Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

સ્વિગી ડાઇનઆઉટનાGIRF 2026 એમ્બેસેડર તરીકે ભુવન બામ જોડાયા; ‘બિલ હાફ. પાર્ટી ફુલ’ સાથે BB કી વાઇન્સના પાત્રોને જીવંત બનાવ્યા

  • GIRF 2026 (ગ્રેટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ફેસ્ટિવલ) 15 ફેબ્રુઆરી 2026 થી 2 મહિના માટે લાઇવ રહેશે
  • ભારતના 60+ શહેરોમાં 40,000 ટોચના રેસ્ટોરન્ટ્સમાં 50% સુધીની છૂટ
  • બીબી કી વાઇન્સની પ્રતિષ્ઠિત દુનિયા લાવનારા ભુવન બામ સાથે એક કેમ્પેનનો પ્રારંભ 

બેંગલુરુ, ભારત | ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — ભારતના અગ્રણી ઓન-ડિમાન્ડ કન્વિનિઅન્સ પ્લેટફોર્મસ્વિગી લિમિટેડે સ્વિગી ડાઇનઆઉટના વ્યાપકપણે લોકપ્રિય ગ્રેટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ફેસ્ટિવલ (GIRF) 2026ના લોન્ચિંગની જાહેરાત કરી છે. GIRF 2026 માટે સત્તાવાર એમ્બેસેડર તરીકે જોડાયેલા ભુવન બામ સાથે આ શરૂઆત કરવામાં આવી છે, જેનાથીબીબીકી વાઇન્સનું ખૂબ જ લોકપ્રિય યુનિવર્સ ભારતના સૌથી મોટા ડાઇનિંગ ફેસ્ટિવલમાં સંમિલિત થયું છે.

ગયા વર્ષના એડિશનને મળેલીઅદ્ભુત સફળતા પછી, GIRF 2026 ફરી એક વખતસરળ, પાવરફુલ વચન: બિલ હાફ. પાર્ટી ફુલ સાથે વધુ મોટું, સારું અને ધમાકેદાર રીતે આવ્યો છે.15 ફેબ્રુઆરી 2026થી, ભોજન કરનારાઓ ભારતના 60+ શહેરોમાં 40,000+ ટોચના રેસ્ટોરન્ટમાં 50 ટકા સુધીની છૂટનો આનંદ માણી શકે છે. આ ઓફરો કાફે, પબ, બાર, લક્ઝરી ડાઇનિંગ અને ફેમિલી રેસ્ટોરન્ટ સહિતની કેટેગરીમાંઆખા બે મહિના માટે ઉપલબ્ધ છે. ભોજન કરનારાઓને તેમના ફૂડ બિલ પર 50 ટકા સુધીની છૂટ મળવાની સાથે સાથે બધા HDFC બેંક કાર્ડ્સ પર વધારાનું 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે અને ડાઇનઆઉટ દ્વારા બુકિંગ કરતી વખતે દરેક ઓર્ડર પર ડાઇનકેશ તરીકે 10% પાછા મેળવી શકે છે.

GIRF 2026ના હાર્દમાંબીબીકી વાઇન્સની પ્રતિષ્ઠિત દુનિયા લાવનારા ભુવન બામ આ વર્ષની કલ્ચરલ મોમેન્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. આ કેમ્પેનમાં બબલૂ, બબલી, સમીર અને ભુવન જેવા લોકપ્રિય પાત્રોનેસામેલ કરવામાં આવ્યા છે, જે દરેક એવા સંબંધિત ડાઇનર આર્કીટાઇપ્સને રજૂ કરે છે જેને ભારત તરત જ ઓળખી કાઢે છે.

ફ્લેગશિપ ફિલ્મમાં, બીબી કી વાઇન્સ યુનિવર્સને એક પરિચિત ડાઇનિંગ ચિંતાનો સામનો કરવો પડે છે. બબલૂને ડિસ્કાઉન્ટની મર્યાદાઓ અને ફાઇન પ્રિન્ટને લગતી ચિંતાઓ છે. સમીર વિશ્વાસપૂર્વક GIRFની વ્યાપકતા સમજાવે છે. આંતરિક સમજણસહેલીપરંતુપાવરફુલ છે. જ્યારે બિલ અડધું થઈ જાય છે, ત્યારે ખચકાટ ગાયબ થઈ જાય છે. ઉજવણીઓ વધુ મોટી થઈ જાય છે. આપોઆપ ગ્રૂપના પ્લાન બનવા લાગે છે. માહોલ બદલાઈ જાય છે.

