Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એમેઝોન ઇન્ડિયાના ગ્રેટ ફ્રીડમ સેલમાં AI-ક્યુરેટેડ શોધમાંથી ખરીદી કરો: 7 ઓગસ્ટ 2026થી સેલનો પ્રારંભ

  • ગ્રાહકો HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન્સ પર 10% સુધીની ઇન્સ્ટન્ટ બચતનો લાભ લઈ શકે છે
  • પ્રાઇમ મેમ્બરો વિવિધ શ્રેણીઓમાં 5% સુધીની વધારાની બચતનો આનંદ માણી શકે છે
  • નો કોસ્ટ EMI, કૂપન ડિસ્કાઉન્ટ અને ઇન્સ્ટન્ટ બેંક ઑફર્સ સાથે 80% સુધીની છૂટ
  • સ્થાનિક કારીગરી દ્વારા આકાર પામેલા અને આજની વિકસતી જીવનશૈલી માટે ડિઝાઇન કરવામાં આવેલી ભારતના વારસામાં મૂળ ધરાવતી પ્રોડક્ટ્સ શોધો
  • રુફસ, લેન્સ AI, રિવ્યૂ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટરી સહિતના AI ટૂલ્સ, ગ્રાહકોને યોગ્ય ઉત્પાદનો શોધવા અને ભરોસાપૂર્વક ખરીદી કરવા માટે માર્ગદર્શન આપે છે

બેંગલુરુ, ભારત | ૦૬ ઓગસ્ટ ૨૦૨૬ | એમેઝોન ઇન્ડિયા દ્વારા ગ્રેટ ફ્રીડમ સેલ 2026ની જાહેરાત કરવામાં આવી છે જે 7 ઓગસ્ટના રોજ રાત્રે 12:00 વાગ્યાથી લાઇવ થશે. આ સેલમાં સ્માર્ટફોન, ફેશન, બ્યૂટી, ઘર, કિચન, મોટા એપ્લાયન્સિસ, કરિયાણા, રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ અને બીજું કેટલુંય વિવિધ કેટેગરીમાં ખાસ AI-ક્યુરેટેડ પ્રોડક્ટ્સના વિશાળ સિલેક્શન હેઠળ ઉપલબ્ધ થશે. આ સેલમાં ભારતીય બ્રાન્ડ્સ અને સ્થાનિક કારીગરીને પણ વિવિધ કેટેગરીમાં હાઇલાઇટ કરવામાં આવશે. ગ્રાહકો સેમસંગ, સોની, LG, શાઓમી, TCL, પૂમા, સીટાપીલ, અમેરિકન ટૂરિસ્ટર, નેસ્ટોરિયા લિવિંગ, પિન્ટોલા, ડેટોલ, હિમાલયા અને બીજી ઘણી ટોચની બ્રાન્ડ્સ દ્વારા આપવામાં આવતી આકર્ષક ડીલ્સ મેળવી શકાય છે. સેલ દરમિયાન, ગ્રાહકો ટોપ 100 ડીલ્સ, બ્લોકબસ્ટર ડીલ્સ, ટ્રેન્ડિંગ ડીલ્સ, 8 PM ડીલ્સ અને બીજી અન્ય ડીલ્સ દ્વારા આકર્ષક બચતનો લાભ મેળવી શકે છે. આ ઉપરાંત, HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને EasyEMI ટ્રાન્ઝેક્શન્સ પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર નો-કોસ્ટ EMI સાથે રૂ. 2,000 સુધીના કૅશબૅક રિવોર્ડ્સનો લાભ લઈ શકે છે. પ્રાઇમ મેમ્બરો 2 લાખથી વધુ ઉત્પાદનો પર 5% વધારાની છૂટની વધારાની પ્રાઇમ-ઓન્લી ઑફર સાથે વધુ મૂલ્ય અનલૉક કરી શકે છે. દરેક ખરીદી પર વધુ બચત કરવા માટે પ્રાઇમમાં જોડાઓ.

