Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrimeGujarat

સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી ૧૦૦ લિટર ડીઝલની ચોરી

પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ

તેમણે રાત્રિ રોકાણ માટે લાલગેબી આશ્રમ ખાતે બસ પાર્ક કરી હતી આ પછી તેઓ અહીં જ એક ઓટલા પર સૂઈ ગયા હતા અને ગાઢ નિદ્રામાં હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં ચોરીની ઘટનાામાં વધારો થઈ રહ્યો છે. હવે બોપલમાં આવેલા લાલગેબી આશ્રમના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ST બસને તસ્કરોએ નિશાન બનાવી છે. અહીં પાર્ક કરેલી ST બસમાંથી તસ્કરો ૧૦૦ લિટર જેટલું ડીઝલ ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ ઘટના અંગે બસના ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ST ડ્રાઈવર પરસોત્તમકુમાર બારીયાએ આ ડીઝલ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, ગત તારીખ ૨૧ ફેબ્રુઆરીએ તેઓ સુરત-અમદાવાદ-બોપલ રૂટની બસ લઈને આવ્યા હતા. તેમણે રાત્રિ રોકાણ માટે લાલગેબી આશ્રમ ખાતે બસ પાર્ક કરી હતી. આ પછી તેઓ અહીં જ એક ઓટલા પર સૂઈ ગયા હતા અને ગાઢ નિદ્રામાં હતા.

જે બાદ વહેલી સવારે તેઓ બસ ઉપાડવા માટે જાગ્યા ત્યારે ટાંકીનું ઢાંકણ તૂટેલું જોવા મળ્યું હતું. જે બાદ બસમાં ડીઝલનો કાંટો પણ ઓછો બતાવતા જાણવા મળ્યું હતું કે, તસ્કરો ડીઝલ ટાંકી અને સેન્સરનું ઢાંકણ તોડી ટાંકીમાંથી ૧૦૦ લિટર ડીઝલ ચોરી ગયા છે. આ ઘટના અંગે ડ્રાઈવર અને કંડક્ટરે સાણંદ ડેપો અને સુરતની કચેરીએ જાણ કરી હતી. જે બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના પરથી એક વાત સ્પષ્ટ છે કે અમદાવાદ જેવા સ્માર્ટ સીટીમાં જ્યાં ૨૪ કલાક પોલીસ પેટ્રોલિંગના દાવા થઈ રહ્યા છે. શહેરના દરેક ખૂણે ખાંચકે CCTVનો પહેરો છે તેમ છતાં ચોરો પોલીસને પડકાર ફેંકી સરળતાથી કોઈ ડર વગર ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ક્યાંકને ક્યાંક પોલીસ જે નાની-નાની ચોરીની ઘટનાઓને અવગણી રહી છે તેનું જ આ પરિણામ હોઈ શકે.

Related posts

સિટીમાં યોજાયેલ કવિશા UFIT ફ્લો ફેસ્ટ 2026ને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

Master Admin

‘મેડ ઇન ઇન્ડિયા’ રોબોટિક ટેક્નોલોજીનો કમાલ! SSI Mantra દ્વારા કોલંબિયાથી ઇન્દોર વચ્ચે 22,000 કિમી દૂરથી ઐતિહાસિક સર્જરી સફળ

Master Admin

મારુતિ સુઝુકીએ પાંચ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સની સ્થાપના માટે ગુજરાત સરકાર સાથે MoU સાઇન કર્યા

Master Admin

Leave a Comment

Translate »