Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા – શ્રી મોરારિબાપુ

કાગધામ મજાદરમાં લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ

કાગધામમજાદરમાં કવિ કાગબાપુની પુણ્યતિથિ સાથે લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા હોવાનું કહ્યું.

પદ્મશ્રી કવિ શ્રી દુલા કાગ ‘કાગબાપુ’ પુણ્યતિથિ કાગચોથ પ્રસંગે શ્રી મોરારિબાપુના સાનિધ્ય સાથે સાહિત્યકાર, વિદ્વાનો અને મહાનુભાવોનીઉપસ્થિતિમાં લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ યોજાઈ ગયો.

આ પ્રસંગે શ્રી મોરારિબાપુએશંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા હોવાનું કહ્યું. કાગ બાપુ કાકભૂષુંડી અને કાગબાપુની તુલનાત્મક વાત કરતાં મજાદરથીમાનસરોવરનીયાત્રાનો ભાવ જણાવી સનાતન ધર્મના પાંચેયદેવોની પૂજા આ ફળિયાએ કરી હોવાનું શ્રી મોરારિબાપુએ કહ્યું અને ઉમેર્યું કે, કાગબાપુએ જગદગુરુ શંકરાચાર્યજીનાપંચદેવને કવિતા રૂપે સમાજને આપી.

શ્રી મોરારિબાપુએ આ ઉપક્રમ વ્યક્તિપૂજા પરંતુ લોકસાહિત્ય સેવાની સ્મૃતિનીવંદના હોવાનું જણાવી કાગબાપુની ચેતનાને વંદન કરેલ.

આ સમારોહમાં શ્રી મોરારિબાપુના હસ્તે લોક સાહિત્યકારોને’કવિ શ્રી કાગબાપુ લોકસાહિત્ય સન્માન અર્પણ થયાં, અહીંયા મંચ કાર્યક્રમ માટે શ્રી ધીરુભાઈ સરવૈયા, શ્રી અનવર મીર, શ્રી કમલેશજામંગ, શ્રી ભારતીબેનકુંચાળા તથા શ્રી ભાનુભાઈ વોરા, સંશોધન ક્ષેત્રે શ્રી તીર્થંકર રોહડિયા, શ્રી પ્રવીણ મધુડા, શ્રી દિનેશમાવલ, શ્રી બલરામચાવડા તથા શ્રી રામભાઈ બારોટ ચારણી સાહિત્ય રજૂઆત ક્ષેત્રે શ્રી અચલદાનબોક્ષા, શ્રી ચેતન ગઢવી, શ્રી જીતુ દાદ ગઢવી, શ્રી ઈન્દુબેન ગઢવી (બાટી) તથા શ્રી જવાહર ગઢવી, દિવંગત વિદ્વાનો (મરણોત્તર સન્માન) શ્રી જીવાભાઈપિંગલશીનરેલા, કવિ શ્રી કાન, શ્રી જાદવજીબાપા (મોજાડીવાલા), શ્રી વિજયકરણમેહડુ તથા શ્રી દાદુદાનખુમદાન અને રાજસ્થાનના વિદ્વાનોમાં પદ્મશ્રી શ્રી સુખદેવસિંહબારહઠ, શ્રી માધવ હાડા, શ્રી ધનંજયાબેનઅમરાવત, શ્રી મહાદાનસિંહબારહઠ તથા શ્રી ભવરદાનરત્નુનો સમાવેશ થાય છે.

કાગધામમાં આ પ્રસંગે પ્રાધ્યાપક શ્રી રમઝાનહસણિયા દ્વારા અભ્યાસપૂર્ણ રીતે શ્રી દુલા કાગ રચના અને તેનું લોકભાષા વૈવિધ્યનું વર્ણન કર્યું અને કહ્યું કે, શાસ્ત્રીની વાત લોકભાષામાં તેઓએ આપી છે.

આ સમારોહમાંપ્રકાશનોના લોકાર્પણ પ્રસંગે શ્રી વસંતભાઈ ગઢવીએ આ પ્રકાશન ઉપક્રમથી કાગને જાણી અને માણી શકાશે તેમ જણાવી શ્રી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો.

‘કાગને ફળિયેકાગનીવાતું’ અને સન્માન પ્રસંગે શ્રી જયદેવભાઈકાગે સ્વાગત ઉદ્બોધન કરેલ. શ્રી બાબુભાઈકાગે સૌને આવકાર્યા હતા. સંચાલનમાં શ્રી રાજુભાઈદવે રહ્યાં હતાં.

શ્રી કાગબાપુ રજત મહોત્સવ અને પુણ્યતિથિ પ્રસંગે જાણીતા લોકસાહિત્યકારકલાકારોએકાગવાણી સાથે પોતાની વાણી કલાનો લાભ આપ્યો હતો.

Related posts

ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-ચિકન પાર્ટીની ઘટનાથી ખડભડાટ

Master Admin

મહાશિવરાત્રીના મેળામાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપુર

Master Admin

વલસાડ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનેમોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

Master Admin

Leave a Comment

Translate »