Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

ભોગવિલાસથી સુખાકારી સુધીઃ અમદાવાદમાં લક્ઝરી વેલનેસમાં વધારો

અમદાવાદ, ગુજરાત | ૦૨ માર્ચ ૨૦૨૬ અમદાવાદમાં અત્યંત ધનાઢ્યો, જેમાંથી ઘણા બધાએ ટેક્સટાઈલ્સ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને નવા યુગના ઉત્પાદનમાં બહુ- પેઢીકીય ઉદ્યોગો નિર્માણ કર્યા હોઈ વેલનેસ પ્રાસંગિક ભોગવિલાસમાંથી લક્ઝરી જીવનનો પાયો તરીકે ઉત્ક્રાંતિ પામી છે. કોટક પ્રાઈવેટ લક્ઝરી ઈન્ડેક્સ (કેપીએલઆઈ) 2025ની ઈનસાઈટ્સમાં એવું બહાર આવ્યું છે કે હેલ્થ અને વેલનેસ હવે ઝડપથી વૃદ્ધિ પામતી લક્ઝરી શ્રેણી છે, જે ગુજરાતના સૌથી ઈચ્છની પરિવારો સંપત્તિ, સફળતા અને પરિપૂર્ણતાની વ્યાખ્યા કઈ રીતે કરે છે તેમાં નક્કર પરિવર્તન પ્રદર્શિત થાય છે.

કેપીએલઆઈનું વેલનેસ ઘટક મહામારી પશ્ચાત દુનિયામાં માળખાબદ્ધ વેલનેસ કાર્યક્રમો માટે વધતી માગણી દ્વારા પ્રેરિત 2022થી 2025 સુધી વાર્ષિક 14.3 ટકા વધ્યું છે. અલ્ટ્રા- એચએનઆઈ સાથે વાર્તાલાપમાં વેલનેસ રિટ્રીટ્સ સ્પષ્ટ ફેવરીટ તરીકે ઊભરી આવ્યું છે, જેમાં ત્રણમાંથી એક તેમના સૌથી અગ્રતાના લક્ઝરી અનુભવ તરીકે તેમની પસંદગી કરે છે. 10માંથી 6થી વધુ લોકોએ છેલ્લાં ત્રણ વર્ષમાં વેલનેસ રિટ્રીટની મુલાકાત લીધી હતી, જે સમૃદ્ધ જીવનશૈલીમાં હેતુપૂર્વકની સુખાકારીનું વધતું મહત્ત્વ અધોરેખિત કરે છે.

મુખ્ય રોકાણ તરીકે વેલનેસ

અમદાવાદની વેપાર પ્રેરિત સંપત્તિ ઈકોસિસ્ટમમાં વેલનેસ રિકવરીને બદલે પરફોર્મન્સ અને લોંગિવિટીના નજરિયાથી થકી વધુ ને વધુ જોવામાં આવી રહ્યું છે. અલ્ટ્રા- એચએનઆઈ પ્રતિબંધાત્મક સ્વાસ્થ્ય, માનસિક સ્થિતિસ્થાપકતા અને પરિપૂર્ણ સુખાકારી પર વિવેકાધીન ખર્ચનો અર્થપૂર્ણ હિસ્સો ફાળવી રહ્યા છે. કોટક પ્રાઈવેટ ટોપ ઓફ ધ પિરામિડ 2024 સર્વે અનુસાર અલ્ટ્રા- એચએનઆઈ દ્વારા હેલ્થ અને વેલનેસ પર તેમના કુલ ખર્ચના સરેરાશ 10 ટકા ખર્ચ કરે છે, જેમાંથી 81 ટકાએ ગત વર્ષમાં આ શ્રેણીમાં વધારો કર્યો હોવાનું જણાવ્યું છે.

