Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા માટે ચેતવણી

માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી

સાયબર ઠગો NHAIના નામે નકલી વેબસાઈટ બનાવીને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ માર્ચ ૨૦૨૬ — નેશનલ હાઇવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે ઇન્ટરનેટ પર એક નવું જોખમ ઊભું થયું છે. ગૃહમંત્રાલય હેઠળ કાર્યરત એજન્સી સાયબર દોસ્ત(CyberDost I4C) દ્વારા સોશિયલ મીડિયા પર એક મહત્ત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ માહિતી મુજબ, સાયબર ઠગો NHAI(નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નામે નકલી વેબસાઈટ બનાવીને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. જ્યારે યુઝર્સ પોતાનું FASTag એકાઉન્ટ રિચાર્જ કરવા અથવા એન્યુઅલ પાસ મેળવવા માટે આવી પોર્ટલ પર જાય છે, ત્યારે તેમનું પેમેન્ટ FASTag વોલેટને બદલે સીધું સ્કેમર્સના ખાતામાં જમા થઈ જાય છે.

સાયબર એક્સપર્ટ્‌સના જણાવ્યા અનુસાર, નકલી વેબસાઈટને ઓળખવી ખૂબ જ સરળ છે પરંતુ તેના માટે થોડી સાવધાની રાખવી જરૂરી છે. કોઈપણ પોર્ટલ પર પેમેન્ટ કરતા પહેલા તેની URL ખાસ ચેક કરવી જોઈએ. નકલી વેબસાઈટમાં ઘણીવાર લો ક્વોલિટીના ફોટો, ખોટા લોગો અને સ્પેલિંગમાં સામાન્ય ફેરફાર જોવા મળે છે. ઠગ લોકો લોકોને લલચાવવા માટે સર્ચ એન્જિન પર NHAI ના નામે જાહેરાતો પણ ચલાવતા હોય છે, જેથી સામાન્ય નાગરિકો છેતરાઈ જાય છે. જો તમે હાઈવે પર અધવચ્ચે અટકવા ન માંગતા હોવ અને તમારા પૈસા બચાવવા માંગતા હોવ, તો હંમેશા ઓફિશિયલ સોર્સનો જ ઉપયોગ કરો. FASTag રિચાર્જ કે એન્યુઅલ પાસ માટે માત્ર NHAIના ઓફિશિયલ પોર્ટલ અથવા રાજમાર્ગ યાત્રા એપનો જ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરવાથી બચવું જોઈએ, કારણ કે આવી ક્ષણિક બેદરકારી તમારા પરિવાર માટે આર્થિક મુસીબત બની શકે છે.

Related posts

ચાંદીની કિંમતમાં સતત ઘટાડો, ૪.૨૦થી ૨.૫૦ લાખ પહોંચ્યું

Master Admin

ટેક્નોલોજી ગુલામ ન બને માણસ, તેનાથી બચવું અશક્ય અને અયોગ્ય

Master Admin

ઉત્તરમાં ફરવા માટે જવાનું આયોજન હોય તો રદ કરજો!

Master Admin

Leave a Comment

Translate »