Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

સરકારના મંત્રીએ જ જળસંકટ હોવાનું સ્વીકાર્યું, ખેડૂતોને ચેતવ્યા

નર્મદાના નીરના ભરોસે ના રહેતા!

સામાન્ય રીતે ચૂંટણીઓ કે જાહેરસભાઓમાં પાણીના મોટા-મોટા વાયદાઓ થતા હોય છે, પરંતુ આ વખતે વાસ્તવિકતા કડવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬ — રાજ્ય સરકારના જવાબદાર મંત્રી જ જાહેરમાં આવીને કહી દે કે ‘પાણી આપી શકાય તેમ નથી’, ત્યારે પરિસ્થિતિ કેટલી ગંભીર હશે તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં આગામી ઉનાળામાં સર્જાનારા ભયાનક પાણી સંકટ પર ખુદ મંત્રી સ્વરૂપજી ઠાકોરે મહોર મારી દીધી છે અને ખેડૂતોને અત્યારથી જ સાવધ કરી દીધા છે.મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખેડૂતોને સલાહ આપી કે, એવા જ પાક વાવજો જે ઓછા પાણીમાં થઈ શકેસામાન્ય રીતે ચૂંટણીઓ કે જાહેરસભાઓમાં પાણીના મોટા-મોટા વાયદાઓ થતા હોય છે, પરંતુ આ વખતે વાસ્તવિકતા કડવી છે. એક સમાંરોહમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે સ્વીકાર્યું કે, ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી.સરકાર સક્ષમ નથી તેવી સ્થિતિ સર્જાઈ છે, તેથી ખેડૂતોએ પોતાની વ્યૂહનીતિ જાતે જ બદલવી પડશે. હવે વાવ-થરાદના જગતના તાત ચિંતામાં મુકાયા છે. ખેડૂતો હવે વધુ પાણી પીતા પાકો ઉગાડવાનું જોખમ લઈ શકશે. નહીં. મંત્રી એ ખેડૂતોને ચેતવ્યા કે, આ વર્ષે માત્ર એવા જ પાક વાવજો જે ઓછા પાણીમાં ઊતરી શકે, નહિતર પાક સુકાઈ જશે.જો ખેડૂતો સરકારના ભરોસે રહીને વધુ પાણીવાળા પાકોનું વાવેતર કરશે, તો ઉનાળામાં સિંચાઈ વગર મોઢે આવેલો કોળિયોછીનવાઈ જશે તે નક્કી છે.

Related posts

ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપને UCC યાદ આવે છે

Master Admin

ગ્રીનપ્રેન્યોર 2026 ટકાઉ વિકાસ અને અર્થપૂર્ણ સહયોગને પ્રેરણા આપવાના પાંચ વર્ષોની ઉજવણી કરે છે

Master Admin

યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

Master Admin

Leave a Comment

Translate »