Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Health Carenational

સ્કીન કેન્સરને પાછું આવતું રોકવામાં વેક્સિન ટ્રાયલ સફળ

કેન્સર સામેની જંગમાં ક્રાંતિ

લેટ-સ્ટેજ ટ્રાયલમાં, આ પર્સનલાઇઝ્‌ડ વેક્સિને કીટ્રૂડા સાથે મળીને કેન્સર ફરી આવતું અને ફેલાતું અટકાવવામાં ૪૯% જેટલી સફળતા મેળવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૬ –– કેન્સર સારવાર ક્ષેત્રે એક અતિ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ફાર્માસ્યુટિકલ જાયન્ટ ર્સ્ઙ્ઘીહિટ્ઠ અને સ્ીષ્ઠિા ની પર્સનલાઇઝ્‌ડ દ્બઇદ્ગછ કેન્સર વેક્સિનના લેટ-સ્ટેજ ટ્રાયલમાં પ્રોત્સાહક પરિણામો સામે આવ્યા છે. સ્કીન કેન્સર (મેલાનોમા) ના દર્દીઓ પર કરવામાં આવેલા પ્રયોગમાં આ વેક્સિને શસ્ત્રક્રિયા પછી કેન્સર પાછું આવતું (ઇીષ્ઠેિિીહષ્ઠી) અને શરીરના અન્ય ભાગોમાં ફેલાતું (સ્ીંટ્ઠજંટ્ઠજૈજ) અટકાવવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

સામાન્ય રસીઓની જેમ આ રસી ચેપ કે રોગને થતો રોકવા માટે નથી હોતી, પરંતુ દર્દીના પોતાના ટ્યુમરના ડીએનએ (ડ્ઢદ્ગછ) પ્રોફાઇલ પર આધારિત હોય છે. જ્યારે દર્દીના શરીરમાંથી સર્જરી દ્વારા ટ્યુમર હટાવવામાં આવે છે, ત્યારે તેના ચોક્કસ જિનેટિક મ્યુટેશનનું વિશ્લેષણ કરવામાં આવે છે. ત્યારબાદ ર્સ્ઙ્ઘીહિટ્ઠ ની દ્બઇદ્ગછ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક દર્દી માટે ખાસ રસી તૈયાર કરવામાં આવે છે. આ રસી રોગપ્રતિકારક શક્તિને તાલીમ આપે છે, જેથી તે દર્દીના ટ્યુમર-વિશિષ્ટ મ્યુટેશન ધરાવતા કેન્સરના કોષોને ઓળખીને તેને વધતા કે ફેલાતા પહેલા જ નષ્ટ કરી શકે.

આ ફેઝ-૩ ક્લિનિકલ ટ્રાયલમાં હાઇ-રિસ્ક સ્ટેજ ૈૈંંમ્ થી ૈંફ મેલાનોમાના ૧,૧૩૭ દર્દીઓને આવરી લેવામાં આવ્યા હતા. દર્દીઓને સ્ીષ્ઠિા ની પ્રખ્યાત ઇમ્યુનોથેરાપી દવા કીટ્રૂડા (દ્ભીઅિંેઙ્ઘટ્ઠ) સાથે આ રસીનું મિશ્રણ અથવા માત્ર કીટ્રૂડા આપવામાં આવી હતી. પરિણામો દર્શાવે છે કે આ મિશ્રિત કમ્બિનેશને કેન્સરનું પુનરાવર્તન અને દૂરના ભાગોમાં ફેલાવવાનો જોખમ સફળતાપૂર્વક ઘટાડ્યો છે. આ અગાઉ કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે માત્ર કીટ્રૂડા આપવાની સરખામણીએ આ કોમ્બિનેશન થેરાપીથી કેન્સર પાછું આવવાનું અથવા મૃત્યુનું જોખમ ૪૯% જેટલું ઘટી ગયું હતું.

મેલાનોમા એ સ્કીન કેન્સરનું સૌથી ગંભીર સ્વરૂપ છે, જે ફેલાઈ ગયા પછી તેની સારવાર અત્યંત જટિલ બની જાય છે. સર્જરી કરાવી ચૂકેલા દર્દીઓમાં કેન્સર પાછું ન આવે તે સુનિશ્ચિત કરવું એ મુખ્ય પડકાર છે. આ અંગે પાર્કર ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર ઇમ્યુનોથેરાપીના સીઇઓ કારેન નુડસેને જણાવ્યું કે આ શોધ સોલિડ ટ્યુમર માટે ઇમ્યુનોથેરાપીના એક નવા યુગની શરૂઆત હોઈ શકે છે. ર્સ્ઙ્ઘીહિટ્ઠ ના પ્રેસિડેન્ટ સ્ટીફન હોજના જણાવ્યા અનુસાર, રેગ્યુલેટરી મંજૂરી મળતાં આ થેરાપી આગામી સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

અંગત જિનેટિક પ્રોફાઇલ પર આધારિત આ પર્સનલાઇઝ્‌ડ ઓન્કોલોજી થેરાપી આગામી સમયમાં ફેફસાં, સ્તન અને સ્વાદુપિંડના કેન્સર (ઁટ્ઠહષ્ઠિીટ્ઠૈંષ્ઠ ઝ્રટ્ઠહષ્ઠીિ) ની સારવારમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Related posts

મોબાઇલથી ચહેરો દેખાડો અને ઘર બેઠાં જમા થઈ જશે લાઇફ સર્ટિફિકેટ

Master Admin

કેન્દ્ર સરકારની ગુજરાતને રૂપિયા ૫૦૦ કરોડની આગોતરી મદદ

Master Admin

ચૂંટણી પછી પાપોનો હિસાબ થશેઃ વડાપ્રધાન નરન્દ્ર મોદી

Master Admin

Leave a Comment

Translate »