Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

રાજસ્થાનમાં ટ્રેન ઉથલાવી દેવા રેલવે ટ્રેક પર બ્લાસ્ટ

ટ્રેન પસાર થયાની થોડીક જ મિનિટોમાં બની ઘટના

અનૂપગઢથી બઠિંડા જતી ટ્રેન પસાર થયાની મિનિટોમાં ધડાકો, છ્‌જી અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ થઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ નવેમ્બર ૨૦૨૬ — રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં અનૂપગઢ-સૂરતગઢ રેલવે લાઇન પર મંગળવારે એક મોટો ધડાકો થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અનૂપગઢથી બઠિંડા જઈ રહેલી પેસેન્જર ટ્રેનને ટાર્ગેટ કરીને ઉડાવી દેવાનું મોટું ષડયંત્ર ઘડાયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામ ૫૦ જીબી નજીક રેલવે ટ્રેક પર આ બ્લાસ્ટ ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટો બાદ થયો હતો, જેના કારણે ટ્રેનમાં સવાર અસંખ્ય મુસાફરોનો આબાદ બચાવ થયો છે.સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે રેલવે ટ્રેકની નીચે લગાવેલા ૨ થી ૩ સિમેન્ટના સ્લીપર પિલર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. ધડાકાના કારણે પિલરની અંદર રહેલા લોખંડના સળિયા બહાર ફેંકાઈ ગયા હતા અને રેલવે લાઇનને પકડી રાખતા ક્લિપર પણ ટ્રેકથી અલગ થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ શ્રીગંગાનગરના એસપી હરિ શંકર ઉચ્ચ પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ની ટીમોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને નમૂના તથા પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ કોઈ આતંકી ષડયંત્ર કે તોડફોડનો પ્રયાસ છે કે કેમ તે દિશામાં ઘનન તપાસ ચલાવી રહી છે.

Related posts

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026: Amazon.in પર સ્માર્ટફોન અને ઍક્સેસરીઝ પર મેગા ડીલ્સ હવે લાઇવ

Master Admin

Haier India દ્વારા પ્રીમિયમ લોન્ડ્રી અનુભવને નવી ઊંચાઈ – AI Wash અને ભારતની એકમાત્ર Tilted Touch Screen સાથે F17 WM Series લોન્ચ

Master Admin

કોકા-કોલા ઇન્ડિયા નવરાત્રી ઉજવણીમાં ઉત્સવમય નાસ્તો અને અનુભવો લાવે છે

Master Admin

Leave a Comment

Translate »