Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

છેલ્લાં 2 વર્ષમાં સ્વિગીની ‘ફૂડ ઑન ટ્રેન’ સુવિધામાં 12 ગણો વધારો નોંધાયો: નેટવર્ક વિસ્તરીને 201 સ્ટેશન્સ સુધી પહોંચ્યું

  • છેલ્લાં 5 વર્ષમાં સ્ટેશન્સની સંખ્યા 66થી વધીને 201 થઈ.
  • વધુ સુગમ અનુભવ માટે નવા પ્રોડક્ટ ફીચર્સ લૉન્ચ કરવામાં આવ્યા છે – ‘સર્ચ બાય ટ્રેન’ ફીચરની મદદથી યુઝર્સ ટ્રેનના નંબર/નામથી સર્ચ કરીને રેસ્ટોરન્ટ્સ અને મેનૂ બ્રાઉઝ કરી શકે છે. યુઝર્સ ‘99 સ્ટોર વિજેટ’ના માધ્યમથી ભોજનના પરવડે તેવા વિકલ્પો પણ શોધી શકે છે.
  • ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત થઈ

રાષ્ટ્રીય | ૨૭મી ઓગસ્ટ ૨૦૨૬ | ભારતના અગ્રણી ઑન-ડિમાન્ડ કન્વિનિયન્સ પ્લેટફૉર્મ સ્વિગી (સ્વિગી લિમિટેડ, એનએસઈ: SWIGGY / બીએસઈ: 544285)એ આજે જાહેર કર્યું છે કે, તેની ‘ફૂડ ઑન ટ્રેન’ સર્વિસમાં છેલ્લાં 2 વર્ષમાં (ઑગસ્ટ 2024થી ઑગસ્ટ 2026 સુધી) 12 ગણો વધારો નોંધાયો છે. ટિયર-2 અને ટિયર-3 માર્કેટ્સમાં તેની સ્વીકૃતિનો દર મેટ્રો શહેરોની સરખામણીએ બમણી ઝડપે વધ્યો છે. આ ઉપરાંત, સ્વિગીની ‘ફૂડ ઑન ટ્રેન’ સર્વિસ વર્ષ 2024માં 66 સ્ટેશન્સ પૂરતી મર્યાદિત હતી, જે હવે તેણે વધારીને 201 સ્ટેશન્સ સુધી વિસ્તારી છે.

સ્વિગીએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ફૂડ ઑર્ડર કરવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવાના હેતુથી બે નવા પ્રોડક્ટ ફીચર્સ પણ લૉન્ચ કર્યા છે. પહેલું ફીચર સર્ચ બાય ટ્રેન’ છે, જેની મદદથી યુઝર્સ પરંપરાગત રીતે રેસ્ટોરન્ટ્સને ફિલ્ટર કરવાની પ્રક્રિયાને ટાળીને માત્ર પોતાનો ટ્રેન નંબર અથવા ટ્રેનનું નામ ટાઇપ કરીને તેમના ચોક્કસ રૂટ અને શિડ્યુલ મુજબ ઉપલબ્ધ ફૂડના વિકલ્પોને તરત જોઈ શકે છે. આ ઉપરાંત, નવા લૉન્ચ કરવામાં આવેલા ‘99 સ્ટોર વિજેટ’ દ્વારા એપ પર એક ડેડિકેટેડ હબ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેની મદદથી મુસાફરો ઓછા બજેટમાં ઉપલબ્ધ ભોજનના વિકલ્પો સરળતાથી શોધી શકે છે અને લાંબી મુસાફરી દરમિયાન પરવડે તેવા ભોજનનો આનંદ માણી શકે છે.

સ્વિગીએ ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોની બદલાતી ફૂડ હેબિટ્સને લગતા કેટલાક રસપ્રદ ટ્રેન્ડ્સ પણ શૅર કર્યા છે. માત્ર 1 વર્ષથી થોડા વધુ સમયમાં, મુસાફરો ફાસ્ટ ફૂડ અને કાર્બોનેટેડ ડ્રિંક્સથી દૂર થઈને વધુ આરોગ્યપ્રદ અને તાજા ભોજન તરફ વળ્યા છે. ગયા વર્ષની સરખામણીએ મુસાફરો લસ્સી (+60%), છાશ (+40%) અને મોઇતો (+90%) જેવા પરંપરાગત અને તાજગીભર્યા પીણાં વધુ પસંદ કરી રહ્યા છે, જ્યારે સ્ટાન્ડર્ડ ફિઝી ડ્રિંક્સના ઑર્ડર્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ટ્રેનમાં ફૂડ ઑર્ડર કરતી વખતે મુસાફરો ફરીથી પરંપરાગત અને પ્રાદેશિક ફૂડ તરફ વળી રહ્યા છે, જેમાં ટ્રેનમાં અપાતા કુલ ઑર્ડર્સમાં થાળી જેવા સંપૂર્ણ ભોજનનો હિસ્સો 65%થી વધુ છે. આ ઉપરાંત, મીઠાઈના ઑર્ડર્સમાં પણ 110% જેટલો નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેમાં રસગુલ્લા સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યાં છે.