આ સ્પષ્ટ અતિરેકની સામે વિટાલિટી, સંતુલન અને સક્ષમ નિર્ણય લેવાની ક્ષમતાને અગ્રતા આપતી લક્ઝરીની વ્યાપક રીતે નવી વ્યાખ્યા પ્રદર્શિત કરે છે. સ્વાસ્થ્ય હવે ફક્ત અંગત જરૂરત રહ્યું નથી. તે લાંબા ગાળાની અસ્કયામત બની ચૂક્યું છે, જે સતર્ક રીતે આગેવાની, વારસો અને સાતત્યતાને ટેકો આફવા માટે પોષાય છે.

વેલનેસ યાત્રામાં વધારો

વેલનેસ પ્રેરિત પ્રવાસ અમદાવાદમાં ધનાઢ્યોમાં આ પરિવર્તનની સૌથી શક્તિશાળી અભિવ્યક્તિમાંથી એક તરીકે ઊભરી આવ્યો છે. રિટ્રીટ્સ હવે લાંબા વીકએન્ડ ગેટઅવેઝ રહી નથી, પરંતુ શરીર અને મનને પુનઃસ્થાપિત કરવા માટે તૈયાર કરાયેલો રોમાંચક પ્રવાસ બની ગયો છે. રાજસ્થાન, હિમાલયા અને મધ્ય ભારતમાં વેલનેસ કોરિડોર્સને સુવિધાજનક પહોંચ સાથે હિમાલયામાં આનંદા અને અમનબાગ જેવાં સ્થળો એકાંત, રચના અને પરિવર્તન ચાહનારા માટે સંગ્રહાલય બની ગયાં છે.

આ રિટ્રીટ્સે પ્રાચીન ભારતીય હીલિંગ પ્રણાલીઓ- આયુર્વેદ, યોગા અને ધ્યાનને સંમિશ્રિત કર્યા છે, જેની સાથે સમકાલીન લક્ઝરી શિસ્ત, આધ્યાત્મિકતા અને હેતુપ્રેરિત જીવન માટે ગુજરાતના સાંસ્કૃતિક લગાવ સાથે ઊંડાણથી સુમેળ સાધે છે, જ્યારે ભારતને આધ્યાત્મિક વેલનેસ માટે વૈશ્વિક કેન્દ્રબિંદુમાં મૂકે છે.

રોમાંચક ભોગવિલાસ તરીકે પર્સનલાઈઝેશન

આધુનિક લક્ઝરી વેલનેસના હાર્દમાં ઊંડું પર્સનલાઈઝેશન છે. અલ્ટ્રા- લક્ઝરી રિટ્રીટ્સ પૂર્વ-આગમન નિદાન અને બાયોમેટ્રિક આકલન દ્વારા માર્ગદર્શિત બીસ્પોક કાર્યક્રમો વધુ ને વધુ પ્રદાન કરે છે. પોષણ યોજના, થેરપીઓ, માઈન્ડફુલનેસ વ્યવહારો અને નિદ્રા ચક્રો પણ વ્યક્તિગતને અનુલક્ષી તૈયાર કરાય છે, જે આત્મીયતા અને ચોકસાઈનું ભાન નિર્માણ કરીને અસલ લક્ઝરીની વ્યાખ્યા કરે છે.

તૈયાર નાણાકીય વ્યૂહરચનાઓ અને બીસ્પોક એડવાઈઝરી તરફ ઝોક ધરાવતા અમદાવાદના અલ્ટ્રા એચએનઆઈ માટે પર્સનલાઈઝેશનનો આ સ્તર રચનાબદ્ધ, આગ્રહયુક્ત અને પરિણામલક્ષી એમ તેઓ સંપત્તિ પ્રત્યે કેવો અભિગમ રાખે છે તે પ્રતિબિંબિત કરે છે. પ્રાઈવસી, ઓછી ઘનતાનું જીવન અને ગ્રાહકલક્ષી સેવા આ રિટ્રીટ્સને કાયાકલ્પ માટે ઘેરી અંગત જગ્યામાં ફેરવે છે.