પરવડતા અને મોટાપાયે દેશવ્યાપી ડિલિવરી

ગ્રાહકો એમેઝોન ગ્રેટ ફ્રીડમ સેલ 2026 દરમિયાન વિવિધ કેટેગરીઓમાંમાં આકર્ષક ડીલ્સ ઉપરાંત, અલગ-અલગ લાભોનો આનંદ માણી શકે છે, જેમાં પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ઑફર્સ અને એમેઝોન પે રિવોર્ડ્સ પણ સામેલ છે. છેલ્લી ઘડીની ખરીદી કરવા માંગતા ગ્રાહકો માટે, એમેઝોન નાઉ મિનિટોમાં અતિ-ઝડપી ડિલિવરી સેવા પૂરી પાડે છે. ચોક્કસ પિન કોડમાં સેવા ઉપલબ્ધ છે કે નહીં તે તપાસવા માટે, ગ્રાહકો Amazon.in એપ ખોલીને ટોચના બેનર પર ‘લાઇટનિંગ’ નાઉ આઇકોન પર ટૅપ કરીને જાણી શકે છે. એમેઝોન ઇન્ડિયા 100% સેવાયોગ્ય પિન કોડ્સ પર ઝડપી અને ભરોસાપાત્ર ડિલિવરીના સપોર્ટ સાથે, નિરંતર નિર્બાધ અને અનુકૂળ ખરીદીનો અનુભવ પૂરો પાડે છે.

ટૂંક સમયમાં આવશે બ્લોકબસ્ટર અને ટ્રેન્ડિંગ ડીલ્સ

ગ્રાહકો સેમસંગ, સોની, LG, શાઓમી, TCL, પૂમા, સીટાફિલ, અમેરિકન ટૂરિસ્ટર, પિન્ટોલા, નેસ્ટોરિયા લિવિંગ, ડેટોલ, હિમાલયા અને બીજી ઘણી ટોચની બ્રાન્ડ્સમાં ઉપલબ્ધ ડીલ્સ દ્વારા પ્રારંભિક બચતનો લાભ મેળવી શકે છે. ગ્રાહકો સ્માર્ટફોન અને મોબાઇલ એસેસરીઝ પર 40% સુધીની છૂટ, સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર પર 67% સુધીની છૂટ અને ઘર, કિચન તેમજ આઉટડોર પ્રોડક્ટ્સ પર 50% સુધીની છૂટ મેળવી શકે છે. નાસ્તા, પ્રોટીન, લોન્ડ્રી જરૂરિયાતો, ડાયપર અને પૅટ્સને લગતી પ્રોડક્ટ્સ સહિત INR 149 થી શરૂ થતી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ પર 60% સુધીની છૂટનો આનંદ માણો. ઘરેલું, સુખાકારી, બાળકો અને પૅટ્સની મનપસંદ પ્રોડક્ટ્સ પર INR 250 સુધીનું કૅશબૅક પણ મળે છે. એમેઝોન પર “એમેઝોન કારીગર”, “એમેઝોન સહેલી” અને સ્થાનિક દુકાનો દ્વારા ટ્રેન્ડિંગ મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો, પ્રાદેશિક મનપસંદ અને હસ્તકળાની ચીજો શોધવા માટે પણ ક્યુરેટેડ ડીલ્સ ઉપલબ્ધ છે. પ્રાઇમ મેમ્બરો નો-કોસ્ટ EMI, બેંક ડિસ્કાઉન્ટ, કૅશબૅક ઑફર્સ, એમેઝોન પે રિવોર્ડ્સ અને ઝડપી ડિલિવરીના વિકલ્પો મેળવીને, વિવિધ કેટેગરીઓમાં વધારાના 5% ડિસ્કાઉન્ટની પ્રાઇમ-ઓન્લી એક્સક્લુઝિવ ઑફર સાથે વધુ મૂલ્ય અનલૉક કરી શકે છે.