‘ફૂડ ઑન ટ્રેન’ના વિસ્તરણ અને ટિયર-2 તથા ટિયર-3 માર્કેટ્સમાં તેની વધતી સ્વીકૃતિ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં, સ્વિગી ફૂડ માર્કેટપ્લેસ, ઇન્ડિયા નેક્સ્ટના વાઇસ પ્રેસિડેન્ટ કાર્તિક કુમાર તંગિરાલાએ જણાવ્યું હતું કે, ‘ફૂડ ઑન ટ્રેન અમારી અત્યંત સફળ પ્રોડક્ટ્સમાંથી એક છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે, અનેક ટિયર-2 શહેરોમાં ટ્રેનમાં આપવામાં આવતાં ઑર્ડર્સનો હિસ્સો કુલ ઑર્ડરમાં 50%થી વધુ છે અને છેલ્લાં 2 વર્ષથી વધુ સમયમાં તેમાં મોટા પાયે વધારો થયો છે. સ્વિગી પર ટ્રેનમાંથી આપવામાં આવતા કુલ ઑર્ડર્સમાંથી 75%થી વધુ ઑર્ડર્સ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી આવે છે, જેમાં ભારતની મધ્યમાં આવેલા શહેરોમાંથી ઑર્ડર્સનું પ્રમાણ વધુ છે. આ સર્વિસ એટલી આશાસ્પદ સાબિત થઈ છે કે, સ્વિગીએ ફૂડ ઑન ટ્રેનના ગ્રાહકોને સેવા પૂરી પાડવા માટે જ મનમાડ, દૌંડ, બીના અને ટુંડલા જેવા શહેરોમાં પણ પોતાની કામગીરી શરૂ કરી છે. અમે સમજીએ છીએ કે, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન એ ટ્રેનની મુસાફરીનું એક અભિન્ન અંગ છે અને અમને આનંદ છે કે, ‘ફૂડ ઑન ટ્રેન’ના માધ્યમથી અમે ટ્રેનની મુસાફરી કરનારા લાખો મુસાફરોના ડાઇનિંગ એક્સપીરિયન્સને સુધારી શક્યા છીએ.’

‘ફૂડ ઑન ટ્રેન’ના નેટવર્કમાં ઉમેરવામાં આવેલા નવા સ્ટેશન્સમાં કોલ્હાપુર, વર્ધા, શાહડોલ, કાકીનાડા, ભરતપુર, ચિત્તૂર, થંજાવુર, રાયગઢ, જામનગર, ઇન્દોર અને ટુંડલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મુસાફરો હવે તેમની ટ્રેનની મુસાફરી દરમિયાન પ્રાદેશિક વાનગીઓનો સ્વાદ પણ માણી રહ્યા છે અને પોતાના બર્થ પર બેઠાં-બેઠાં પ્રખ્યાત સ્થાનિક વાનગીઓનો ઑર્ડર આપી રહ્યા છે. આ ટ્રેન્ડ સ્ટેશન-લેવલના વેચાણના ડેટામાં પણ જોવા મળે છે: જયપુર જંક્શન પર પ્યાઝ કચોરી સૌથી વધુ વેચાતી વાનગી છે, જ્યારે ભોપાલમાં પૌંઆ ટૉપ-10 બ્રેકફાસ્ટની વાનગીઓમાં સ્થાન ધરાવે છે. દક્ષિણ અને મધ્ય ભારતના સ્ટેશન્સ પરથી પ્રાપ્ત થતાં ઑર્ડર્સમાં સ્થાનિક બિરયાનીની વિવિધ વેરાયટીઓનું પ્રભુત્વ જોવા મળે છે. લખનઉમાં પણ પ્રખ્યાત ટુંડે ગલૌટી કબાબની સાથે બિરયાનીની સ્થાનિક વેરાયટીઓ સૌથી વધુ વેચાતી વાનગીઓમાં સામેલ છે. રસપ્રદ વાત એ છે કે, નાગપુરમાં હલ્દીરામ્સની થાળીઓનો, જ્યારે ગોવાના મડગાંવમાં સ્થાનિક સીફૂડની થાળીઓનો સૌથી વધુ ઑર્ડર આપવામાં આવે છે.

== સમાપ્ત ==

Related posts

ગુજરાતીઓના અતિ પ્રિય એવા માઉન્ટ આબુનું બદલાઈ ગયું નામ

Master Admin

આજ કુછ તૂફાની કરતે હૈં : હનુમાનકાઈન્ડ અને થમ્સ અપ ભારત વિ. પાકિસ્તાન આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપનો રોમાંચને નવી ઊંચાઈએ લઈ જાય છે

Master Admin

Three Years, 19 million passengers: Akasa Air celebrates record growth

Reporter1

Leave a Comment

Translate »