શાંતિ અને એકાંત માટે ઘડતર

લક્ઝરી વેલનેસ જગ્યાઓનું ઘડતર આ ભીતરી એકાગ્રતા પ્રદર્શિત કરે છે. પ્રાઈવેટ વિલા, નૈસર્ગિક સામગ્રીઓ, આહલાદક લેન્ડસ્કેપ્સ અને મિનિમાલિસ્ટ ડિઝાઈન શાંતિ અને એકાંતને પ્રોત્સાહન આવતું વાતાવરણ નિર્માણ કરે છે. આ જગ્યા અમદાવાદ જેવાં શહેરી ઉદ્યોગ કેન્દ્રી ગતિથી હેતુપૂર્વક દૂર કરાયાં છે, જેથી મહેમાનો ડિસ્કનેક્ટ, રિકેલિબ્રેટ થાય છે અને કાયાકલ્પ સાથે વાપસી કરે છે.

ઘણા બધા અલ્ટ્રા- એચએનઆઈ માટે એકધારી કનેક્ટિવિટી અને નિર્ણય લેવાના દબાણથી દૂર આ રિટ્રીટ ઉત્તમ સ્ટેટસ સિમ્બોલ બની ચૂકી છે- શાંત, નિયંત્રિત અને ઊંડાણથી કાયાકલ્પ.

સતર્ક જીવન નવી ઊંચાઈએ

સક્ષમતા અને વેલનેસ વધુ ને વધુ એકબીજામાં ગૂંથઈ ગયા છે. જવાબદાર સોર્સિંગ, માઈન્ડફુલ ડિઝાઈન અને નિસર્ગ માટે આદર વેલનેસ અનુભવનો આંતરિક ભાગ છે. આ સતર્ક અભિગમ નિયંત્રણ અને જવાબદારીનાં ગુજરાતનાં દીર્ઘ સ્થાયી મૂલ્યો સાથે મજબૂત રીતે સુમેળ સાધે છે. આ પરિપ્રેક્ષ્યમાં લક્ઝરી વિવેકી અને વિચારપૂર્વકની છે, જેનાં મૂળ અતિ પ્રદર્શનને બદલે પર્યાવરણ સાથે સુમેળમાં રહ્યા છે, જે હેતુ સાથે ખુશી ચાહતા વેલ્થ ક્રિયેટર્સની નવી પેઢીને આકર્ષિત કરે છે.

સુખાકારીની લક્ઝરી

આખરે વેલનેસમાં વધારો અમદાવાદની લક્ઝરી લેન્ડસ્કેપમાં ઘેરું સાંસ્કૃતિક પરિવર્તન પ્રદર્શિત કરે છે. કોટક પ્રાઈવેટ લક્ઝરી ઈન્ડેક્સ 2025 અનુસાર લોંગિવિટી, માનસિક સ્પષ્ટતા અને પરિપૂર્ણ સ્વાસ્થ્ય હવે આકાંથી નથી, પરંતુ જરૂરત છે. સમય, સ્પષ્ટતા અને સુખાકારી સૌથી મૂલ્યવાન કરન્સીઓ બન્યા છે તેવા આ યુગમાં વેલનેસ ગુજરાતના અતિ ધનાઢ્યો માટે આધુનિક લક્ઝરીની અત્યંત રોચક અભિવ્યક્તિ ચરીકે ઊભરી આવી છે.

Related posts

Toyota Kirloskar Motor announces Six airbag as a standard and a New Accessory package “Prestige edition” in Glanza

Reporter1

ગેલેક્સી A06 5G શરૂ થાય છે INR 9899થીઃ સેમસંગ દ્વારા ફેસ્ટિવલ સીઝન પૂર્વે આકર્ષક લિમિટેડ પિરિયડ ડીલ જાહેર

Reporter1

HERO MOTOCORP SHOWCASES ITS FUTURE MOBILITY VISION AT EICMA 2024 UNVEILS HIGH-PERFORMANCE MOTORCYCLES AND ELECTRIC SCOOTER FOR GLOBAL MARKETS OUTLINES EXPANSION PLANS FOR EUROPE AND UK

Master Admin

Leave a Comment

Translate »