સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
રામચંદ્રનું મુહરત વશિષ્ઠજીએ કાઢેલું છતાં વનવાસ કેમ? જન્મ-મરણ મુહરત જોઈને થતા નથી, લગ્નમાં મુહરત કઢાય છતાં તલાક કેમ? ડોક્ટર ઓપરેશન મુહરત જોઈને કરે તો શું થશે? રેલવે-ફ્લાઈટ સમયે ઉપડે છે તો મુકરર સમયે કેમ જાવ છો? પરીક્ષા-ઈન્ટરવ્યુ તેના સમયે થાય છે ત્યારે મુહરતનું બર્નિંગ ઇસ્યુ કેમ?
આ બધા સવાલો પછી હવે સૌથી અગત્યનો મુદ્દોઃ- કોર્ટની મુદ્દત.
તમારી ઉપર કેસ ચાલે છે. સાહેબે મુદ્દત આપી છે – ૧૫ તારીખ, સવારે ૧૧ વાગે હાજર રહેવું.
તમે પંડિત પાસે ગયા. પંડિતે પંચાંગ જોયું. કહે ૧૫મી અશુભ છે, રાહુકાળ છે, ૧૭મી શુભ છે, મુહરત સારું છે, ૧૭મીએ જાઓ.
તમે ૧૭મીએ ગયા. શું થશે?
જજ સાહેબ કહેશે – તમારો દાવો નીકળી ગયો. ઈટ-ટ્ઠિંઅ હુકમ થઈ ગયો. તમે સમય ઉપર હાજર નથી રહ્યા એટલે તમારો કેસ ડિસમિસ.
અને જો ફોજદારી કેસ હોય, જામીન પર હોવ, અને સમય ઉપર હાજર નહીં થાવ તો? સીધું પકડ વોરંટ નીકળે. પોલીસ ઘરે આવીને પકડી જાય. ત્યાં પંડિતનું મુહરત ન ચાલે.
કોર્ટ મુહરત નથી જોતી, કોર્ટ ઘડિયાળ જુએ છે. કાયદો મુહરત નથી જોતો, તારીખ જુએ છે.
તો જ્યાં તમારી આઝાદીનો સવાલ છે, જ્યાં તમારી જમીન-જાયદાદનો સવાલ છે, જ્યાં જેલનો સવાલ છે, ત્યાં તમે મુહરત નથી જોતા. તમે મુકરર અને નિયત સમયે દોડો છો.
તો પછી સોનું લેવા માટે, ચોપડા પૂજવા માટે મુહરત કેમ?
આ જ સાબિત કરે છે કે મુહરત એ પંડિતોનો ધંધો છે. કોર્ટમાં તેમનું મુહરત નથી ચાલતું એટલે ત્યાં તેઓ જતા નથી. બજારમાં તેમનું મુહરત ચાલે છે એટલે ધન તેરસ અને લાભ પાંચમ બનાવી.
વિચારો – જે દેશમાં રામનું મુહરત વશિષ્ઠ ન બચાવી શક્યા, જ્યાં જન્મ-મરણ મુહરત વગર થાય છે, જ્યાં ડોક્ટર મુહરત નથી જોતો, જ્યાં રેલવે-ફ્લાઈટ મુહરત નથી જોતી, જ્યાં પરીક્ષા મુહરત નથી જોતી, જ્યાં કોર્ટ મુહરત નથી જોતી, ત્યાં ધન તેરસ અને લાભ પાંચમમાં જ મુહરત કેમ?
કારણ એક જ – મૂર્ખ લોગ મુહરત જોઈને લૂંટાય છે.
પંડિતો બધા નંગ અને નમૂના જેવા છે. તેઓને ખબર છે ડરાવો એટલે દક્ષિણા મળે. એટલે કહે ધન તેરસમાં સોનું નહીં લો તો દરિદ્ર થશો, લાભ પાંચમમાં ચોપડા નહીં પૂજો તો નુકસાન થશે.
અને આપણે ડરી જઈએ છીએ.
એ વાસ્તે પણ કોર્ટની મુદ્દત જ સૌથી મોટું પ્રમાણ છે. સમય ઉપર જાવ તો બચશો, મુહરત જોશો તો ફસાશો. ધંધામાં પણ એવું જ. સમય ઉપર મહેનત કરો તો ધન તેરસ રોજ છે, સમય ચૂકો તો રોજ ધન તરસ છે!
