Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
entertainment

કોક સ્ટુડિયો ભારતનું ‘બુલિયા વે’ બુલ્લે શાહના વારસાને નવી પેઢી સુધી લાવે છે

મધુર શર્મા, અશોક માસ્કીન અને સ્વરીત શુક્લ સોલ ઓફ સુફી ડીવોશનને કોક સ્ટુડીયો ભારતના બુલિયા વેમાં લાવે છે

Link to the track: Here 


નેશનલ | ૧૭ એપ્રિલ ૨૦૨૬ — પોતાની સિઝન 4 ઓપનર એ એજનબીની લોકપ્રિયતા બાદ કોક સ્ટુડીયો ભારત તેની બીજી પ્રસ્તુતિ બુલિયા વે સાથે પરત ફર્યું છે, આ એવો ટ્રેક જે સૌથી ગહન માનવ સત્યોમાંના એકમાં ઝુકાવ આપે છે: જે ક્યારેક, સૌથી મુશ્કેલ સફર હોય છે તે તમારા પોતાના અહંકારમાંથી પાછા ફરવાની હોય છે.

સૂફી કવિ બુલેશ શાહ અને તેમના મુર્શીદ શાહ ઇનાયતની કાલાતીત વાર્તાથી પ્રેરિત, બુલેયા વે અહંકાર, અંતર અને તમને નમ્ર બનાવતા પ્રેમ દ્વારા આકાર પામેલી સફરની શોધ કરે છે. તેમના શિક્ષક પ્રત્યે સમર્પિત બુલેહ શાહની અહંકારની ક્ષણ તેમના બંધનનમાં તિરાડ પાડે છે, જે એવી શાંતિ તરફ દોરી જાય છે કે તેમની પોતાની સજા બની જાય છે. ત્યારબાદ એક શાંત, સતત ઝંખના આવે છે, જે બુલેહને પોતાનો સામનો કરવા મજબૂર કરે છે. અંતે, બુલેહ ગર્વથી નહીં, પરંતુ એક સાધક તરીકે, સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારીને પાછો ફરે છે. આ ગીત આ સારને પકડે છે, જેમાં ઘમંડથી લઇને શરણાગતિ સુધી અને છૂટા થવાથી લઇને એકત્રિત થવા સુધી, જેમાં એક એવી નબળાઈ સાથે જે ખૂબ જ વ્યક્તિગત અને વાસ્તવિક લાગે છે તેનો પણ સમાવેશ થાય છે.

જલંધરના દૂધ કામદાર અશોક માસ્કીન, જેનો ઘસાયેલો, અણઘડ અવાજ બુલેયા વેમાં જીવંત પ્રમાણિકતા લાવે છે, જે ખરી લાગણીથી ટ્રેકને આધાર આપે છે. તેની સાથે મધુર શર્મા અને સ્વરીત શુક્લ પણ જોડાય છે, જે સંગીતની અલગ દુનિયાના બે કલાકારો છે. મધુર એક શાંત ભાવનાત્મક ઊંડાણ લાવે છે, જે ઝંખનાના તણાવને સંયમ સાથે પકડી રાખે છે, જ્યારે સ્વરિત એક ન્યૂનતમ સાઉન્ડસ્કેપ બનાવે છે જે વાર્તાને કેન્દ્ર સ્થાને આવવા દે છે. સારમાં, બુલેયા વે હારમાં નહીં, પરંતુ નમ્રતામાં પોતાને ગુમાવવા વિશે છે, કારણ કે ક્યારેક, ત્યાંથી જ પ્રેમ અને વિશ્વાસ ખરેખર શરૂ થાય છે.

કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના IMX (ઇન્ટીગ્રેટેડ માર્કેટિંગ એક્સપિરીયન્સ) લિડ શાંતનું ગંગાણેએ જણાવ્યું હતું કે, “ભારતમાં સંગીત હંમેશા સ્વ-શોઘની વાર્તાઓ લાવ્યું છે. બુલેયા વે સાથે કોક સ્ટુડીયો ભારત એક જીવંત યાત્રા લાવે છે, જ્યાં લડાઇ વિશ્વ સાથે નહી પરંતુ પોતાની સાથે જ છે. બુલેહ શાહની કાલાતીત કવિતા પર પ્રેરીત આ ટ્રેક અંતર, શાંતિ અને માનવતા કેવી રીતે જોડાણના માર્ગને આકાર આપે છે તે શોધે છે. અશોક માસ્કીનનો શક્તિશાળી અવાજ, મધુર શર્માનો ભાવનાયુક્ત સંયમ અને સ્વરીત શુક્લનું ન્યૂનતમ, તરબોળ પ્રોડક્શન એક સાથે મળીને કંઇક ગાઢનું સર્જન કરશે. આ સ્ટોરી પેઢીઓથી જીવંત રહી છે, જે હવે આજના સંગીતા ચાહકો સાથે નવા અવાજ શોધી રહી છે.”

યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ ફોર બ્રાન્ડઝ, ઇન્ડિયાના ગ્રોવ્થ એન્ડ સ્ટ્રેટેજીના વડા નવનીત સોઢીએ જણાવ્યું હતું કે, “યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયામાં, અધિકૃત, વૈવિધ્યસભર અવાજોને પ્રોત્સાહન આપવું એ અમારા કાર્યનો મુખ્ય ભાગ છે. બુલેયા વે એક કાલાતીત સુફી કથા સાથે અણઘડ, ઉભરતી પ્રતિભાને એવી રીતે એકસાથે લાવે છે જે આત્મીય છતાં વાસ્તવિક લાગે છે. જેમ જેમ અમે યુવા શ્રોતાઓ સાથે અમારા જોડાણને વધુ ગાઢ બનાવીએ છીએ, તેમ તેમ અમે આ સફરનું નિર્માણ કરનારાઓ પ્રત્યે પ્રતિબદ્ધ રહીએ છીએ, નવી પેઢી માટે કોક સ્ટુડિયો ભારતના સાંસ્કૃતિક ભાગને આગળ ધપાવીએ છીએ. અમારું જોડાણ આજે ભારતીય સંગીત કેવી રીતે શોધાય છે અને અનુભવાય છે તે ફરીથી આકાર આપવાનું ચાલુ રાખે છે.”

મધુર શર્માએ જણાવ્યું હતું કે, “બુલેયા વિમાં એક ચોક્કસ પ્રમાણિકતા છે જે ખરેખર મારી સાથે છે. તે બહુ મોટું નથી ફક્ત મારી સાથે બેસે છે. અમે તે રીતે રાખવાનો પ્રયત્ન કર્યો છે કે વધુ પડતા વસ્ત્રો પહેર્યા વિના ભાવનાને બહાર આવવા દીધી છે. કોક સ્ટુડીયો ભારતએ અમને તે સાદાઇ સાથે રહેવાની અને ગીતની અનુભૂતિ ખરા દિલથી રહેવાની સ્વતંત્રતા આપી છે.”

અશોક માસ્કીનએ જણાવ્યું હતુ કે, “આ ગીતમાં અત્યંત ચોક્કસ ભાવનાયુક્ત અવકાશ છે અને મારા અવાજ દ્વારા તેને કેવી રીતે બહાર લાવવું તે સમજવા માટે સમય વિતાવ્યો છે. તેની પાછળનો ખ્યાલ તેને વાસ્તવિક રહેવા દેવું પરંતુ તેની સાથે ગીતમાં જે સમાયેલું છે તેને ન્યાય આપવાનો પણ હતો. કોક ભારત સ્ટુડીયોના ભાગ હોવાથી અને આ રીતે અવાજ આપવા તે મોટી ક્ષણ હતી.”

સ્વરીત શુક્લએ જણાવ્યું હતું કે, “આ પાછળનો ખ્યાલ પ્રોડક્શનને સરળ રાખવાનો અને ભાવના સ્પષ્ટ રીતે બહાર આવે તેનો હતો. જ્યારે સ્ટોરી મજબૂત હોય ત્યારે તમારે વધુ કરવાની જરૂર રહેતી નથી. કોક સ્ટુડીયો ભારતએ તે અભિગમ પર વિશ્વાસ રાખ્યો હતો અને તમામ ફરક રાખ્યો હતો.”

બુલેયા વે સાથે, કોક સ્ટુડિયો ભારત સીઝન 4 એ દર્શાવવાનું ચાલુ રાખે છે કે ભારતની સંગીતમય ભવ્યતા એક જ અવાજ કે વાર્તામાં સમાવી શકાતી નથી, જે જલંધરની શેરીઓથી લઈને કાસુરની કવિતા સુધીના પ્રભાવોને એક સાથે લાવે છે. આદિત્ય રિખારી, કુટલે ખાન અને રાવતોર અભિનય કરતી એ અજનબી દ્વારા સ્થાપિત મજબૂત પાયા પર નિર્માણ કરીને, જે સ્પોટાઇફ ચાર્ટમાં ઉપર ચડી રહી છે અને વ્યાપક શ્રોતાઓની પ્રશંસા મેળવી છે, આ સીઝન સ્ટોરીની જેમ અવાજમાં પણ પ્રવાસ કરવા માટે તૈયાર થઈ રહી છે, જે મૂળ અને તાજગીભર્યા નવા બંને અવાજોને પ્રકાશિત કરે છે.

Related posts

હટકે વિષય પર બનેલી ઇન્ટરનેશનલ એવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ “કર્મ વૉલેટ”માં દર્શકોને ડ્રામા, પોલિટિક્સ, થ્રિલર અને કોમેડીનો ડોઝ મળશે

Reporter1

અમદાવાદમાં મનોજ બાજપેયીએ કરી ફિલ્મ “ગવર્નર”નું પ્રમોશન

Master Admin

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

Master Admin

Leave a Comment

Translate »