Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગુટખા અને પાનમસાલા પર એક વર્ષ માટે પ્રતિંબધ લંબાવવામાં આવ્યો

ગુટખા-પાન મસાલા પર ગુજરાત સરકારનો નિર્ણય

આદેશનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે : ગુજરાત સરકાર વર્ષ ૨૦૧૨થી આ પ્રતિબંધનો સતત અમલ કરી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૬ — રાજ્યભરમાં તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તેમજ વેચાણ પર તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી વધુ એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. આ સંદર્ભે ગુજરાતમાં વર્ષ ૨૦૧૨થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમ કમિશનર ઓફ ફૂડ સેફ્ટીની યાદીમાં જાણ કરવામાં આવી છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને હેમરના સંશોધનો મુજબ ગુટખા તેમજ પાન મસાલાનું સેવન કેન્સરકારક છે, જેનાથી મોઢાના કેન્સરનું જોખમ અત્યંત વધી જાય છે. આ ઉપરાંત, ‘ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે’ (ય્છ્‌જી) ના અહેવાલ મુજબ દેશમાં ૩૫% પુખ્ત વયના લોકો તમાકુનું સેવન કરે છે, જેમાં ૨૧% લોકો ધુમાડા વગરની (સ્મોકલેસ) તમાકુનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.

આ પ્રતિબંધ કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલા પર લાગુ પડશે. આ ઉપરાંત, અલગ-અલગ વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય, તેના પર પણ પ્રતિબંધ રહેશે. આ આદેશનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર વર્ષ ૨૦૧૨થી આ પ્રતિબંધનો સતત અમલ કરી રહી છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (દ્ગર્ય્ંજ) ની રજૂઆતોને ધ્યાને રાખીને, આ પ્રતિબંધ તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધીના વધુ એક વર્ષના સમયગાળા માટે લંબાવવામાં આવ્યો છે.

Related posts

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો સાંસદનો આરોપ

Master Admin

નર્મદામાં ભાજપે કોંગ્રેસના મહિલા ઉમેદવારને હાઇજેક કરીને ફોર્મ પરત ખેંચાવવાનો કર્યો પ્રયાસ

Master Admin

યામાહા ટીન્સ રોક 2026માં મિઝોરમના ન્યૂહોફ સ્કૂલ બેન્ડનો વિજય, બેંગલુરુમાં યુવા સંગીતકારોએ પ્રતિભાનો પરચો આપ્યો

Master Admin

Leave a Comment

Translate »