પર્સનલાઇઝ્ડ ખરીદીના અનુભવ માટે AI-સંચાલિત શોધ

એમેઝોન ઇન્ડિયા ઝડપી શોધ અને સ્માર્ટ રીતે નિર્ણય લેવા માટે તૈયાર કરવામાં આવેલા AI-સંચાલિત ટૂલ્સ દ્વારા આ ગ્રેટ ફ્રીડમ સેલમાં ખરીદીને વધુ સરળ અને વધુ સાહજિક બનાવે છે. ગ્રાહકો રુફુસની મદદથી, સહજ સંકેતો જેમ કે ‘INR 4,000થી ઓછી કિંમતમાં ઑફિસમાં મારા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પરંપરાગત પોશાક સૂચવો’ અથવા ‘ફેન્સી ડ્રેસ આઉટફિટ્સ બજેટમાં બતાવો’ કહીને પર્સનલાઇઝ્ડ ભલામણો મેળવી શકે છે. આ ઉપરાંત, લેન્સ AI ગ્રાહકોને ફક્ત ઑનલાઇન અથવા ઑફલાઇન ફોટો ખેંચીને તરત જ પ્રોડક્ટ શોધવામાં મદદ કરે છે. રુફુસ 30 થી 90-દિવસના પ્રાઇસ હિસ્ટરી ટ્રેકર સાથે સ્માર્ટ પ્રાઇસ ટ્રેકિંગને પણ શક્ય બનાવે છે અને જ્યારે ઇચ્છિત વસ્તુની કિંમત લક્ષ્ય સુધી પહોંચે ત્યારે તમારી ખરીદી પૂર્ણ કરવા માટે એલર્ટ મોકલે છે. તેમજ, AI રિવ્યૂ હાઇલાઇટ્સ, ક્વિક લર્ન અને બાઇંગ ગાઇડ્સ જેવી સુવિધાઓથી મૂલ્યાંકન અને વિઝ્યુલાઇઝેશન વધુ સરળ થઈ જાય છે અને વધુ પર્સનલાઇઝ્ડ હોમપેજ વ્યક્તિગત પસંદગીઓના આધારે પ્રોડક્ટ્સની શોધ સુનિશ્ચિત કરે છે.

