Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

‘ઈરાન અમને યુરેનિયમ સોંપવા તૈયાર, ડીલ થશે તો હું ઈસ્લામાબાદ જઈશ’

ટ્રમ્પની મોટી જાહેરાત

તેહરાન હવે પહેલા કરતા વધુ લવચીક વલણ અપનાવી રહ્યું છે અને તેઓ ખરેખર શાંતિ સમજૂતી ઈચ્છે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વૉશિગ્ટન, તા.૧૭ એપ્રિલ ૨૦૨૬ — અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડિલ ઈસ્ટના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક મોટો દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન તેના સંવર્ધિત યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા માટે સંમત થયું છે. આ સમજૂતી છેલ્લા છ અઠવાડિયાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કાયમી ધોરણે રોકવામાં મદદરૂપ થઈ શકે છે.ટ્રમ્પે જાહેરાત કરી હતી કે જો ઈરાન સાથેની આગામી રાઉન્ડની વાતચીત સફળ રહેશે, તો તેઓ પોતે ઈસ્લામાબાદ જઈ શકે છે. તેમણે કહ્યું કે, “ઈરાન લગભગ દરેક બાબત પર સહમત થઈ ગયું છે.” આગામી વાટાઘાટો આ સપ્તાહના અંતમાં થવાની શક્યતા છે, જેને લઈને વિશ્વભરની નજર ઈસ્લામાબાદ પર ટકેલી છે.ટ્રમ્પે જણાવ્યું કે ઈરાને ‘ન્યૂક્લિયર ડસ્ટ’ (સંવર્ધિત યુરેનિયમ) પરત આપવાની તૈયારી દર્શાવી છે. વોશિંગ્ટન આ સામગ્રીને પરમાણુ હથિયારો બનાવવા માટે જોખમી માને છે. ટ્રમ્પના મતે, તેહરાન હવે પહેલા કરતા વધુ લવચીક વલણ અપનાવી રહ્યું છે અને તેઓ ખરેખર શાંતિ સમજૂતી ઈચ્છે છે.વર્તમાન યુદ્ધવિરામ આવતા અઠવાડિયે સમાપ્ત થઈ રહ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમને યુદ્ધવિરામ લંબાવવાની જરૂર લાગતી નથી કારણ કે વાતચીત સકારાત્મક દિશામાં છે. જોકે, તેમણે સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી કે જો આ વખતે વાટાઘાટો નિષ્ફળ જશે, તો બંને પક્ષો વચ્ચે ફરીથી ભયંકર લડાઈ શરૂ થઈ શકે છે.ઈરાન મુદ્દે પોપ લિયો ના શાંતિ અપીલના જવાબમાં ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે પોપ માટે આ વાસ્તવિક દુનિયાના જોખમોને સમજવા જરૂરી છે. ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ પોપના મંતવ્યોનો આદર કરે છે, પરંતુ સુરક્ષાના મુદ્દે તેઓ અસંમત હોઈ શકે છે.

Related posts

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા છેલ્લી ઘડીએ મોટો વળાંક

Master Admin

અમેરિકા, ઈઝરાયેલ અને યુરોપના દેશોના ઓઈલ ટેન્કર નહીં પસાર થવા દઈએઃ ઈરાન

Master Admin

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકોઃ ૧૦% ગ્લોબલ ટેરિફ રદ

Master Admin

Leave a Comment

Translate »