Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે’ રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી

વર્ષ ૨૦૧૩માં પ્રસિદ્ધ થયેલી પુસ્તક ‘રિચ ડેડ્‌સ પ્રોફેસી’મા લેખકે ઇતિહાસના સૌથી મોટા સ્ટોક માર્કેટ ક્રેશની ચેતવણી આપી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વિશ્વને ચોંકાવનારી ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે ઇતિહાસનો સૌથી મોટો ક્રેશ ખૂબ જ નજીક છે. જોકે, આ આફતની વચ્ચે તેમણે રોકાણકારો માટે અમીર બનવાની તક પણ જણાવી છે.સૌથી ખરાબ સ્વપ્ન સાબિત થશે આ ક્રેશમશહૂર લેખક રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(ટિ્‌વટર) પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, “હું તમને ચેતવણી આપી રહ્યો છું, વર્ષ ૨૦૧૩માં પ્રસિદ્ધ થયેલી મારી પુસ્તક ‘રિચ ડેડ્‌સ પ્રોફેસી’માં મેં ઇતિહાસના સૌથી મોટા સ્ટોક માર્કેટ ક્રેશની ચેતવણી આપી હતી, જે હવે આવવાની તૈયારીમાં જ છે.” કિયોસાકીના મતે જે લોકો આ માટે તૈયાર નથી, તેમના માટે આ ક્રેશ એક ડરામણા સ્વપ્ન સમાન હશે.કિયોસાકીએ આ નિરાશાજનક સમાચારની સાથે એક આશાનું કિરણ પણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે જે લોકોએ અગાઉથી તૈયારી કરી છે, આ ક્રેશ તેમને તેમના સપના કરતા પણ વધુ અમીર બનાવી દેશે.કિયોસાકી માને છે કે માર્કેટ જ્યારે ક્રેશ થાય છે ત્યારે કિંમતી એસેટ્‌સ સસ્તા ભાવે ઉપલબ્ધ હોય છે. આ જ સમય અમીર બનવા માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની પાસે અસલી સોનું, ચાંદી, ઇથેરિયમ અને બિટકોઇન છે, કોઈ પેપર એસેટ્‌સ કે નકલી વસ્તુઓ નથી.રોબર્ટ કિયોસાકી બિટકોઇનને લઈને અત્યંત આશાવાદી છે. તેમણે જણાવ્યું કે બિટકોઇનની કિંમત જેમ જેમ નીચે જશે, તેમ તેમ તેઓ વધુ ખરીદી કરશે. તેમણે તર્ક આપ્યો કે બિટકોઇનની સંખ્યા મર્યાદિત (માત્ર ૨૧ મિલિયન) છે, તેથી જ્યારે લોકો ગભરાટમાં આવીને વેચાણ કરશે, ત્યારે તેઓ તેને ખરીદીને પોતાની સંપત્તિમાં વધારો કરશે.

Related posts

અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ ટ્રમ્પ

Master Admin

ઈરાનનો અત્યાર સુધીનો સૌથી મોટો વળતો પ્રહાર

Master Admin

South African Tourism Announces 10th Edition of Learn SA, Eyes Growth from Emerging Indian Cities

Reporter1

Leave a Comment

Translate »