Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદ RTOમાં લાયસન્સ કઢાવવા AI ટ્રેકમાં ટેસ્ટ ફરજીયાત

આવનારા અરજદારો થઇ રહ્યા છે ફેલ

અમદાવાદ RTO ખાતે ટ્રેક ઉપર લાગેલા ૧૬ HD કેમેરા ટેસ્ટ બાદ તાત્કાલિક સ્થળ ઉપર જ પરિણામ આપે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૬ — અમદાવાદ RTO ખાતે હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આધુનિક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ટ્રેક પર ટેસ્ટ આપવી ફરજિયાત બનાવવામાં આવી છે.

આ નવા ટેકનોલોજી યુક્ત ટ્રેક પર ૧૬ જેટલાં HD કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જે ઉમેદવારની ડ્રાઇવિંગ સ્કિલનું ચોક્કસ મૂલ્યાંકન કરીને ટેસ્ટ પૂર્ણ થતાં જ સ્થળ પર તાત્કાલિક પરિણામ આપે છે.

જોકે, મોટાભાગના અરજદારો ટેસ્ટ આપતા પહેલાં RTO દ્વારા પૂરા પાડવામાં આવતા માર્ગદર્શક વિડિયો જોયા વગર જ આવી જાય છે, જેના કારણે નાની ભૂલોમાં પણ નાપાસ (ફેલ) થઈ રહ્યા છે.

અગાઉના જૂના ટ્રેકમાં જે પોલ્સ (થાંભલા) મૂકવામાં આવતા હતા, તેને હવે હટાવી દેવાયા છે. તેના સ્થાને યેલો બોર્ડર (પીળી લાઈન) કરવામાં આવી છે. નવા ટ્રેકમાં ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ અને સ્ટોપ લાઈન જેવા નિયમોનો કડક અમલ સામેલ કરાયો છે. જૂના ટ્રેકમાં પાર્કિંગ માટે અરજદારને માત્ર ૯૦ સેકન્ડ મળતી હતી, જ્યારે નવા AI ટ્રેકમાં ૧૩૦ સેકન્ડનો પૂરતો સમય આપવામાં આવે છે.

ફોર વ્હીલર લાયસન્સ ટેસ્ટ પાસ કરવા માટે અરજદારે કુલ ૪ તબક્કા પાર કરવાના રહે છે. મોટાભાગના લોકો નીચે મુજબની ભૂલોને કારણે ફેલ થાય છે. વિડિયો જોયા વગર આવતા અરજદારો સૌથી વધુ પાર્કિંગ વિભાગમાં જ નાપાસ થાય છે. વહીકલ યોગ્ય રીતે પાર્ક થઈ ગયા પછી ગાડી બહાર કાઢતી વખતે ઉતાવળમાં ગાડીનું ટાયર કે બમ્પર યેલો લાઈનને અડી જાય છે. છૈં કેમેરા તરત જ આ ભૂલ પકડી લે છે અને પરિણામ ફેઈલ આવે છે. સ્ટોપ લાઈન પહેલા ગાડી ન રોકવી કે સિગ્નલ ભંગ કરવાથી પણ પોઈન્ટ કપાઈ જાય છે.

RTO કે સત્તાવાર માધ્યમો દ્વારા જાહેર કરાયેલો ટેસ્ટનો ડેમો વિડિયો ટેસ્ટ આપવા જતાં પહેલાં ધ્યાનથી જોઈ લેવો. ડ્રાઇવિંગ કરતી વખતે અને ખાસ કરીને ગાડી રિવર્સ કે પાર્કિંગમાંથી બહાર કાઢતી વખતે વાહન યેલો લાઈનને સહેજ પણ સ્પર્શે નહીં તેની કાળજી રાખો. પાર્કિંગ માટે ૧૩૦ સેકન્ડનો પૂરતો સમય મળે છે, તેથી ઉતાવળ કર્યા વગર શાંતિથી વાહન કંટ્રોલ કરો. સ્ટોપ લાઈન આવે ત્યાં ગાડી પૂરેપૂરી ઊભી રાખો અને સિગ્નલ જોઈને જ આગળ વધો.

Related posts

અમદાવાદના થલતેજમાં AMCની ટીમ પર પથ્થરમારો, ૪ વાહનોમાં તોડફોડ

Master Admin

“ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ” – અમદાવાદમાં સ્વરા ગ્રૂપ દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

Reporter1

‘ધ આર્મર સ્ટ્રેન્થ’ એ અમદાવાદમાં તેની બીજી શાખા શરૂ કરી; આગામી પાંચ વર્ષમાં 25 જિમ ખોલવાની યોજના

Master Admin

Leave a Comment

Translate »