સ્વિગી ડાઇનઆઉટના AVP માર્કેટિંગ અને રેવન્યુ ધ્રુવિશ ઠક્કરે આ લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “GIRF ભારતના સૌથી મોટા ડાઇનિંગ કેમ્પેનમાંથી એક છે. અમે દર વર્ષે ગ્રાહકો માટે બહાર જમવાનું વધુ રિવોર્ડિંગ, વધુ સુલભ અને વધુ વારંવાર જમવા થઈ શકાય તેવું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, અને સાથે-સાથે અમારા રેસ્ટોરન્ટ ભાગીદારો માટે સતત વધતી જતી મુલાકાતો અને આવક વૃદ્ધિ પર પણ ધ્યાન આપીએ છીએ. ભુવન અને બીબીકી વાઇન્સયુનિવર્સ સાથે, અમે એવા પાત્રોને લાવી રહ્યા છીએ જેમની સાથે ભારત ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. બબલૂ, બબલી અને સમીર ખરેખરમાં એવું ડાઇનર માઇન્ડસેટ રજૂ કરે છે, જે આપણને દરરોજ પ્લેટફોર્મ પર જોવા મળે છે, જેમ કે બિલ પ્રત્યે સભાન પ્લાનરથી લઈને મૂલ્ય મહત્તમ કરનાર અને જાતે જ ઉજવણી શરૂ કરનાર સુધીના વિવિધ માઇન્ડસેટ જોવા મળે છે.”

GIRF 2026નીથીમ, ‘બિલ હાફ. પાર્ટી ફુલ.’માં બહાર જમવા પાછળની મુખ્ય ભાવનાત્મક સમજને કેપ્ચર કરી છે. બહાર જમવું એ આનંદની વાત છે. બિલ એકમાત્ર બ્રેક છે. તેને દૂર કરો અને મોટી ઉજવણી કરો. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈની સ્થાપિત ડાઇનિંગ રાજધાનીઓથી લઈને ગોવા,જયપુર, ઇન્દોર, કોઈમ્બતુર, ચંદીગઢ, લખનઉ અને ઉદયપુર જેવા ઉભરતા ભોજનના હોટસ્પોટ સુધી, GIRF 2026 અંતર્ગત સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે 60+ શહેરોમાં ખાણીપીણીની શોખીન દરેક વ્યક્તિ પોતાની રીતે ઉજવણી કરી શકે.”

આ કેમ્પેન ડિજિટલ, સોશિયલ અને ક્રિએટર ઇકોસિસ્ટમ તેમજ ઇન-એપ સ્ટોરીટેલિંગ ફોર્મેટમાં ચલાવવામાં આવશે, જેમાં પરફોર્મન્સ માર્કેટિંગ, પ્લેટફોર્મ ક્રિએટિવ્સ અને કલ્ચરલ મોમેન્ટમાં બીબી કી વાઇન્સના પાત્રોનુંઊંડું એકીકરણ રહેશે.

ડિસ્કાઉન્ટ ઉપરાંત, GIRF 2026 અંતર્ગતમર્યાદિત સમય માટે ક્રેઝી ડીલ્સ ઓફ ધ ડે, પસંદગીના પાર્ટનર બાર પર મફત કોકટેલ અને મોકટેલ અને ભાગ લેનારા તમામ સ્થળોએ લંબાવવામાં આવેલા હેપ્પી અવર્સ સહિતના હાઇ એનર્જી એક્ટિવેશન લાવવામાં આવ્યા છે.

આ વર્ષના એડિશનમાં કાફે કોફી ડે, બરિસ્તા, ગુડ ફ્લિપિન બર્ગર્સ, પંજાબ ગ્રીલ, યુમી, કૃષ્ણપટ્ટનમ, બિયરગાર્ટન, આયર્નહિલ અને અન્ય ઘણા લોકપ્રિય ડાઇનિંગ સ્થળો જેવી અગ્રણી બ્રાન્ડ્સની ભાગીદારીનો સમાવેશ થાય છે.

ફિલ્મની લિંક- https://www.instagram.com/p/DU0Nc8ViB1q/

Related posts

ભારત બનશે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા, ચીન-અમેરિકા છોડશે પાછળ

Master Admin

GoDaddy’s Airo solution is helping Indian entrepreneurs save time AI-powered solution that saves small business owners precious time in establishing their online presence and attract new customers

Reporter1

અમદાવાદ ખાતે ૬ સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા – ગુજરાત મહિલા સંગઠન દ્વારા ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

Reporter1

Leave a Comment

Translate »