Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratnational

BNI અમદાવાદ: વ્યવસાયથી પણ વિશેષ… એક જીવનશૈલી.

અમદાવાદ, ગુજરાત | ૦૫ ઓગસ્ટ ૨૦૨૬ | હજારથી વધુ ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયિકોને તેમની ઓફિસો, બોર્ડરૂમ અને વ્યસ્ત શિડ્યુલને થોડા સમય માટે પાછળ મૂકી એકત્ર થતા જોવું ખરેખર એક અસાધારણ અનુભવ છે. તેઓ અહીં કોઈ નવી ડીલ ક્લોઝ કરવા, કોઈ નવા ક્લાયન્ટને મળવા કે કોઈ વ્યવસાયિક લક્ષ્ય હાંસલ કરવા માટે નથી આવ્યા, પરંતુ એકબીજાની સફળતાઓને ઉજવવા, પરસ્પર સન્માન વ્યક્ત કરવા અને સાથે મળીને આનંદની ક્ષણો વહેંચવા માટે આવ્યા છે.

સૌપ્રથમ સિસિલિયન આઉટબાઉન્ડ ગાલામાં બરાબર આવું જ બન્યું, જ્યાં BNI અમદાવાદના સભ્યો વર્ષોથી બનાવેલા સંબંધો, વિશ્વાસ અને સમુદાયભાવની ઉજવણી કરવા માટે ઉદયપુરમાં ભેગા થયા હતા.

રેફરલ્સ પર બનેલી ઓર્ગેનાઇઝેશન માટે, ઉજવણી માટે આખો દિવસ સમર્પિત કરવો અસામાન્ય લાગે છે. પરંતુ કદાચ એ જ તેની સાચી વિશેષતા છે.

કારણ કે સૌથી મજબૂત રેફરલ્સ ક્યારેય પ્રેઝન્ટેશન દરમિયાન સર્જાતા નથી. તે મીટિંગ પૂર્ણ થયા પછી લાંબા સમય સુધી ચાલુ રહેતી વાતચીતો પર બનાવવામાં આવે છે. તે સાથે મુસાફરી કરતી વખતે, એકબીજાની સિદ્ધિઓને બિરદાવતી વખતે, ડિનર પર વાર્તાઓ શેર કરતી વખતે, ઘડિયાળ જોયા વિના હસતી વખતે અને વ્યવસાય પાછળની વ્યક્તિને શોધતી વખતે બનાવવામાં આવે છે.

સિસિલિયન આઉટબાઉન્ડ ગાલાનું આયોજન બરાબર આ જ ઉજવણી માટે કરવામાં આવ્યું હતું. સિસિલિયન સોશિયલ અવર્સથી લઈને, વિવિધ ચેપ્ટરના ઉદ્યોગસાહસિકોએ પોતાના ચેપ્ટરની સીમાઓથી આગળ વધીને નવા સંબંધો સ્થાપિત કર્યા, જ્યારે ગાલા નાઇટમાં સભ્યોનું સન્માન માત્ર તેમના દ્વારા સર્જાયેલા વ્યવસાય માટે જ નહીં, પરંતુ તેમણે દર્શાવેલા નેતૃત્વ, પરસ્પર વિશ્વાસ અને મજબૂત વ્યવસાયિક સમુદાયના નિર્માણમાં આપેલા યોગદાન માટે પણ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમની દરેક ક્ષણ છેલ્લા તેર વર્ષોમાં BNI અમદાવાદ જે મૂલ્યો અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, તેનું જીવંત પ્રતિબિંબ બની રહી.

આ કાર્યક્રમના મહત્વ વિશે વાત કરતાં BNI અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું: “લોકો મને વારંવાર પૂછે છે કે BNI અમદાવાદને અન્યથી અલગ શું બનાવે છે? મારો જવાબ હંમેશાં એક જ હોય છે. તે અમારા ચેપ્ટર્સ નથી, અમારી મીટિંગ્સ નથી અને માત્ર અમે સર્જેલો વ્યવસાય પણ નથી. અમારી સૌથી મોટી તાકાત અમારા લોકો છે. અમે એવી વ્યવસાયિક કોમ્યુનિટી બનાવી છે જ્યાં ઉદ્યોગસાહસિકો એકબીજાની સફળતાની ઉજવણી એટલા જ ઉત્સાહથી કરે છે જેટલી પોતાની સફળતાની કરે છે. આવી સંસ્કૃતિ એક જ રાતમાં સર્જાતી નથી. તે સતત જોડાયેલા રહેવા, લોકોમાં રોકાણ કરવા, એકબીજાની સિદ્ધિઓને ઉજવવા અને વ્યવહાર કરતાં સંબંધોને વધુ મહત્ત્વ આપવાથી વિકસે છે. સિસિલિયન આઉટબાઉન્ડ ગાલા એ આ સમગ્ર સફરની જ એક સુંદર ઉજવણી છે.”

આજે BNI અમદાવાદના 60 ચેપ્ટર્સમાં 3,000થી વધુ ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયિકો જોડાયેલા છે. તેના સ્ટ્રક્ચર્ડ રેફરલ ઇકોસિસ્ટમ દ્વારા સંસ્થાએ ₹15,000 કરોડથી વધુનો વ્યવસાય સર્જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પરંતુ આંકડાઓ માત્ર સફળતાની કહાનીનો એક ભાગ જ દર્શાવે છે.

સાચી સિદ્ધિ તો એવો વ્યવસાયિક સમુદાય ઊભો કરવામાં છે, જ્યાં સ્પર્ધકો પણ એકબીજાની સફળતાને દિલથી વધાવે છે, જ્યાં લીડર્સપોતાની પહેલાં અન્ય લોકો માટે તકો ઉભી કરે અને જ્યાં ઉદ્યોગસાહસિકો માત્ર વ્યવસાય જ નહીં, પરંતુ જીવનભર ટકી રહે એવા વિશ્વાસભર્યા સંબંધોનું પણ નિર્માણ કરે છે.

== સમાપ્ત ==

Related posts

આરએસબી ટ્રાન્સમિશન્સ અને સેટકો ઓટો સિસ્ટમ્સએ તેમના સહિયારા ભવિષ્યની શરૂઆત કરી

Reporter1

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો હવે શૈક્ષણિક સત્રના અંતે થશે નિવૃત્ત

Master Admin

ઘરેલુ બજારમાં ચાંદીની કિંમતમાં રૂપિયા ૧૦ હજારનો ઉછાળો

Master Admin

Leave a Comment

Translate »