Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ટ્રેનમાં મોટા અવાજે વીડિયો-ગીતો સાંભળવાનું બંધ કરી દેજો, નહીંતર જેલની સજા થશે

ટિકિટ ચેકર્સને ઓન-ધ-સ્પોટ કાર્યવાહી કરવાની સત્તા

રેલવેએ ટ્રેન કે સ્ટેશન પર મોબાઈલ સ્પીકર મોડ પર વાપરવા, મોટેથી ગીતો સાંભળવા કે મોડે સુધી ઊંચા અવાજે વાત કરવા પર પ્રતિબંધ મૂક્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬ — હવે ટ્રેનની અંદર કે સ્ટેશન પરિસરોમાં મોબાઈલ ફોન સ્પીકર મોડ પર વાપરવા, મોટેથી ગીતો કે રીલ્સ જોવી અને મોડે સુધી ઊંચા અવાજે ફોન પર વાતો કરતા મુસાફરો સામે કાર્યવાહી થશે. ભારતીય રેલવેએ કડક પગલાં લીધાં છે.

જન વિશ્વાસ સુધારા અધિનિયમ હેઠળ થયેલા નવા સુધારાઓ લાગુ થયા પછી હવે તેને એક ગુનો બનાવવામાં આવ્યો છે.
દક્ષિણ રેલવે સહિત તમામ રેલવે ઝોનને જાહેર ઘોષણાઓ અને સ્ટેશનો પર નોટિસ બોર્ડ લગાવીને મુસાફરોને જાગૃત કરવા તથા ટિકિટ ચેકર્સને ઓન-ધ-સ્પોટ કાર્યવાહી કરવાની સત્તા આપવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા દિશા-નિર્દેશો મુજબ, સહ-મુસાફરોની શાંતિ ભંગ કરવા પર કડક દંડ અને કાયદાકીય સજાની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રથમ વખતઃ નિયમનું ઉલ્લંઘન કરવા પર ૧,૦૦૦ રૂપિયાનો દંડ અને ટ્રેનમાંથી ઉતારી શકાશે.

બીજી વખત અથવા સતત આવું કરવા પરઃ ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને ૬ મહિના સુધીની જેલ (અથવા બંને) થઈ શકે છે.

મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સંગીત સાંભળવા, રીલ્સ કે સિરિયલ્સ જોવા માટે માત્ર ઇયરફોનનો જ ઉપયોગ કરે. ફોન પર વાતચીત ધીમા અવાજે કરે અને મોબાઈલની રિંગટોનને પણ ધીમા વોલ્યુમ કે વાઇબ્રેશન મોડ પર રાખે, ખાસ કરીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા દરમિયાન.

રેલવેની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે બંધ છઝ્ર ડબ્બા અને વંદે ભારત એક્સપ્રેસ જેવી શાંત ટ્રેનોમાં લાઉડ ફોન કૉલ, સોશિયલ મીડિયા રીલ્સ અને બાળકોના કાર્ટૂનના મોટા અવાજથી સહ-મુસાફરોને માનસિક પરેશાની થાય છે. નિયમિત મુસાફરોનું કહેવું છે કે સ્લીપર ક્લાસની સરખામણીમાં એસી કોચમાં બહારનો અવાજ ઓછો હોવાને કારણે મોબાઈલનો અવાજ વધુ પરેશાન કરે છે. રેલવે મુસાફરોએ આ પગલાનું સ્વાગત કર્યું છે, પરંતુ સાથે એ માંગ પણ ઉઠાવી છે કે ્‌્‌ઈ અને ઇઁહ્લ દ્વારા તેનું કડક પાલન કરાવવામાં આવે, કારણ કે રાત્રે વારંવાર ફરિયાદ નોંધાવવી મુશ્કેલ બને છે.
જો તમારી બોગીમાં કોઈ મુસાફર ના પાડવા છતાં મોટેથી સ્પીકર ચલાવી રહ્યો છે અથવા ઉપદ્રવ મચાવી રહ્યો છે, તો તમે આ માધ્યમોથી તુરંત ફરિયાદ નોંધાવી શકો છો.
રેલ મદદ એપ દ્વારા તુરંત તમારો ઁદ્ગઇ અને કોચ નંબર નાખીને ફરિયાદ કરો.
રેલવે હેલ્પલાઇન નંબર ૧૩૯ પર ફોન કરીને ચાલુ ટ્રેને ફરિયાદ નોંધાવો.
ઓન-બોર્ડ TTE, RPF જવાનો અથવા કોચ અટેન્ડન્ટને તુરંત જાણ કરો.

Related posts

HIMTEX 2026 તેની સૌથી મોટી આવૃત્તિ સાથે પરત ફર્યું, જે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના ભવિષ્યને દર્શાવે છે.

Master Admin

નેધરલેન્ડ્‌સની સેમિકન્ડક્ટર કંપની સાથે ભારતની મેગા ડીલ

Master Admin

કોકા-કોલા ઇન્ડિયા મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં રિફ્રેશમેન્ટ અને અનોખા ઉત્સવના બ્રાન્ડ અનુભવો લાવે છે

Master Admin

Leave a Comment

Translate »