિશ અકબરીની યાદમાં રક્તદાન શિબિરનું આયોજન

Master Admin

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ લાગી

Master Admin

Leave a Comment

Translate »