એમેઝોન પે વડે તમારી બચત મહત્તમ કરો

આ ગ્રેટ ફ્રીડમ સેલ 2026માં, ફ્લાઇટ્સ પર 21% સુધીની છૂટ સાથે મુસાફરી બુકિંગ પર મોટી બચત કરી શકશે. સેલના શરૂઆતના 3 દિવસ (7/8/9 ઓગસ્ટ) માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 6% ડિસ્કાઉન્ટ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર 6% ડિસ્કાઉન્ટ મેળવો – ઉપરાંત નવા ગ્રાહકોને 10% ડિસ્કાઉન્ટ (INR 1,000 સુધી)* મળશે અને તમારા એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર 5% કૅશબૅક પણ મળશે. 60% સુધીના ડિસ્કાઉન્ટ સાથે હોટલ બુક કરો* – સ્ટે (રોકાણ) પર 40% સુધીની છૂટ, પ્રાઇમ મેમ્બરોને મળશે વધારાનું 5% ડિસ્કાઉન્ટ અને તમારા એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડથી 5% કૅશબૅકનો લાભ પણ મળશે. ઘણી બધી બચત કરો અને તમારી આગામી રજાઓ માણવા માટે ઓછી ચુકવણી કરો (મહત્તમ બચત માટે બહુવિધ પાત્ર ઑફર્સમાં જોડવું જરૂરી છે). ઉપરાંત, વધારાના INR 100 પાછા મેળવીને બસના બુકિંગ પર 17% સુધીની છૂટ મેળવો. તમારા એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો અને વધુ કમાઓ તેમજ સેલ દરમિયાન ખરીદી પર 5% કૅશબૅકનો આનંદ માણો. 0 જોઇનિંગ ફી અને 0 વાર્ષિક ફી સાથે, દરેક ખરીદી તમને વધુ રિવોર્ડ્સ આપે છે. એમેઝોન પે લેટરની મદદથી બીજું ઘણું કરો અને ક્રેડિટ અપગ્રેડ*નો લાભ લો, ખરીદીઓને 0% પ્રોસેસિંગ ફી સાથે 3 વ્યાજ-મુક્ત EMI*માં વિભાજિત કરો અથવા સાઇન અપ કરતી વખતે INR 600*ના સ્વાગત રિવોર્ડ્સ મેળવો. શોપિંગ પર INR 50 સુધીનું કૅશબૅક* પણ મેળવો – ફક્ત એમેઝોન પે UPI દ્વારા INR 1 જેટલી નાની રકમ મોકલો અથવા એમેઝોન પે પર તમારા ક્રેડિટ કાર્ડના બિલ ચુકવો અને એમેઝોન પર તમારા આગામી ઓર્ડર પર INR 50 સુધીની કૅશબૅક કૂપન મેળવો (ઓછામાં ઓછું ઓર્ડર મૂલ્ય INR 1,000). રોજિંદા ક્રિયાઓ, રોજિંદા રિવોર્ડ્સ મેળવો. રિચાર્જ કરો અને બચત કરો – એમેઝોન પે સાથે મોબાઇલ રિચાર્જ પર INR 50 સુધીની રકમ પાછી મેળવો*. આ ગ્રેટ ફ્રીડમ સેલ, તમને દરેક ચુકવણી પર વધુ રિવોર્ડ આપે છે.*નિયમો અને શરતો લાગુ. બચત, કૅશબૅક અને રિવોર્ડ પાત્રતા, લાગુ ઑફર શરતોને આધીન છે અને મહત્તમ જાહેરાત કરેલ લાભ પ્રાપ્ત કરવા માટે બહુવિધ ઑફર્સને જોડવાની જરૂર પડી શકે છે.

એમેઝોન બજાર પર મોટી બચત કરો

બ્યૂટી, ફેશન, ઘર સહિત અતિ-સસ્તી વસ્તુઓ માટે “એમેઝોન બજાર” તમને ગમતું સ્થળ છે. ગ્રેટ ફ્રીડમ સેલ દરમિયાન, INR 299 થી ઓછી કિંમતે ટ્રેન્ડી વસ્તુઓ ખરીદો, રોમાંચક દૈનિક ડીલ્સ અનલૉક કરો અને INR 500 સુધીના વધારાના કૅશબૅકનો આનંદ માણો. નવા યુઝર્સ તેમના પહેલા ઓર્ડર પર ફ્લેટ 50% કૅશબૅક મેળવી શકે છે. મફત ડિલિવરી, પે-ઓન-ડિલિવરીના વિકલ્પો અને દરેક ઓર્ડર પર 5-દિવસના સરળ રિટર્નની સુવિધા સાથે, ખરીદી હવે ઘણી સારી બની ગઈ છે.

== સમાપ્ત ==

Related posts

બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી ૧૨ ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ

Master Admin

બદલાતી વૈશ્વિક ગતિશીલતાઓ વચ્ચે નેતૃત્વના વીસ વર્ષ: આર્સેલર-મિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે વીડિયો સંબોધન સાથે 20મી વર્ષગાંઠ ઉજવી, ભારતને વૈશ્વિક વિકાસના મુખ્ય પ્રેરક તરીકે ગણાવ્યું

Master Admin

After Creating History with Guinness World Record, Save Earth Mission Announces Grand Global Vision Unveiling in Ahmedabad, India

Reporter1

Leave a Comment

Translate »