Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujaratnationalsports

અમદાવાદના ટેબલ ટેનિસ ખેલાડી જીત પંડ્યાનું આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન

— જીતએ મલેશિયામાં યોજાયેલી એશિયા પેસિફિક ડેફ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ જીત્યા; કેરળમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં બે મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

અમદાવાદ, ગુજરાત | ૧૯ નવેમ્બર ૨૦૨૬ | અમદાવાદ શહેરનાં ટેબલ ટેનિસ ખેલાડી જીત પંડ્યાએ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રમતગમત ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં મલેશિયામાં યોજાયેલી એશિયા પેસિફિક ડેફ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં જીતે ત્રણ મેડલ પોતાના નામે કર્યા હતા. ત્યારબાદ કેરળમાં યોજાયેલી રાષ્ટ્રીય ડેફ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પણ બે મેડલ જીતીને પોતાની પ્રતિભાનો જીતે પરિચય આપ્યો હતો.

મલેશિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણ મેડલ

મલેશિયાના પેનાંગ ખાતે 3થી 10 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાયેલી એશિયા પેસિફિક ડેફ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં જીત પંડ્યાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં તેણે શાનદાર રમતનું પ્રદર્શન કરીને ત્રણ મેડલ જીત્યા હતા. જેમાં મેન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ, મેન્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ અને મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ગોલ્ડ સહિત બે મેડલ

આ ઉપરાંત, કેરળના તિરુવનંતપુરમ ખાતે 12થી 16 નવેમ્બર, 2026 દરમિયાન યોજાયેલી 28મી નેશનલ ડેફ સિનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ તથા 11મી નેશનલ ડેફ જુનિયર એન્ડ સબ-જુનિયર ચેમ્પિયનશિપમાં પણ જીતે નોંધપાત્ર સફળતા મેળવી હતી. તેણે મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે મેન્સ ડબલ્સમાં અંશ પટેલ સાથે જોડી બનાવી સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. જીતની આ સિદ્ધિઓ તેની સતત મહેનત, શિસ્ત, સમર્પણ અને દૃઢ નિશ્ચયનું પ્રતિબિંબ છે. શ્રવણબાધિત ખેલાડી હોવા છતાં રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે મેળવેલી સફળતા અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેની આ સિદ્ધિઓએ સાબિત કર્યું છે કે મજબૂત મનોબળ અને અથાગ પરિશ્રમથી કોઈપણ પડકારને પાર કરીને સફળતાના શિખરો સર કરી શકાય છે.

== સમાપ્ત ==

Related posts

હરિદ્વારમાં ગંગા નદી ખાલી જોવા મળતા શ્રદ્ધાળુઓ નિરાશ થયા

Master Admin

વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો

Master Admin

તેણે દીકરીમાં રોપેલી હિંમત પાછી ફરીને તેનો જ આધાર બની: આ ડોટર્સ ડે પર ક્લિનિક પ્લસનો સંદેશ — બેટી હોતી હૈ માઁ કી મજબૂતી

Master Admin

Leave a Comment

Translate »