Nirmal Metro Gujarati News
nationalPolitics

લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ

લોકસભામાં સરકારને ઘેરી ધારદાર સવાલો કર્યા

સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે આ ડીલ બાદ ખેડૂતોનું શું થશે?

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬: લોકસભામાં હાલ ભારે હંગામો ચાલી રહ્યો છે. એક તરફ કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ જાહેર કરી છે.

બીજી તરફ સત્તાપક્ષ તરફથી સંસદીય કાર્યમંત્રી કીરેન રિજુજુએ ફ્લોર લીડર્સ સાથે બેઠક કરી છે. સંસદ શરૂ થતાં જ આઠ કોંગ્રેસના સાંસદોના સસ્પેન્સન મુદ્દે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. તેવામાં બપોરે ૧૨ વાગ્યા સુધી તે બાદ ૨ વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. બાદમાં સપા સાંસદ અને પ્રમુખ અખિલેશ યાદવે બજેટ અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અંગે લોકસભામાં સરકારને ઘેરી ધારદાર સવાલો કર્યા હતા.

અખિલેશ યાદવે અમેરિકા સામેની ટ્રેડમાં ઢીલ હોવાનો દાવો કરી કહ્યું હતું કે, ’ભાજપ કહી રહ્યું છે કે દુનિયામાં ઘણા દશો સાથે ફ્રી ટ્રેડ ડીલ કરી લેવામાં આવી છે. હું સરકાર પાસે જાણવા માગું છું કે કેટલા દેશ બચ્યા છે જેની સાથે હજુ ફ્રી ટ્રેડ ડીલ બાકી છે. ઘણા લોકો રૂપિયાને લઈને ઉંમર પર સવાલ ઉઠાવી રહ્યા છે તો આ ડીલ બાદ રૂપિયો ક્યાં જશે. જો ડીલ કરવી જ હતી તો પહેલા કેમ ન કરી ૧૧ મહિનાની રાહ કેમ જોઈ, આ ડીલ નહીં સરકારે ઢીલ કરી છે. દેશ જાણવા ઈચ્છે છે કે ૧૮ વધારે છે કે ઝીરો વધારે છે. બજેટ પહેલા બન્યું કે ડીલ?’

આ ઉપરાંત અખિલેશ યાદવે બજેટ પર પણ સવાલો ઊભા કરતાં જણાવ્યું કે, ’બજેટમાં ગરીબ અને પછાત વર્ગ માટે કાઈ છે જ નહીં. આપણે આટલા બજેટ લાવીએ છીએ પણ મફતમાં અનાજ લેતા લોકોની આવક વધારી શકતા નથી. અટલ બિહારી વાજપેયીના નામથી કોઈ એક્સપ્રેસ વે બની રહ્યો હતો, જનતાની સાથે જ તેનું નામ બદલી કાઢવામાં આવ્યું, પહેલા ચંબલ બાદમાં અટલજીના નામ પર..લાગી રહ્યું છે કે બધુ કાગળ પર થઈ રહ્યું છે.’

’સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે. આ ડીલ બાદ ખેડૂતોનું શું થશે? જ્યારે બધુ વિદેશથી આવવા લાગશે તો ખેડૂતો શું ઉગાડશે અને શું વેચશે? સરકાર એગ્રી ઈન્ફ્રા, મંડી તૈયાર કરવાની માત્ર વાતો કરી રહી છે. ખેડૂતોને હજુ સુધી સ્જીઁ ની કાયદાકીય ગેરંટી આપી શકી નથી. સરકાર હર્ટીકલ્ચર ક્રોપ અને દૂધ ઉત્પાદનના આંકડા ગણાવે છેઃસ્જીઁ ની ગેરંટી ક્યારે આપશે. જો ખેડૂતોને કોઈ લાભ નહીં મળે તો તે કેવી રીતે ઘર ચલાવશે. બાળકોને કેવી રીતે ભણાવશે? આજે સોનાના ભાવ ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે, પહેલા ગરીબ વિચારતો હતો કે દીકરીની વિદાયમાં સોનાનું કાઈક આપીશું આ સરકાર ચાલતી રહી તો ચાંદી તો દૂર લોખંડ કે પીતળનું વરખ ચઢાવીને પણ દીકરીને વિદાયમાં નહીં આપી શકે.’

Related posts

મિશન ગુજરાતના નવા સારથી બન્યા હર્ષ સંઘવી

Master Admin

ભારત-USની ટ્રેડ ડીલમાં રોકાણ માટે કોઈ પ્રતિબદ્ધતા નથીઃ પીયૂષ ગોયલ

Master Admin

પ્રયાગરાજમાં એરફોર્સનું ટ્રેની વિમાન ક્રેશ થઈ તળાવમાં પડ્યું

Master Admin

Leave a Comment

Translate »