Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessentertainmentGujarat

જિગરદાન ગઢવી (જિગરા)ના સ્વરમાં ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’નું મજેદાર ટાઇટલ સોંગ રિલીઝ; સસરા અને જમાઈ વચ્ચેની ટક્કર બનશે ‘હેટ એન્થમ ઓફ ધ યર’!

યુટ્યુબ લિંક: https://youtu.be/kXnQANEIuEs?si=ltbNloyZjPKBsFAB
અમદાવાદ : ગુજરાતી સિનેમાની બહુપ્રતિક્ષિત ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’ના નિર્માતાઓએ ફિલ્મનું ટાઇટલ સોંગ રિલીઝ કર્યું છે. મસ્તી, મજાક અને હાઈ એનર્જીથી ભરપૂર આ ગીતને ‘હેટ એન્થમ ઓફ ધ યર’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ગીતમાં સસરા અને જમાઈ વચ્ચેની રમૂજી ટક્કર જોવા મળે છે, જે દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે.
આ ગીતને વિશિષ્ટ અંદાજ આપ્યો છે લોકપ્રિય ગુજરાતી ગાયક જિગરદાન ગઢવી (જિગરા)એ. ‘વ્હાલમ આવો ને’ અને ‘તારી મીઠ મધ મીઠ મધ’ જેવા લોકપ્રિય રોમેન્ટિક ગીતો ઉપરાંત અનેક સુપરહિટ ગીતો દ્વારા દર્શકોના દિલમાં સ્થાન મેળવનાર જિગરદાનનો આગવો સ્વર આ ગીતને વધુ રસપ્રદ બનાવે છે. સામાન્ય રીતે ગુજરાતી ગીતોમાં યુવક-યુવતી વચ્ચેના પ્રેમ અને રોમેન્ટિક કેમિસ્ટ્રીને ઉજાગર કરવામાં આવે છે, ત્યારે ‘રફ એન્ડ ટફ કન્યા’નું આ ગીત એક અલગ જ વિષય અને મજેદાર અંદાજ લઈને આવ્યું છે. તેમાં એક રફ સસરા અને ટફ જમાઈ વચ્ચેના સંબંધો, નોકઝોક અને મસ્તીભરી ટક્કરને સંગીતમય રીતે રજૂ કરવામાં આવી છે. એન્ડ્રુ સેમ્યુઅલના સંગીત અને ઉજ્જવલ દવેના શબ્દોથી સજ્જ આ ગીતમાં હાસ્ય, એટિટ્યૂડ અને જિગરદાન ગઢવીના આગવા અવાજનો સુંદર સમન્વય જોવા મળે છે.
અભિનેતા હિતેન કુમારે ગીત અંગે પોતાનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “જ્યારે મેં પહેલીવાર આ ગીતનો કોન્સેપ્ટ સાંભળ્યો ત્યારે મને તે ખૂબ જ નવો અને રોમાંચક લાગ્યો હતો. અત્યાર સુધી અનેક યાદગાર ગીતોનો હિસ્સો બન્યો છું, પરંતુ સસરા અને જમાઈ વચ્ચેના સંબંધો પર આધારિત ‘હેટ એન્થમ’નો વિચાર મારા માટે તદ્દન નવો હતો. આપણે અત્યાર સુધી સાસુ-વહુની અનેક વાર્તાઓ અને ફેમિલી કોમેડી જોઈ છે, પરંતુ આ ફિલ્મમાં સસરા અને જમાઈ વચ્ચેની મસ્તી, નોકઝોક અને હળવી ટકરારને અનોખી રીતે રજૂ કરવામાં આવી છે, જે આજના દર્શકોને પણ પોતાની સાથે જોડાયેલી લાગશે. રવિ ગોહિલ સાથે આ ગીતનું શૂટિંગ કરવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો. તે અદ્ભુત ડાન્સર છે. પડદા પર અમારી વચ્ચે જોવા મળતી કેમિસ્ટ્રી અને ગીતમાં તેની એનર્જી તેને વધુ મનોરંજક બનાવે છે. ઘણા સમય પછી હું કોઈ ગીત કરી રહ્યો છું અને આટલો મજેદાર તથા ઉત્સાહથી ભરપૂર અનુભવ રહ્યો તેનો મને આનંદ છે. અમને આ અનોખી સંગીતમય ટક્કર બનાવવામાં જેટલી મજા આવી છે, તેટલો જ આનંદ દર્શકોને પણ તેને માણવામાં આવશે તેવી આશા છે.”
બિરલા સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન જાણીતા ફિલ્મ નિર્દેશક યશ વૈષ્ણવે કર્યું છે. ફિલ્મની વાર્તા બે વિચિત્ર ગુજરાતી પરિવારો વચ્ચે સર્જાતી હાસ્યસભર ટક્કરની આસપાસ ફરે છે. ફિલ્મમાં અતિશય રક્ષણાત્મક સ્વભાવ ધરાવતા પિતા શિવ પંડિત (હિતેન કુમાર) માટે પોતાની દીકરી છવીના લગ્ન કરીને તેને વિદાય આપવાનો વિચાર જ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જ્યારે દીકરીએ પોતાના જીવનસાથીની પસંદગી જાતે જ કરી હોય ત્યારે પિતાની મૂંઝવણ અને પરિવારમાં સર્જાતી રમૂજી પરિસ્થિતિઓ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે. ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા હિતેન કુમાર, રવિ ગોહિલ, યુક્તિ રાંડેરિયા અને નીલમ પાંચાલ મુખ્ય ભૂમિકામાં અભિનિત આ ફિલ્મ 20 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
== સમાપ્ત ==

Related posts

ઓડિશાના AM/NS ઇન્ડિયા જિમ્નેસ્ટિક્સ હાઇ-પરફોર્મન્સ સેન્ટરની ઓલિમ્પિયન પ્રણતિ નાયક એશિયન ગેમ્સ 2026માં ભારત તરફથી રમશે

Master Admin

Samsung Galaxy Z Fold7, Z Flip7, Z Flip7 FE, Watch8, Watch8 Classic Go on Sale in India Starting Today

Reporter1

પિંકથોન ડેની ચોથી આવૃત્તિમાં 10,000 થી વધુ લોકોએ ભાગ લીધો

Master Admin

Leave a Comment

Translate »