Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

રશિયા સાથેના યુદ્ધ વચ્ચે નોર્વે યુક્રેનને એક અબજ ક્રોનર આપશે

યુક્રેનને નોર્વે તરફથી મોટી સૈન્ય સહાય

યુક્રેનની રક્ષા ક્ષમતા મજબૂત કરવી એ માત્ર યુક્રેન પૂરતું સીમિત નથી, પરંતુ તે સમગ્ર યુરોપ અને ખુદ નોર્વેની લાંબાગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવા સમાન છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કીવ, તા.૪ નવેમ્બર ૨૦૨૬ — રશિયા સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનની સૈન્ય તાકાત વધારવા માટે નોર્વે સરકારે મોટું પગલું ભર્યું છે. નોર્વેએ યુક્રેનના સંરક્ષણ ઉદ્યોગમાં રોકાણ કરવા માટે ૧ અબજ નોર્વેજીયન ક્રોનર એટલે કે ૧,૦૧૮ કરોડ રૂપિયા(આશરે ૧૦૭.૬ મિલિયન ડૉલર)નું વિશેષ ફંડ બનાવવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ નોર્વે સરકાર પોતાના દેશના ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરીને યુક્રેનના ડિફેન્સ સેક્ટરમાં મૂડીરોકાણ કરશે.નોર્વે સરકારના જણાવ્યા મુજબ, આ ફંડનો મુખ્ય હેતુ યુક્રેનના સંરક્ષણ ક્ષેત્રમાં વધુમાં વધુ ખાનગી રોકાણને આકર્ષવાનો છે. સરકાર દ્વારા ફાળવવામાં આવતી આ રકમ ખાનગી કંપનીઓને મૂડી એકત્ર કરવામાં મદદ કરશે, જેથી યુક્રેનની ડિફેન્સ ટૅન્કોલૉજી અને ઉત્પાદન ક્ષમતા ઝડપથી વિસ્તારી શકાય. નોર્વે એક સભ્ય દેશ છે, જેના પર અમેરિકા તરફથી સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ અને રોકાણ વધારવાનું દબાણ પહેલેથી જ રહેલું છે.‘રશિયાને ઉશ્કેરતા નિવેદનો ટાળો, બોલવામાં સંયમ રાખો’, યુરોપિયન સહયોગીઓને અમેરિકાની સલાહ; સિક્રેટ મેસેજ લીકનોર્વેના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી સેસિલી મિરસથે સ્પષ્ટ કર્યું છે કે, નોર્વેનું આ રોકાણ યુક્રેનના સંરક્ષણ ક્ષેત્રને ઝડપી ગતિ આપશે. આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન નોર્વેની સરકારી રોકાણ કંપની ઈન્વેસ્ટિનોર દ્વારા કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં એવા ઈન્વેસ્ટમેન્ટ ફંડ્‌સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે નોર્વેમાં કાર્યરત છે અને યુક્રેનની ડિફેન્સ ટૅન્કોલૉજીમાં પહેલેથી રોકાણ કરી રહ્યા છે. આગળ જતાં આ યોજનાનો વ્યાપ વધારીને યુક્રેનની સ્થાનિક કંપનીઓમાં સીધી ભાગીદારી ખરીદવા સુધી પણ વિસ્તારી શકાય છે.આ આખી રોકાણ યોજનાનું આર્થિક માળખું ૩ વર્ષ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી નાણાં નોર્વેના બહુવર્ષીય નાનસેન સપોર્ટ પ્રોગ્રામ હેઠળ યુક્રેનને અપાતી સૈન્ય સહાય માટે અગાઉથી નક્કી કરેલા બજેટમાંથી ફાળવવામાં આવશે.નોર્વેના રક્ષા મંત્રી તોરે ઓ. સેન્ડવિકના જણાવ્યા અનુસાર, યુક્રેનની રક્ષા ક્ષમતા મજબૂત કરવી એ માત્ર યુક્રેન પૂરતું સીમિત નથી, પરંતુ તે સમગ્ર યુરોપ અને ખુદ નોર્વેની લાંબાગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવા સમાન છે. આ પહેલ દ્વારા નોર્વે માત્ર યુક્રેનના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને ટેકો આપવા નથી માંગતું, પરંતુ પોતાની સ્થાનિક ખાનગી કંપનીઓને પણ ત્યાં વિકસી રહેલી આધુનિક રક્ષા ટૅન્કોલૉજી સાથે જોડવા માંગે છે.

Related posts

‘તમે વ્હાઈટ હાઉસના માલિક નહીં ભાડુઆત છો’

Master Admin

ટ્રમ્પનું સંબોધન પૂરું થતાં જ ઈરાને ઈઝરાયલ પર ઝીંકી મિસાઈલો

Master Admin

‘ઈરાન અમને યુરેનિયમ સોંપવા તૈયાર, ડીલ થશે તો હું ઈસ્લામાબાદ જઈશ’

Master Admin

Leave a Comment

Translate »