Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
editorialinternational

ફ્રાન્સમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ

૫૦૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ

ફ્રાન્સના અનેક શહેરોમાં પ્રદર્શન શરૂ થયાં : વિદ્યાર્થીઓનું આંદોલન હવે નિયંત્રણ બહાર થયું

(સંપૂર્ણ સમાચાર સેવા)
પેરિસ, તા.૫ ઓક્ટોબર ૨૦૨૬ — ફ્રાન્સમાં શિક્ષણ ક્ષેત્રમાં રહેલી અવ્યવસ્થાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં છે, પરંતુ હવે આ આંદોલન હિંસક બની ગયું છે. પેરિસમાં એફિલ ટાવર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ભારે તોફાન મચાવીને તોડફોડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર સ્થિતિને જોતા આ વિસ્તારમાં માહોલ તણાવપૂર્ણ થઈ ગયો છે. આ પ્રદર્શકકારીઓમાં યુવા વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાનું જાણા મળ્યું છે. આ લોકો શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ અને પોતાની અન્ય કેટલીક માંગણીઓને લઈને રસ્તા પર ઉતરી આવ્યાં છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો, પ્રદર્શનકારીઓ હિંસા પર ઉતરી આવ્યાં અને તોડફોડ શરૂ કરી હોવાથી સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. ખાસ કરીને ભીડને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પણ ઘર્ષણ થતું જોવા મળ્યું હતું. જેથી તંત્ર દ્વારા લોકોને સંવેદનશીલ અને પ્રભાવિત વિસ્તારથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ફ્રાન્સના અનેક શહેરોમાં પ્રદર્શન શરૂ થયાં છે. વિદ્યાર્થીઓનું આંદોલન હવે નિયંત્રણ બહાર જઈ રહ્યું છે. પ્રદર્શનકારી સામે પોલીસ પણ લાચાર હોવાનું પેરિસના પોલીસ વડાએ નિવેદન આપ્યું હતું. પોલીસે દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ વિદ્યાર્થીઓ માનવા માટે તૈયાર નથી. વિદ્યાર્થીઓને વિવિધ સ્થળોએ આગચંપી અને તોડફોડ કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થી સંગઠનોએ શિક્ષકોને પણ હડતાળમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે હિંસા અને તોડફોડ મામલે પોલીસે અત્યાર સુધીમાં ૫ હજારથી પણ વધારે પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે, આમાં મોટાભાગે કિશોર વયના વિદ્યાર્થીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પ્રદર્શન દરમિયાન અનેક લોકો ઘાયલ થયાં છે. આ સંઘર્ષ દરમિયાન ૬૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયાં હતાં. ળાન્સમાં આ પ્રદર્શનના કારણે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની સંપત્તિને નષ્ટ કરી દેવામાં આવી છે.

Related posts

South African Tourism Announces 10th Edition of Learn SA, Eyes Growth from Emerging Indian Cities

Reporter1

ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો

Master Admin

રશિયનો યુક્રેન પર ભીષણ હુમલો ૧૬નાં મોત થયા

Master Admin

Leave a Comment

Translate »