Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળનો 33મો જીવનસાથી પસંદગી ઉત્સવ માધવ ફાર્મ વસ્ત્રાલ ખાતે ઉત્સાહપૂર્વક યોજાયો

ગુજરાત, અમદાવાદ | ૦૨ માર્ચ ૨૦૨૬ — સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ, જે સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, તેના દ્વારા તાજેતરમાં એક અત્યંત સફળ અને ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળની યશકલગી સમાન પ્રવૃત્તિ એવી ‘૩૩મો જીવનસાથી પસંદગી ઉત્સવ’ ગત રવિવાર, ૧લી માર્ચ ૨૦૨૬ ના રોજ અમદાવાદના વસ્ત્રાલ સ્થિત માધવ ફાર્મ ખાતે દબદબાભેર યોજાઈ ગયો. જેમાં ગુજરાત ભરમાંથી પ્રજાપતિ સમાજના 1108 જેટલા યુવક યુવતીઓએ ભાગ લઈ સ્ટેજ ઉપર આવી પોત- પોતાનો બાયોડેટા સાથે પરિચય આપી ને આ ઉત્સવને સફળ બનાવ્યો છે.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સોવેનિયર વિમોચન સાથે કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે અધ્યક્ષશ્રી ડૉ. મૃણાલ કે.પ્રજાપતિ તેમજ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ (ગુજરાત) શ્રી રસિકભાઈ પ્રજાપતિ તેમજ ભાજપના બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગરના પ્રમુખ શ્રી ગૌરંગભાઇ પ્રજાપતિ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સમારંભનું ઉદ્ઘાટન શ્રી કાંતિભાઈડી.પ્રજાપતિ, ગાંધીનગર એ કરેલું જ્યારે ભોજનદાતા તરીકે શ્રી રાહુલભાઈ ડી.પ્રજાપતિ હતા. દીપ પ્રાગટ્ય બાદ પ્રમુખ શ્રી યતીનભાઈ કે. પ્રજાપતિએ સૌનું ભાવપૂર્વક સ્વાગત કરી સમારંભની સફળતા માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મંચસ્થ મહાનુભાવોનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું . જ્યારે મંડળની પ્રવૃત્તિ વિશેનોસ વિસ્તાર અહેવાલ મહામંત્રી ડૉ.જગદીશચંદ્ર જી. પ્રજાપતિએ આપ્યો હતો. આ કાર્યક્મ માં કન્વીનર શ્રી દિપકભાઈ જી. દલવાડી તથા સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળની ટીમની સક્રિય અને સફળ કામગીરીની નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, મહિલા સમિતિ વગેરેનો સાથ સહકાર માંડ્યો હતો. આમ, આ પ્રસંગ સર્વાંગી સફળતા સાથે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ૭૦૦૦ જેટલા જ્ઞાતિજનોએ સમૂહમાં સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ માણી સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા.

Related posts

પોલીસ ભરતી માટે ૧૦ લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે?

Master Admin

ઈઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત

Master Admin

નીલકંઠ ધામ પોઇચા મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી

Master Admin

Leave a Comment

Translate »